For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કામ્યા અને સંગ્રામે તોડ્યો વર્લ્ડ રેકૉર્ડ, સંગ્રામ સીધા ફાઇનલમાં

|
Google Oneindia Gujarati News

લોનાવાલા, 13 ડિસેમ્બર : બિગ બૉસના બે ખૂબ જ ઝડપી અને યોગ્ય સ્પર્ધકો કામ્યા તથા સંગ્રામે બિગ બૉસ દ્વારા અપાયેલ એક ટાસ્ક દરમિયાન વર્લ્ડ રેકૉર્ડ તોડી નાંખ્યો. સંગ્રામ સિંહ તથા કામ્યા પંજાબીએ એક ડબ્બામાં સર્વાઇક કાર્ડના સહારે કુલ 26 કલાક કરતા વધુ સમય પસાર કરી બિગ બૉસના યૂકે વર્ઝન વાળા શો બિગ બ્રધરનો રેકૉર્ડ તોડી નાંખ્યો. બિગ બ્રધરમાં સ્પર્ધકે 26 કલાક આ ડબ્બાની અંદર પસાર કર્યા હતાં અને રેકૉર્ડ બનાવ્યો હતો. બિગ બૉસ શો જીતવાના ઝનૂન તથા પોતાની સહનશક્તિના પગલે કામ્યા પંજાબી તથા સંગ્રામ સિંહે આ રેકૉર્ડ તોડી નાંખ્યો. જોકે અંતે કામ્યા પંજાબી બહાર આવી ગયાં અને સંગ્રામ સિંહ આ ટાસ્ક જીતી બિગ બૉસના ફિનાલેમાં જવા માટેની ડાયરેક્ટ ટિકિટ જીતી ગયાં.

kamya-sangram
બિગ બૉસે ઘરના સભ્યો સંગ્રામ સિંહ, કામ્યા પંજાબી તેમજ વીજે ઍન્ડીને એક ટાસ્ક આપ્યું કે જે જીતનારને ડાયરેક્ટ ફાઇનલમાં જવાની ટિકિટ મળી શકતી હતી. આ ટાસ્ક દરમિયાન ત્રણે સ્પર્ધકોએ એક-એક ડબ્બાની અંર સર્વાઇક કાર્ડના સહારે વધુમાં વધુ સમય પસાર કરવાનો હતો. ઍન્ડી સૌપ્રથમ 19 કલાક તેમાં રહી બહાર આવી ગયાં. પછી કામ્યા અને સંગ્રામ બંનેએ 26-26 કલાક કરતા વધુ સમય પસાર કર્યો. કામ્યા પછી બહાર આવી ગયાં, પણ સંગ્રામ છેલ્લે સુધી ટકી રહ્યાં અને તેમણે ટિકટ ટુ ફિનાલે જીતી લીધી.

બિગ બૉસે 26 કલાક ડબ્બાની અંદર વિતાવી કામ્યા અને સંગ્રામ દ્વારા વર્લ્ડ રેકૉર્ડ તોડાતાં તેમને અભિનંદન આપી અને વખાણ્યાં. ઘરના તમામ સભ્યોએ કામ્યા તેમજ સંગ્રામના આ સાહસનો તાળી વગાળી આવકાર્યો. બિગ બૉસના સ્પર્ધક સંગ્રામ સિંહ હવે ડાયરેક્ટ ફિનાલેમાં પહોંચી ચુક્યાં છે અને બાકીના સભ્યો વચ્ચે હવે સ્પર્ધા ઔર વધુ ગઈ છે.

English summary
Kamya Punjabi and Sangram Singh break the world record at Bigg Boss 7. Kamya and Sangram got task to spend maximum time inside one box.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X