For Daily Alerts
સારેગામાપાનો ખિતાબ જસરાજ જોશીના શિરે
મુંબઈ, 28 જાન્યુઆરી : પુણેના જસરાજ જોશીએ ઝી ટીવીના સૌથી પ્રસિદ્ધ રિયલિટી શો સારેગામાપા 2012નો ખિતાબ હાસલ કર્યો છે. તેમણે આ ખિતાબ રવિવાર સાંજે યોજાયેલ ગ્રાન્ડ ફિનાલેમાં પોતાના નામે કર્યો. જસરાજ વ્યાવસાયિક રીતે એક ગાયક છે કે જેઓ છેલ્લા 9 વર્ષથી સંઘર્ષ કરી રહ્યાં છે. તેમને ઝી ગ્રુપ તરફથી એક ટ્રૉફી, એક બાઇક તેમજ એક વર્ષનો કૉન્ટ્રેક્ટ પણ મળ્યો છે.
જોકે જસરાજ જોશી શરુઆતથી જ શોની જાન બની રહેલ છે. જજ સાજિદ ખાન અને શંકર મહાદેવને સમગ્ર શો દરમિયાન તેમના ખૂબ વખાણો કર્યાં. આ જ શોમાં બીજા સ્થાને રહ્યાં લુધિયાણાના શહેનાઝ અખ્તર, તો જયપુરના મહોમ્મદ અમન ત્રીજા અને મુંબઈના વિશ્વજીત બોરવાંકર ચોથા સ્થાને રહ્યાં. ગ્રાન્ડ ફિનાલે પ્રસંગે અનેક ગાયકોએ પોતાની રજુઆત કરી.
આ પ્રસંગે જય ભાનુશાળી તેમજ કપિલ શર્માએ સૌને હસાવતા શો રજૂ કર્યો. યોયો હની સિંહે મૅડલે ગાઈ લોકોને પોતાના સંગીતમાં મંત્રમુગ્ધ કરી નાંખ્યાં. ગાયક જાવેદ અલીએ પણ અનેક રજુઆતો કરી. પવિત્ર રિશ્તાના અંકિતા લોખંડે તથા એક્ટર ગુરમીત ચૌધરીએ સોલો ડાંસ રજૂ કર્યો.