Good News: કૉમેડી કિંગ કપિલ શર્મા બન્યા પપ્પા, ગિન્નીએ આપ્યો દીકરીને જન્મ
કપિલ શર્માના ચાહકો માટે ખુશખબરી છે કારણકે તેમના પ્યારા કૉમેડી કિંગ હવે પપ્પા બની ગયા છે. હા, કપિલની પત્ની ગિન્નીએ દીકરીને જન્મ આપ્યો છે, આ વાતની માહિતી કપિલે ટ્વિટ કરીને આપી, તેમણે પોતાના ટ્વિટમાં લખ્યુ, 'અમારા ઘરે દીકરી આવી છે, તમારા આશીર્વાદની જરૂર છે, સૌને પ્રેમ. જય માતાદી.' કપિલના ટ્વિટ બાદ ફેન્સ તેમને અભિનંદન આપવા લાગ્યા છે.

કપિલ શર્માના ઘરમાં ગૂંજી કિલકારી, ગિન્નીએ આપ્યો દીકરીને જન્મ
કપિલે આ ટ્વિટ સવારે 3.30 વાગે કર્યુ છે. રેપર ગુરુ રંધાવાએ કપિલને અભિનંદન પાઠવતા લખ્યુ, ‘અભિનંદન હો મેરે પાજી, હું અધિકૃત રીતે કાકા બની ગયો.' વળી, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ પણ કપિલને અભિનંદન આપ્યા. તેમણે લખ્યુ, ‘દીકરી આવવાના તમને ખૂબ ખૂબ અભિનંદન.'
|
ડિસેમ્બર 2018માં થયા કપિલ-ગિન્નીના લગ્ન
તમને જણાવી દઈએ કે ગિન્ની અને કપિલે ડિસેમ્બર 2018માં લગ્ન કર્યા હતા, આ લવમેરેજ હતા કે જે ખૂબ સંઘર્ષો બાદ લગ્નમાં પરિણમ્યા હતા.
આ પણ વાંચોઃ Kylie Jennerના લેટેસ્ટ સેક્સી ફોટોશૂટે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી

ગિન્નીને કપિલ કરે છે અનહદ પ્રેમ
ત્યારે કપિલ શર્માએ ખુલીને મીડિયા સામે કહ્યુ હતુ કે તે ગિન્નીને ખૂબ જ પ્રેમ કરે છે, તેણે જ મને ખરાબ દિવસોમાં સંભાળ્યો હતો, કપિલે કહ્યુ હતુ કે તે ખૂબ જ આધ્યાત્મિક છે, તેના પૂજા-પાઠની જ અસર છે કે આજે હું ઠીક છુ, હું તેની બધી વાતો હંમેશા માનીશ કારણકે મને ખબર છે કે તે સાચી હોય છે, મારા માટે તે દુઆ માંગે છે, મારા ભલા માટે તે હંમેશા આસપાસ રહે છે.
|
ગિન્નીએ કહ્યુ કે કપિલ ખૂબ જ કેરિંગ, ઈમોશનલ અને પ્રેમાળ છે...
જેના પર ગિન્નીએ કહ્યુ કે મે જે કંઈ પણ કર્યુ છે તે પોતાના માટે કર્યુ છે, મે એ જ પાછુ આપવાની કોશિશ કરી છે, જે મે કપિલ પાસેથી મેળવ્યુ હતુ, ગિન્નીએ કહ્યુ કે કપિલ ખૂબ જ કેરિંગ, ઈમોશનલ અને પ્રેમાળ છે, તેણે મને ખૂબ જ પ્રેમ આપ્યો છે, મે બસ એ જ આપવાની કોશિશ કરી છે.