'યે રિશ્તા ક્યા કહેલાતા હે'ની મોહિના કુમારીના પરિવારના 21 લોકો કોરોના પૉઝિટીવ
યે રિશ્તા ક્યા કહેલાતા હેમાં કીર્તિની ભૂમિકા નિભાવનાર અભિનેત્રી મોહના સિંહ અને તેમનો આખો પરિવાર કોરોના પૉઝિટીવ આવ્યો છે. મોહિનાના હાલમાં જ લગ્ન થયા છે. તે પોતાની સાસરી ઋષિકેશમાં રહેતી હતી. હવે કોરોના સંક્રમિત હોવાના કારણે તેમને ત્યાંની એમ્સમાં એડમિટ કરવામાં આવી છે. મોહિનાના આખા પરિવારને કોરોના થઈ ગયો છે. આની શરૂઆત તેની સાસુ અમૃતા રાવતથી થઈ. ત્યારબાદ આરોગ્ય વિભાગની ટીમે મોહિનાના સસરા સતપાલ અને બાકીના સભ્યોની પણ કોરોનાની તપાસ કરાવી. ત્યારબાદ કુલ મળીને 41 લોકોના સેમ્લ તપાસ માટે મોકલવામાં આવ્યા. મીડિયા રિપોર્ટસ અનુસાર આનો રિપોર્ટ ચોંકાવનારો છે.

21 લોકો સંક્રમિત
આમાંથી કુલ મળીને 21 લોકો સંક્રમિત થયા છે. મોડી રાતે હોસ્પિટલમાંથી ફેન્સ સાથે મોહિનાએ કોરોનાની પીડાને શેર કરી છે. પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને મોહિનાએ હોસ્પિટલમાંથી જણાવ્યુ કે અત્યારે તેની હાલત કેવી છે. તેણે એક ઈમોશનલ પોસ્ટ લખી છે.

મોહિના કુમારી અને તેનો પરિવાર કોરોના પૉઝિટીવ
મોહિના કુમારી અને તેના ઘરના 5 સભ્ય કોરોના પૉઝિટીવ આવ્યા છે. જે બાદ બધાને ઋષિકેશની એક હોસ્પિટલમમાં એડમિટ કરવામાં આવ્યા છે જ્યાં બધા લોકો ક્વૉરંટાઈન છે અને દેખરેખમાં છે.

મોહિના કુમારીનો મેસેજ
મોહિનાએ પોતાના કોરોના સંક્રમિત હોવા પર ફેન્સ માટે હોસ્પિટલમાંથી એક મેસેજ ઈન્સ્ટાગ્રામ પર લખ્યો છે. જ્યાં તે જણાવી રહી છે કે અત્યારે તેની સ્થિતિ કેવી છે, મોહિનાના કોરોના હોવાનુ દર્દ અને મુશ્કેલી આ મેસેજથી સમજી શકાય છે.

મોહિનાએ લખ્યુ સૂઈ નથી શકતી
મોહિનાએ લખ્યુ કે સૂઈ નથી શકતી... શરૂઆતના દિવસ મુશ્કેલીભર્યા રહ્યા છે. ખાસ કરીને જે ઘરના મોટા અને યંગ લોકો રહ્યા છે. હું પ્રાર્થના કરુ છુ કે જલ્દી બધા સાજા થઈ જાય... અમને ફરિયાદ કરવાનો કોઈ આધાર નથી. કારણકે બહાર લોકો અમારાથી પણ વધુ મુશ્કેલીઓ સહન કરી રહ્યા છે. હું એ બધા લોકોનો આભાર માનવા ઈચ્છુ છે જે અમારા માટે પ્રાર્થના કરી રહ્યા છે. અને તમે અમને સતત પોતાનો પ્રેમ આપતા રહો. આ અમને હિંમત આપે છે. તમારા બધાો દિલથી ખૂબ જ આભાર. તમારા બધાનો આભાર.

મોહિના કુમારીના સાસુને પહેલા આવ્યો તાવ
મોહિનાએ કોરોના હોવા અંગે માહિતી આપતા કહ્યુ હતુ કે તેની સાસુને તાવ આવ્યો હતો પરંતુ તેમનો પહેલો ટેસ્ટ નેગેટીવ આવ્યો પરંતુ જ્યારે તેમનો તાવ મટ્યો નહિ તો આખા પરિવારનો કોરોના ટેસ્ટ કરાવવાનુ વિચાર્યુ. ટેસ્ટ કરાવવા પર બધાનુ રિઝલ્ટ પૉઝિટીવ આવ્યુ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેના પતિ સુયશ અને તેમના કેબિનેટ મંત્રી સતપાલ મહારાજ, જેઠાણી આરાધ્યા અને તેમના પાંચ વર્ષના દીકરા શ્રેયાંશ પણ કોરોના પૉઝિટીવ છે. આ સાથે જ તેમના ઘરમાં કામ કરનારા 17 લોકોને પણ કોરોના છે.
જાણો શું છે 'નિસર્ગ'નો અર્થ, 1891 બાદ મહારાષ્ટ્રમાં પહેલી વાર થઈ આ ખાસ વાત