મિહિર-તુલસીનું મિલન, જ્યારે ફ્લાઇટમાં મિહિરે તુલસીને જોઇ...

Written By:
Subscribe to Oneindia News

અત્યંત લોકપ્રિય થયેલી ટેલિવિઝન સિરિયલ ક્યોંકી સાસ ભી બહુ થીના લોકલાડીલા પાત્રો મિહાર વિરાણી અને તુલસી એટલે કે, રોનિત રોય અને સ્મૃતિ ઇરાની અચાનક જ એક ફ્લાઇટમાં ભેગા થઇ ગયા હતા. લગભગ 9 વર્ષ પછી તેમની આ તસવીર જોઇ ફેન્સ ખૂબ ખુશ થયા હશે. ટીવી સિરિયલમાં મુખ્ય પાત્ર ભજવનાર આ બંન્ને કલાકારો હાલ પોતાના અલગ અલગ રસ્તે નીકળી પડ્યાં છે.

રોનિત રોય ફિલ્મોમાં નાના પરંતુ મહત્વપૂર્ણ રોલમાં જોવા મળી રહ્યાં છે, તો બીજી બાજુ સ્મૃતિ ઇરાની પોતાની રાજકારણની કારકિર્દીમાં અત્યંત વ્યસ્ત છે. રોનિત જ્યારે ફ્લાઇટમાં સ્મૃતિ ઇરાની મળ્યા, ત્યારે તેમણે આ ક્ષણને કેમેરામાં કેદ કરી લીધી હતી. રોનિતે આ તસવીર પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી છે અને તસવીર ખૂબ ઝડપથી વાયરલ થઇ રહી છે.

ronit roy smriti irani

ક્યોંકી.... સિરિયલમાં સ્મૃતિ ઇરાનીએ તુલસી તથા રોનિત રોયે મિહિરનું પાત્ર ભજવ્યું હતું, આ બંન્ને ઓન સ્ક્રિન પતિ-પત્નીના રોલમાં જોવા મળ્યા હતા. શોમાં રોનિતની એન્ટ્રી ખાસી મોડી થઇ હતી, આમ છતાં દર્શકોને આ જોડી ખૂબ પંસદ પડી હતી. સ્મૃતિ ઇરાનીએ રાજકારણમાં ઝંપલાવ્યા બાદ તેમના ફેન્સને આશા પણ નહીં હોય કે, આ બંન્નેની સાથે કોઇ તસવીર જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે, એક્તા કપૂરની આ સિરિયલ દ્વારા જ સ્મૃતિએ એન્ટરટેઇન્મેન્ટ ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. તેમણે વર્ષો સુધી આ સિરિયલમાં તુલસીનું પાત્ર ભજવ્યું હતું, તેઓ સિરિયલની લીડ એક્ટ્રેસ હતા. ક્યોંકી.... ભારતીય ટેલિવિઝન ઇતિહાસની સૌથી લાંબી ચાલનારી સિરિયલોમાંની એક છે. વર્ષ 2000થી લઇને 2008 સુધી આ સિરિયલ ચાલુ રહી હતી.

English summary
Mihir-Tulsi Reunion. Ronit Roy met Smriti Irani in the flightRonit shared a selfie on social media account.
Please Wait while comments are loading...