મોના, પ્રાચી, બાઇચંગ, મેચાંગ અને હવે ગુરમીત
મુંબઈ, 1 ઑક્ટોબર : રવિવારે કલર્સના લોકપ્રિય શો ઝલક દિખલા જાનો અંત આવી ગયો. આ ફિનાલેમાં જીત હાસલ કરી ટેલીવિઝનના હૅન્ડસમ હીરો ગુરમીત ચૌધરીએ. ગુરમીત ઝલક દિખલા જા 5ના વિનર બન્યાં.
ગુરમીતે ફિનાલેમાં રશ્મિ દેસાઈ અને ઋત્વિકને માત આપી. બિહારમાં જન્મેલ ગુરમીતે પોતાની જીત માટે સમગ્ર દેશની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો અને પોતાના પત્ની તેમજ માતા-પિતા પ્રત્યે પણ આભાર વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે આ લોકોની દુઆઓને પગલે જ હું આ એવૉર્ડ હાસલ કરી શક્યો.
આવો આપને બતાવીએ કે ઝલક દિખલા જા 5 અગાઉના વિજેતા કોણ-કોણ છે?
ઝલક દિખલા જા 1 : ડાંસ રિયાલિટી શો ઝલકની પ્રથમ આવૃત્તિમાં જીત મેળવી હતી ટેલીવિઝનની જસ્સીએ એટલે કે મોના સિંહે. તેમણે ફાઇનલમાં સેક્સી શ્વેતા સાલ્વેને માત આપી હતી.
ઝલક દિખલા જા 2 : ડાંસ રિયાલિટી શો ઝલકની બીજી આવૃત્તિમાં જીત મેળવી હતી એકતા કપૂરની શોધ પ્રાચી દેસાઈએ.
ઝલક દિખલા જા 3 : ડાંસ રિયાલિટી શો ઝલકની ત્રીજી આવૃત્તિ બાઇચંગ ભૂટિયાએ જીતી હતી.
ઝલક દિખલા જા 4 : ડાંસ રિયાલિટી શોની ચોથી આવૃત્તિમાં જીત પ્રાપ્ત કરી હતી મેયાંગ ચૅંગે.