Big Boss 12: રાજ કુન્દ્રા પર ભડકી શ્રીસંતની પત્ની, કહ્યું- તું સટોડિયો છે અને મારો પતિ
બિગ બૉસ 12 હાલ સૌકોઈ માટે મજેદાર બનતો જોઈ રહ્યો છે. પછી તે ક્રિકેટ સાથે જોડાયેલ સ્ટાર હોય કે એન્ટરટેઈનમેન્ટ સાથે. બિગ બૉસના કન્ટેસ્ટન્ટ શ્રીસંતની ચર્ચા જોરો પર છે. તાજેતરમાં જ જ્યારે શ્રીસંતે થપ્પડ કાંડ બાદ દીપકા અને જસલીન સામે પોતાના મેચ ફિક્સિંગના આરોપો પર ઘરમાં ચર્ચા કરી રોવા લાગ્યો તે વીડિયોને ઘણા બધા લોકોએ જોયો હતો.

ઓપન લેટર લખ્યો
દીપિકા, મેઘા અને જસલીન સાથે વાત કરતા શ્રીસંતે કહ્યું કે તેને મેદાનમાં ઘૂસવાની પણ મંજૂરી નથી. એટલું જ નહિ તેને મેચ ફિક્સિંગ માટે 10 લાખ રૂપિયાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો, જે તેણે ઠુકરાવી દીધો હતો. છતાં તેના પર મેચ ફિક્સિંગનો આરોપ લગાવી દેવામાં આવ્યો. આ મામલે શ્રીસંતની પત્નીએ એક ઓપન લેટર લખી રાજ કુન્દ્રાને સટોડિયો કહ્યો, અહીં વાંચો સમગ્ર મામલો...

7 વાર આપઘાતનો પ્રયાસ
7 વાર આપઘાતનો પ્રયત્ન કર્યો. મેચ ફિક્સિંગ વિશે સાંભળીને જ શ્રીસંતના પિતા બીમાર થઈ ગયા હતા. મા ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. અને ભવિષ્યમાં તેનાં બાળકો ક્રિકેટ રમે છે તો તેમણે મેદાનમાં જવાની પણ મંજૂરી નથી. આવું કહીને શ્રીસંત ઘરવાળાઓ સામે રડવા લાગ્યો.

રાજ કુન્દારએ ફની અંદાજમાં એપિક
શ્રીસંતની આ વાતના ખુલાસાનો કોઈ મજાક બનાવ્યો છે તો કોઈ એમના એપિસોડને જોઈને ભાવુક થઈ ગયા છે. કહેવામાં કંઈ વાંધો નથી કે શ્રીસંતની પત્ની ઘરની બહાર મજબૂતીથી તેને સપોર્ટ કરી રહી છે. તાજેતરમાં જ આ વીડિયો પર રાજસ્થાન રૉયલ્સના સહ માલિક રાજ કુન્દ્રાએ ફની અંદાજમાં એક એપિક લખ્યું. આની સાથે જ આ વીડિયો પર હંસવા વાળું ઈમોજી પણ બનાવ્યું.

રાજ કુન્દ્રાની બોલતી બંધ
આ જોઈ શ્રીસંતના ફેન્સ ભડકી ઉઠ્યા અને રાજ કુન્દ્રાને સંભળાવી દીધું. એટલું જ નહિ શ્રીસંતની પત્ની ભુવનેશ્વરીએ પણ રાજ કુન્દ્રાની બોલતી બંધ કરી દીધી. તેમણે રાજ કુન્દ્રા પર આરોપ લગાવતા કહ્યું કે તેમણે હજુ સુધી શ્રીસંતનું દેવું નથી ચૂકવ્યું. તેમણે કહ્યું કે શ્રીસંતને મેચ ફિક્સિંગના મામલામાં છોડી મૂકવામાં આવ્યો હતો. જ્યારે રાજ કુન્દ્રા બેટિંગના મામલામાં દોષી જાહેર થયા હતા.

શું છે મામલો
શ્રીસંતે રાજસ્થાન રૉયલ્સ માટે આઈપીએલ સિઝન રમી હતી. એ સમયે તેમણે વર્ષ 2013માં મેચ ફિક્સિંગના આરોપોનો પણ સામનો કર્યો હતો. જ્યારે શ્રીસંતનો મામલો સૌની સામે આવ્યો તો રાજસ્થઆન રૉયલ્સે તેમનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો હતો.

રાજ કુન્દ્રાએ બેટિંગની વાત કબૂલી
2015માં કોર્ટે શ્રીસંત અને અન્ય કેટલાય ખેલાડીઓને તથ્યોના અભાવે છોડી મૂક્યા હતા. જેના પર ભુવનેશ્વરી વાત કરી રહી છે. શ્રીસંતે હજુ સુધી પોતાની વિરુદ્ધ મેચ ફિક્સિંગ થયું હોવાની કોઈ વાત નથી રાખી. પરંતુ રાજ કુન્દ્રાએ ખુદ બેટિંગની વાત કબૂલી છે. જેને પગલે તેના પર આજીવન પ્રતિબંધ લગાવી દેવાયો હતો.

ફેન્સે લીધો ઉધડો
શ્રીસંતના એક ફેને રાજને જવાબ આપતા લખ્યું કે @rajkundra9..sree got cleanchit... But tu to fixer h." Raj replied to the fans to learn the facts before commenting on him.

સલમાન સામે શ્રીસંતની પત્ની
જો કે આવું પહેલીવાર નથી. અગાઉ શ્રીસંતની પત્ની સલમાનની સામે પણ તેમના ખોટા વ્યવહારનો સપોર્ટ સમજદારીથી કરતી આવી છે, જેના પર સલમાને પણ તેમના વખાણ કર્યાં હતાં.
અક્ષયની ફિલ્મ 2.0થી Jio, એરટેલ અને વોડાફોનમાં ફફડાટ, ફિલ્મ પર રોક લગાવવાની કરી માગ