For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુલાબી ગૅંગ લીડર સમ્પત બિગ બૉસમાં

|
Google Oneindia Gujarati News

Sampat pal
લખનૌ, 2 ઑક્ટોબર : ગુલાબી ગૅંગ લીડર સમ્પત પાલ હવે ટેલીવિઝન રિયાલિટી શો બિગ બૉસમાં નજરે પડશે. બિગ બૉસમાં સમ્પત પાલ માત્ર પોતાના અનુભવો જ નહિં શૅર કરે, પણ મહિલાઓને આત્મસંરક્ષણના પાઠ ભણાવશે. શ્રીમતી પાલ તેવી પ્રભાવશાલી મહિલાઓમાંના એક છે કે જેમણે વિશ્વની 100 પ્રેરક મહિલાઓની યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લા ખાતેના નિવાસી સમ્પત પાલ એક સામાન્ય પરિવારના મહિલા છે. આજે પોતાના સંઘર્ષ વડે તેઓ દેશની પાંચ તેમજ વિશ્વની 100 પ્રભાવશાલ મહિલાઓમાંના એક છે. શ્રીમતી પાલ હવે ટીવી રિયાલિટી શો બિગ બૉસ સીઝન 6માં નજરે પડશે. ભૂતપૂર્વ ડાકુ રાણી સીમા પરિહાર બાદ શ્રમતી પાલ આ કાર્યક્રમમાં આવનાર આ રાજ્યના બીજા સૌથી વધુ ચર્ચિત મહિલા હશે.

દદુઆ અને ઠોકિયા જેવા કુખ્યાત ડાકુઓના વિસ્તારમાં દબંગઈ સાથે ઊભા રહેનાર સમ્પત પાલ બિગ બૉસમાં આવવાની વાત જાણી તેમના પરિચિતો ઘણાં ઉત્સાહિત છે. ઘરેલુ હિંસા વિરુદ્ધ અવાજ બુલન્દ કરનાર ગુલાબી ગૅંગનું નામ અને તેની અસર આજે દેશ-દુનિયા સુધી પહોંચી ચુક્યાં છે.

તાલુકા તેમજ જિલ્લા કક્ષાના અધિકારીઓ પણ આ વિસ્તારોના મહિલાઓ સાથે જોડાયેલાં ગુનાઓમાં ગૅંગના નેતા સમ્પત સાથે સલાહ-સુચન કરતાં દેખાય છે. કચળાયેલી અને ત્રસ્ત મહિલાઓ માટે ગુલાબી ગૅંગના નેતા સમ્પત હવે સેલિબ્રિટી બની ચુક્યાં છે. શ્રીમતી પાલનું કહેવું છે કે શરૂઆતના તબક્કામાં લોકો કહેતા હતાં કે હું કાયમ કોઈને કોઈ વાતે હંગામો ઊભો કરતી રહુ છું, પરંતુ આજે તેમના વિચારો બદલાઈ ગયાં. લોકો મારા વિચારો સાથ સંમત થયાં છે.

શ્રીમતી પાલના પરિવારજનોએ તેમનું ભણતર બાળપણમાં જ બંધ કરાવી તેમના લગ્ન કરાવી દીધા હતાં. તે પછી તેમણે મહિલાઓના હક માટે ઘણો સંઘર્ષ કર્યો. વિપરીત પરિસ્થિતિઓમાં સંઘર્ષ કરનાર આ મહિલા અંગે બર્લિન વિશ્વવિદ્યાલયના એક પ્રોફેસરે સંશોધન પણ કર્યુ છે.

શ્રીમતી પાલ ઇટાલી તેમજ ફ્રાંસ સહિત ઘણાં દેશોમાં મહિલા સશક્તીકરણના કાર્યક્રમોમાં ભાગ લઈ ચુક્યાં છે. તેમણે સૌપ્રથમ એક એવા ખેડૂતને પાઠ ભણાવ્યો કે જે પોતાની પત્ની સાથે ક્રૂર રીતે વર્તતો હતો. શ્રીમતી પાલ 2006માં ચર્ચામાં આવ્યાં જ્યારે એક મહિલા ઉત્પીડનના કિસ્સામાં તેમણે અતર્રા પોલીસ સ્ટેશનના એક ઇંસ્પેક્ટરને ઝાડ સાથે બાંધી તેમની ધોલાઈ કરી હતી.

સમ્પતને વર્ષ 2007માં આંતર્રાષ્ટ્રીય પ્રસિદ્ધિ મળી જ્યારે ફ્રાંસના લેખિકા મૅરી તેમજ માર્ગો સમ્પતના ઘરે પહોંચ્યાં. તે પછી ફીડ્સ નામની પત્રિકાએ સમ્પત્તના જીવન પરિચયનું પ્રકાશન કર્યું. પછી 2008માં સમ્પતના જીવન પર મૉય સમ્પત પાલ પુસ્તક લખાયું. સમ્પત પાલને અનુસરનાર મહિલાઓ ગુલાબી સાડી પહેરે છે. હવે જોવું એ રહ્યું કે મહિલા સશક્તીકરણ અંગે અમિટ છબી ધરાવતા સમ્પત પાલ બિગ બૉસમાં શું કમાલ કરે છે.

English summary
Gulabi Gang leader Sampat Pal of Uttar Pradesh is now coming in Bigg Boss season 6.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X