• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics: બિગ બોસની સ્પર્ધકે કહ્યું- 'શિકાગોમાં થયો હતો ગેંગરેપ'

|

નવી દિલ્હી, 10 જુલાઇ: બિગ બોસ 5માં પ્રતિસ્પર્ધક રહી ચૂકેલી અને મોડેલ પૂજા મિશ્રા બાદ બિગ બોસ 6ની પ્રતિસ્પર્ધક અને જાણીતી હેરસ્ટાઇલિસ્ટ સપના ભવાનીએ સામુહિક બળાત્કારની વાત કરીને ખલબલી મચાવી દીધી છે. પોતાની અજીબો-ગરીબ હરકત અને સલમાન ખાન સાથે બાથ ભીડીને ચર્ચામાં આવેલી સપના ભવાનીએ ખુલાસો કરતા જણાવ્યું છે કે જ્યારે તેમની ઉંમર 24 વર્ષની હતી ત્યારે તેમની પર ગેંગરેપ થયો હતો. સપનાએ આ વાતનો ખુલાસો ફેસબુક પોસ્ટના માધ્યમથી કર્યો છે.

સપનાએ ફેસબુક પર લખ્યું છે કે તેમની સાથે ક્રિસમસની પૂર્વસંધ્યાએ ગેંગરેપ કરવામાં આવ્યો હતો. સપનાની આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઇ રહી છે. સપના હંમેશા ટોમ બોયના લૂકમાં દેખાઇ છે, 18 વર્ષની ઉંમરમાં પિતાના મૃત્યું બાદ તે અમેરિકા ચાલી ગઇ હતી.

પરંતુ બાદમાં તેમણે ફરીથી દેશમાં એન્ટ્રી કરી અને રિયાલિટી શો બિગ બોસ ઉપરાંત બોલીવુડ ફિલ્મ 'પ્યાર કે સાઇડ ઇફેક્ટ્' અને 'અગલ ઓર પગલી'માં પણ કામ કર્યું. આવો તસવીરોની સાથે સપનાએ કરેલા સામૂહિક બળાત્કારની પોસ્ટ પર વધુ માહિતી મેળવીએ....

સપનાને સેક્સ વર્કર તરીકે બોલાવતા હતા લોકો

સપનાને સેક્સ વર્કર તરીકે બોલાવતા હતા લોકો

સપનાએ સામૂહિક બળાત્કારવાળી પોસ્ટ ફેસબુક પેજ 'હ્યૂમન્સ ઓફ બોમ્બે' પર લખી છે. જેમાં લખ્યું છે કે જ્યારે તે 14 વર્ષની હતી ત્યારથી છોકરાઓ સાથે વાત કરવાનું, સિગરેટ પીવાનું, બાઇક ચલાવવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે મુંબઇના બાંદ્રા વિસ્તારના લોકો મને સેક્સ વર્કર સુદ્ધા કહીને બોલાવતા હતા.

સપનાનો ફેમશ ડાયલોગ

સપનાનો ફેમશ ડાયલોગ

બિગ બોસ 6માં સપના વિવાદોમાં રહી. તે દરમિયાન તેનો પ્રચલિત ડાયલોગ હતો, 'ઉલ્લૂ બનાયા બડા મજા આયા'. સપનાએ બિગ બોસ ઉપરાંત બોલીવુડ ફિલ્મ 'પ્યાર કે સાઇડ ઇફેક્ટ્' અને 'અગલ ઓર પગલી'માં પણ કામ કર્યું.

શિકાગોમાં થયો સામૂહિક બળાત્કાર

શિકાગોમાં થયો સામૂહિક બળાત્કાર

પોતાના ફેસબુક પોસ્ટમાં સપનાએ લખ્યું છે કે 'મારા પિતાના નિધન બાદ હું અમેરિકાના શિકાગોમાં આવીને વસી હતી. જ્યાં મારા જેવા જ લોકો રહેતા હતા. મને અહીં ટેટૂ કરાવવા, સ્ટાઇલમાં રહેવાની આઝાદી મળી. એક દિવસ ક્રિસમસના દિવસોમાં હું લાલ કલરની સ્કર્ટ પહેરીને બારમાંથી પર ઘરે જઇ રહી હતી, તે દરમિયાન કેટલાંક છોકરાઓએ મારી પર બંદૂકની અણીએ બળાત્કાર કર્યો.'

નાના કપડા પહેરુ છું, અને લગાવું છું બ્રાઇટ લિપસ્ટિક

નાના કપડા પહેરુ છું, અને લગાવું છું બ્રાઇટ લિપસ્ટિક

સપનાએ ફેસબુક પોસ્ટ પર લખ્યુ છે કે મને સંપૂર્ણ રીતે યાદ છે કે હું ઘરમાં આવીને વર્ષો સુધી એ ઘટનાને મારા દિમાગમાં નિકાળવાની કોશીશ કરી અને નિકાળી પણ. હું હજી પણ નાના કપડા પહેરું છું અને લિપસ્ટિક લગાવું છું.

લગ્ન બાદ ઘરેલું હિંસાનો સામનો કર્યો

લગ્ન બાદ ઘરેલું હિંસાનો સામનો કર્યો

સપનાનું કહેવું છે કે મેં મારા હાઇસ્કૂલના મિત્રની સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ મારે ઘરેલું હિંસાનો સામનો કરવો પડ્યો. મેં તેનો વિરોધ કર્યો અને છૂટાછેડા લઇ લીધા.

"When I was 14, I used to talk to boys; drive motor cycles, smoke cigarettes and people in Bandra would often call me a...

Posted by Humans of Bombay on Wednesday, July 8, 2015

સપનાનું ફેસબુક પોસ્ટ

સપનાનું ફેસબુક પોસ્ટ જે તેમણે 'હ્યુમન્સ ઓફ બોમ્બે' પેજ પર લખ્યું છે.

English summary
This is as shocking as it gets. Bigg Boss 6 contestant and celebrity hairstylist Sapna Bhavnani came out in the open on Wednesday with the horrifying tale of how she was gangraped at gunpoint in Chicago when she was just 24.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more