• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મુંબઈના સનમીત કૌરે કેબીસીમાં જીત્યાં પૂરા 5 કરોડ

|
Amiabh Bachchan
મુંબઈ, 5 જાન્યુઆરી : દેશના જાણીતા રિયલિટી શો કૌન બનેગા કરોડપતિ એટલે કે કેબીસીની સૌથી મહત્તમ 5 કરોડ રુપિયાની રકમ હાસલ કરવામાં સફળતા મેળવી છે મુંબઈના પ્રતિસ્પર્ધી સનમીત કૌરે. ગઈકાલ રાતના શો દરમિયાન કેબીસીમાં આ વર્ષની સૌથી મોટી રકમ સનમીતે પોતાના નામે કરી લીધી.

37 વર્ષીય સનમીતે અમિતાભ બચ્ચનના કમ્પ્યૂટરજી દ્વારા પૂછાયેલ તમામ સવાલોના સાચા જવાબ આપતાં 5 કરોડ રુપિયા જીતી લીધાં. સનમીત કૌર મુંબઈ શહેરમાં વસતાં એક હાઉસવાઇફ છે. 5 કરોડ જીતવાની સાથે જ સનમીત કૌરની ખુશીનું ઠેકાણું ન રહ્યું. તેમણે પોતાના પરિવાર સાથે 5 કરોડ રુપિયાનો ચેક પોતાના હાથમાં લીધો અને અમિતાભ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો.

સનમીત કૌર અગાઉ આ શોમાં બિહારના સુશીલ કુમારે એક કરોડ રુપિયા જીત્યા હતાં. તેઓ પણ માત્ર એક કૉમ્પ્યુટર ટ્યૂટર અને ઑપરેટર હતાં કે જેમનો માસિક પગાર માત્ર છ હજાર રુપિયા હતો. સનમીત કૌર આ સીઝનમાં પાંચ કરોડ જીતનાર પ્રથમ મહિલા છે.

સનમીત કૌરે પોતાની આ સફળતા માટે પોતાના સમગ્ર પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. સનમીત કૌરની આ સફળતા ઉપર તેમના પતિ અને બાળકો પણ ખુશખુશાલ છે. સનમીત આજે એક સામાન્ય હાઉસવાઇફમાંથી એક સેલિબ્રિટી બની ગયાં. કૌન બનેગા કરોડપતિ એટલે કે કેબીસીએ તેમને એક સામાન્ય વ્યક્તિથી સેલિબ્રિટીમાં તબ્દીલ કરી નાંખી છે. સવારથી સનમીત કૌર સતત ફોન પર મીડિયાના લોકો સાથે વાતો કરી રહ્યાં છે.

દરેક ન્યુઝ ચૅનલ સનમીતને સવાલો કરવા માંગે છે. સૌ કોઈ જાણવા માંગે છે કે સનમીત પોતાની આ સફળતાનો શ્રેય કોને આપશે અને સાથે જ તેઓ આટલી મોટી રકમ કઈ રીતે ખર્ચવા માંગે છે. તેમનો સમગ્ર પરિવાર હાલ સનમીતની સફળતાનો જશ્ન ઉજવી રહ્યો છે. વનઇન્ડિયા તરફથી પણ સનમીત કૌરને તેમની આ સફળતા અંગે ખૂબ-ખૂભ અભિનંદન.

English summary
KBC 6 contestant Sunmeet Kaur Sahani won 5 crore. She is the first contestant to win maximum amount. Sanmeet is basically from Mumbai. Sunmeet is very happy on her success and her whole family is celebrating her success.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more