• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મલ્લિકાએ મોદીને એલિજિબલ બૅચલર કહેતાં રાહુલ નારાજ!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 18 સપ્ટેમ્બર : મલ્લિકા શેરાવત કાયમ ચર્ચામાં રહેવા માટે કંઇકને કંઇક શોધી જ લે છે. હવે તેમણે એક નવો હોબાળો ઊભો કર્યો છે નરેન્દ્ર મોદીના જન્મ દિવસે તેમને બર્થ ડે વિશ કરી અને તેમને એલિજિબલ બૅચલર ગણાવી. મલ્લિકા અંગે લોકોએ ઘણું બધું કહેવું શરૂ કરી નાંખ્યું છે અને તેમને ખરુ-ખોટું પણ કહ્યું છે. મોદીના ફૉલોવર તેમજ ફૅન્સ આ વાતથી નારાજ છે.

મલ્લિકા શેરાવત માટે લોકોએ અહીં સુધી કહી નાંખ્યું કે તેઓ પબ્લિસિટીના ભૂખ્યાં છે અને તેથી જ તેમણે એવું કહ્યું છે. મલ્લિકા શેરાવત અંગે લોકોએ ઘણા ટ્વીટ કર્યાં છે અને અનેક પોસ્ટ પણ નાંખી છે. મલ્લિકાએ રાજકીય પક્ષો વચ્ચે પણ પોતાને ટારગેટ બનાવ્યું છે. મલ્લિકાના આ નિવેદન અંગે નરેન્દ્ર મોદીની મજાક પણ શરૂ થઈ ગઈ છે કે જેથી મોદીના ફૅન્સ અને ફૉલોઅર્સ નારાજ છે.

મલ્લિકા શેરાવત આજકાલ પોતાના ટેલીવિઝન રિયલિટી શો ધ બૅચલેરેટ ઇન્ડિયા મેરે ખ્યાલોં કી મલિકા માટેનું શૂટિંગ કરી રહ્યાં છે. ઉદયપુર ખાતે ચાલતા શૂટિંગ દરમિયાન મલ્લિકાએ સમય કાઢી નરેન્દ્ર મોદીને તેમના જન્મ દિવસની શુભેચ્છા પાઠવી અને એ રીતે પાઠવી કે હોબાળો મચી ગયો અને મલ્લિકા શેરાવત ચર્ચામાં પણ આવી ગયાં છે. લોકો તો મજાક પણ ઉડાવી રહ્યાં છે કે મલ્લિકાનું આ વીડિયો જોઈ રાહુલ ગાંધી બહુ નારાજ છે, કારણ કે નરેન્દ્ર મોદી જો બૅચલર હોય, તો તેઓ પણ તો હાલ બૅચલર જ છે.

કોંગ્રેસે મલ્લિકાને દોષી ઠેરવી

કોંગ્રેસે મલ્લિકાને દોષી ઠેરવી

ટ્વીટર પર એક ફૉલોઅરે લખ્યું છે કે કોંગ્રેસ પક્ષે મલ્લિકાનું આ નિવેદન સાંભળ્યા બાદ મલ્લિકાને ગુનેગાર કહી છે અને જણાવ્યું છે કે મલ્લિકાએ આ બહુ ખોટુ કર્યું છે. તેમને આ રીતે કોઈની ઉપર કૉમેંટ ન કરવી જોઇએ.

ઉલ્ટી ગંગા

ઉલ્ટી ગંગા

અંકિત ગુપ્તાએ ટ્વીટર પર લખ્યું છે કે મેં અનેક વખત મતો માટે રાજકીય પક્ષોને બૉલીવુડને યૂઝ કરતા જોયા હતાં, પણ પહેલી વાર જોયું છે કે કોઈ બૉલીવુડ સેલિબ્રિટી આ રીતે કોઈ પૉલિટિકલ લીડરને યૂઝ કરી પોતાની પબ્લિસિટી કરતી હોય.

આ સાંભળતા પહેલા મરી જવું જોઇએ

આ સાંભળતા પહેલા મરી જવું જોઇએ

રિયાને ટ્વીટ કર્યું - હે ભગવાન, મેં હજી હમણા જ મલ્લિકા શેરાવતનું મોદીને બર્થ ડે વિશ કરતું વીડિયો જોયું. હું હજીય શૉક્ડ છું. મને લાગે છે કે આ સાંભળતા પહેલા મારે મરી જવુ જોઇતુ હતું.

રાજકારણમાં તો નહીં ઝુકાવે?

રાજકારણમાં તો નહીં ઝુકાવે?

મલ્લિકાએ જે રીતે મોદીને બર્થ ડે વિશ કરી, તેનાથી લોકોમાં પ્રશ્ન ઊભો થયો છે કે ક્યાંક મલ્લિકા રાજકારણમાં તો નહીં ઝુકાય?

રાહુલ અપસેટ

રાહુલ અપસેટ

ટ્વીટર પર મજાક ઉડાડતા કોઈકે લખ્યું છે - રાહુલ ગાંધી આ વાતથી ખૂબઅપસેટ છે કે તેમના માટે ક્યારેય મલ્લિકાએ આવું નથી કહ્યું કે તેઓ એલિજિબલ બૅચલર છે, જ્યારે તેઓ છે અને નરેન્દ્ર મોદી અંગે આટલુ બધુ કહી નાંખ્યું.

English summary
Mallika Sherawat wished Narendra a very happy birthday and said Narendra Modi is a Eligible Bachelor. Narendra Modi followers are very angry with Mallika.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X