For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

khdjlj : સાંચીને ગમે છે રાજપૂતાણા કપડાં

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 27 નવેમ્બર : આજકાલ સોની ટીવીના ચર્ચિત કાર્યક્રમ કહતા હૈ દિલ જી લે જરાની લવ-સ્ટોરી દરેકને ગમી રહી છે. વયનો અંતર ધરાવતી આ લવલી લવ-સ્ટોરી જોવા માટે લોકો આતુર છે. શોમાં સાંચીનો લીડ રોલ પ્લે કરતાં અભિનેત્રી સંગીતા ઘોષ નાના પડદે ભલે સીધા-સાદી અને સાધારણ પહેરવેશમાં નજરે પડતા હોય, પણ અંગત જીવનમાં તેઓ રાજપૂતાણા પહેરવેશની વિવિધ પોશાકો ઉપર પ્રયોગ કરવાનું પસંદ કરે છે.

sangeeta
સંગીતા ઘોષે જાણીતા પોલો ખેલાડી શૈલેન્દ્ર સિંહ રાજપૂત સાથે લગ્ન કર્યાં છે. દિવસ-રાત શૂટિંગમાં વ્યસ્ત હોવા છતાં સંગીતા ફાલતૂ સમયમાં રાજપૂત મહિલાઓ જેવા ખાનદાની પરિધાનો પહેરવા પસંદ કરે છે. કહતા હૈ દિલ જી લે જરા શોમાં એક 34 વર્ષની મહિલા સાંચીને પોતાના કરતા 7 વર્ષ નાના છોકરા ધ્રુવ એટલે કે ડીવી (રુસલાન મુમતાઝ) સાથે પ્રેમ થઈ જાય છે. સંબંધો અને પ્રેમના તાણાવાણા ધરાવતા શોમાં સંગીતા ઘોષ અને રુસલાન મુમતાઝ છે.

કહતા હૈ દિલ જી લે જરા શોને લોકો ખૂબ જ રસપૂર્વક નિહાળી રહ્યાં છે. લોકોને સાંચી અને ડીવીની લવ-લાઇફ અંગે જાણવા બહુ આતુરતા છે, તો બીજી બાજુ શોના હીરો ડીવી ઉર્ફે રુસલાન મુમતાઝે પણ લોકોનો ધ્યાન ખેંચ્યો છે. આ અંગે તેમણે જણાવ્યું કે તેમને પડદા ઉપર મોટી વયની મહિલા સાથે રોમાંસ કરતા કોઈ મુશ્કેલી નથી પડી રહી.

English summary
On screen, actress Sangeeta Ghosh sports a simple and demure look for her ongoing TV show 'Kehta hai Dil...Jee Le Zara', but behind the scenes she has been busy trying out different looks in traditional Rajputana outfits.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X