For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘નંદિની’ કીર્તિ પહેરશે 75 લાખનો મોંઘેરો લહેંગો!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 23 ડિસેમ્બર : ટેલીવિઝન અભિનેત્રી કીર્તિ નાગપુરે કાર્યક્રમ દેશ કી બેટી નંદિનીમાં પોતાના લગ્નના દૃશ્યમાં 75 લાખ રુપિયાનો લહેંગો પહેરશે. આ પોશાક ફૅશન ડિઝાઇનર રિયાઝ ગંગજી તેમજ તેમની ટીમ લિબાસે ડિઝાઇન કર્યું છે.

deshkibetinandini
કીર્તિ નાગપુરેનું કહેવું છે કે આ પોશાકમાં તેમને રાજકુમારી જેવો અહેસાસ થયો. લહેંગાનું વજન 15 કિલોગ્રામ જેટલું જણાવાયું છે. કીર્તિ નાગપુરે કહે છે કે આ કોઈ પણ ટેલીવિઝન શોમાં પહેરવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી મોંઘો લહેંગો છે. એક નિવેદનમાં કીર્તિએ જણાવ્યું - હું સાચે જ રાજકુમારી જેવો અનુભવ કરી રહી છું અને નંદિની માટે આ વાસ્તવમાં સ્વપ્નિલ લગ્ન છે.

રિયાઝ ગંગજીએ કીર્તિ તેમજ રફી મલિક બંને માટે વૈવાહિક વસ્ત્રો ડિઝાઇન કર્યાં છે. આ વસ્ત્રો તૈયાર કરવાનો શ્રેય ગંગજી પોતાના પત્ની અને ટીમને આપે છે. દેશ કી બેટી નંદિની રાજકારણ પર આધારિત કહાણી છે. આ સીરિયલ સોની ટીવી ઉપર પ્રસારિત થાય છે.

English summary
Small screen actress Keerti Nagpure will wear a Rs.75 lakh wedding outfit, designed by Riyaz Gangji and his team Libas, for her wedding sequence in 'Desh Ki Beti Nandini'. She says she felt like a princess in the costume.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X