For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Big Boss : ટીઆરપી ઘટી જવાથી સલમાન કરશે હવે આ કામ!

બિગ બોસની 11માં સીરિઝમાં એક મોટો ફેરફાર થાય તેવી સંભાવના છે. આ ફેરફાર થવાથી લોકોને બિગ બોસ નો શો જોવા મળશે વધુ. આ ફેરફાર શું છે? તે માટે વધુ વાંચો અહીં..

By Kajal
|
Google Oneindia Gujarati News

સૌથી લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ 11 એક પછી એક આંચકા આપવાનું ચાલુ કરી નાખ્યું છે, ત્યાં બિગ બોસને પણ એક આંચકો લાગ્યો છે. આ આંચકો ટીઆરપી નો છે. પોતાના સમય કરતા બિગ બોસનો શો વહેલો શરૂ કરવામાં આવવા છતાં તેને ટીઆરપી ઓછા આવ્યા હતા. એક રિપોર્ટ અનુસાર સલમાન ખાને જ્યારે શોને લોન્ચ કર્યો ત્યારે યુ.કેથી ખૂબ ઓછા ટીઆરપી આવ્યા હતા. આ ઘટના બિગ બોસ માટે એક મોટા આંચકા સમાન છે. એટલે હવે આ શોમાં એક મોટો બદલાવ આવે તેવી સંભાવના છે. તો આ બદલાવ શું હશે? તે માટે વાંચો અહીં..

બિગ બોસમાં ફેરફાર

બિગ બોસમાં ફેરફાર

બિગ બોસના ટીઆરપી અચાનક ઘટવાના કારણે તેના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે. મળતી માહિતી અનુસાર, બિગ બોસ હાલ 10:30 વાગ્યે પ્રસારિત થાય છે તેની જ્યારે તેનો સમય બદલીને 10 વાગ્યાનો કરવામાં આવશે. તેનો અર્થ એ કે, 10 થી 11:30 સુધી માત્રને માત્ર રિયાલિટી શો બિગ બોસ જ આવશે.

આ ફેરફારથી થશે ફાયદો!

આ ફેરફારથી થશે ફાયદો!

આ પહેલાની બિગ બોસની સીરિઝ જાહેરાતની સાથે લગભગ 40 મિનિટ જેટલી બતાવવામાં આવતી હતી. પરંતુ આ વખતે જાહેરાતનું પ્રમાણ વધારે હોવાથી તે માત્ર 32 મિનિટ જેટલી જ આવતી હતી. તેથી આવો નિર્ણય કરવામાં આવ્યો હોય તેવું પણ કહી શકાય. બદલાયેલા સમય અનુસાર હવે 1.30 મિનિટ સુધી બિગ બોસ જોઈ શકાશે.

બિગ બોસના અજાણ રહસ્યો

બિગ બોસના અજાણ રહસ્યો

શોમાં આવતો બિગ બોસનો અવાજ બીજા કોઈનો નહી, પરંતુ અતૂલ કપૂરનો છો. આ ઉપરાંત બિગ બોસની અત્યાર સુધીની સીરિઝના વિજેતાઓમાં ગૌતમ ગુલાટી પહેલો એવો કન્ટેસ્ટન્ટ છે જે માત્ર 27 વર્ષની નાની ઉંમરે વિજેતા બન્યો હોય.

107 દિવસની એક સીરિઝ

107 દિવસની એક સીરિઝ

બિગ બોસની સાતમી સીરિઝ અત્યાર સુધીની સૌથી લાંબી છે. તે પૂરા 107 દિવસ સુધી ચાલી હતી. તો બીજી તરફ આ રિયાલિટી શોની ત્રીજી સીરિઝ સૌથી નાની સીરિઝ હતી. હવે જોવાનુ એ છે કે બિગ બોસની 11મી સીરિઝ કેવી ચાલે છે.

English summary
Have a look New Timings Of Bigg Boss Season 11.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X