For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેબીસી-10 ની પહેલી કરોડપતિ વિશે જાણો ટીવી પર જોતા પહેલા

ટૂંક સમયમાં કેબીસીને પોતાનો પહેલો કરોડપતિ મળી જવાનો છે. સિઝનની પહેલી કરોડપતિ એક મહિલા છે જેનુ નામ બિનીતા જૈન છે.

|
Google Oneindia Gujarati News

સોની ટીવીના જાણીતા શો કૌન બનેગા કરોડપતિ 10 ની લોકપ્રિયતા હાલમાં ટોચ પર છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની યજમાનીથી સજેલા આ શો એ દર વખતની જેમ આ વખતે પણ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે અને તમને જાણીને નવાઈ લાગશે કે ટૂંક સમયમાં કેબીસીને પોતાનો પહેલો કરોડપતિ મળી જવાનો છે.

બિનીતા જૈને જીત્યા 1 કરોડ રૂપિયા

બિનીતા જૈને જીત્યા 1 કરોડ રૂપિયા

હા, આ સિઝનની પહેલી કરોડપતિ એક મહિલા છે જેનુ નામ બિનીતા જૈન છે કે જે અસમની રહેવાસી છે. બે બાળકોની લવિંગ મધર બિનીતા જૈને શો ના 14 માં પ્રશ્નનો સાચો જવાબ આપીને આ રકમ મેળવી છે.

આ પણ વાંચોઃ નાના પાટેકર પર યૌન શોષણના આરોપ બાદ તનુશ્રી દત્તાનો વધુ એક ખુલાસોઆ પણ વાંચોઃ નાના પાટેકર પર યૌન શોષણના આરોપ બાદ તનુશ્રી દત્તાનો વધુ એક ખુલાસો

કેબીસીના નવા પ્રોમોમાં થયો ખુલાસો

કેબીસીના નવા પ્રોમોમાં થયો ખુલાસો

સોની ટીવીએ ટ્વિટર અને ફેસબુક પેજ પર પણ શો નો પ્રોમો શેર કર્યો છે જેમાં અમિતાભ બચ્ચન પૂરા જોશ સાથે બિનીતા જૈનને એ ખુશખબરી આપે છે કે તેમણે 1 કરોડ રૂપિયા જીતી લીધા છે અને હવે તે 7 કરોડ માટે રમવા જઈ રહી છે. હવે શું તે આ સવાલનો જવાબ આપી શકશે કે નહિ. એ જાણવા માટે તમારે 2 ઓક્ટોબરનો શો જોવો પડશે. જે દિવસે આ શો ઓનએર થવાનો છે.

બિનીતા રમશે જેકપોટ...

બિનીતા રમશે જેકપોટ...

તમને જણાવી દઈએ કે કેબીસીની ગઈ સિઝનમાં પણ કોઈ કન્ટેસ્ટન્ટ 7 કરોડ રૂપિયા જીતી શક્યુ નહોતુ. જમશેદપુરની અનામિકા મજૂમદારે 1 કરોડ રૂપિયા જીત્યા બાદ ગેમ છોડી દીધી હતી. આ સિઝનમાં અત્યાર સુધી ભાગલપુરના ટિકિટ એક્ઝામિનર સોમેશ કુમાર ચૌધરી અને ગુજરાતના ગ્રાફિક ડિઝાઈનર સંદીપ સાવલિયાએ શોમાંથી 25 લાખ રૂપિયાની રકમ જીતી છે.

આ પણ વાંચોઃ સવા લાખના જૂતા પહેરીને ઈટલીથી મુંબઈ આવી જ્હાનવી કપૂર, ફેન્સે કહ્યા વાહિયાતઆ પણ વાંચોઃ સવા લાખના જૂતા પહેરીને ઈટલીથી મુંબઈ આવી જ્હાનવી કપૂર, ફેન્સે કહ્યા વાહિયાત

English summary
Kaun Banega Crorepati 10 is all set to gets its first crorepati of the season. Guwahati, Assam's Binita Jain will successfully answer the 14th question and win Rs 1 crore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X