શા માટે SRK-અનુષ્કાએ પડતું મૂક્યું કપિલના શોનું શૂટિંગ?

Written By:
Subscribe to Oneindia News

શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા પોતાની આગામી ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ'નું પ્રમોશન કરવા માટે 'ધ કપિલ શર્મા શો' પર પહોંચ્યા હતા. પરંતુ ત્યાં પરિસ્થિતિ કંઇક એવી થઇ કે, શાહરૂખ અને અનુષ્કા શોનું શૂટિંગ કર્યા વગર જ પરત ફરી ગયા. શું છે આખો મામલો? જાણો અહીં...

ધ કપિલ શર્મા શો

ધ કપિલ શર્મા શો

ઉપલબ્ધ જાણકારી અનુસાર, જ્યારે શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા ઇમ્તિયાઝ અલી સાથે શોનું શૂટિંગ કરવા પહોંચ્યા તે પહેલાં જ કપિલ સેટ પરથી નીકળી ગયા હતા. કપિલ બેક સ્ટેજ હતા, ત્યારે ફરી કપિલની તબિયત બગડી હતી અને તેઓ બેભાન થઇ ગયા હતા.

ફરી બગડી કપિલની તબિયત

ફરી બગડી કપિલની તબિયત

કપિલ શર્માને તાત્કિલક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. થોડા અઠવાડિયા પહેલાં જ આ જ રીતે શોના સેટ પર જ કપિલની તબિયત બગડી હતી. તે સમયે તેમને અત્યંત નબળાઇ લાગતાં શૂટિંગ કેન્સલ કરી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે કપિલને બીપીનો પ્રોબ્લેમ હોવાનું બહાર આવ્યું હતું.

શૂટિંગ માટે તૈયાર હતા શાહરૂખ

શૂટિંગ માટે તૈયાર હતા શાહરૂખ

સૂત્રોના જણાવ્યા અનુસાર, જો કપિલ સ્વસ્થ હોય તો શાહરૂખ ખાન તો એપિસોડ શૂટ કરવા માટે બિલકુલ તૈયાર હતા, પરંતુ કપિલની હાલત બગડેલી હોવાથી તેઓ શૂટિંગ કર્યા વિના જ પરત ફરી ગયા. પોતાના કો-સ્ટાર સાથે સ્ક્રિપ્ટ વાંચતી વખતે જ કપિલની તબિયત બગડી હતી. હવે આવતા અઠવાડિયામાં ફરીથી શૂટિંગ શેડ્યૂલ કરવામાં આવશે.

કપિલની તબિયત માટે જવાબદાર લો TRP?

કપિલની તબિયત માટે જવાબદાર લો TRP?

અહેવાલો અનુસાર, કપિલ શર્મા શોની ટીઆરપી હજુ પણ પહેલા જેટલી હાઇ નથી, કપિલ આ ટીઆરપીને ઉપર લાવવા માટે બનતા તમામ પ્રયત્નો કરી રહ્યાં છે. આ માટે જ થોડા સમય પહેલાં શોમાં કોમેડિયન ભારતીની એન્ટ્રી કરવામાં આવી હતી. કોમેડી શો અને ટીઆરપીના ટેન્શનને કારણે જ તેમની તબિયત વારંવાર લથડી રહી હોવાનું કહેવાય છે.

English summary
Kapil Sharma faints on the sets of his show. He has been hospitalised again! Shah Rukh Khan and Anushka Sharma leave the show without shooting!
Please Wait while comments are loading...