જુઓ નાના પડદાની મોસ્ટ લવ્ડ લવ-સ્ટોરીઝ!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 11 જાન્યુઆરી : ભારતીય ટેલીવિઝન સીરિયલો લવ ફૅક્ટર વગર અપૂર્ણ છે. અહીં ભારતીય ટેલીવિઝન સીરિયલોની કેટલીક એવી પ્રણય કથાઓ દર્શાવવા જઈ રહ્યાં છીએ કે જેમણે લાખો હૃદયો જીત્યાં છે. ઝી ટીવીની કુબૂલ હૈ, સ્ટાર પ્લસની દીયા ઔર બાતી હમ તથા કલર્સની મધુબાલા જેવી સીરિયલોમાં લવ સ્ટોરી જ કેન્દ્રમાં છે.

જો થોડાક દાયકા અગાઉની વાત કરીએ, તો મિહિર-તુલસી, પાર્વતી-ઓમ તથા અનુરાગ-પ્રેરણા જેવી પ્રણય જોડીઓએ નોંધનીય રીતે લોકોના દિલોમાં જગ્યા સ્થાપિત કરી હતી, પરંતુ આજની પ્રણય કથાઓમાં મોટા પરિવર્તનો જોવા મળે છે. આજની પ્રણય કથાઓમાં રોમાંસ, ફાઇટ, પૅશન, એગ્રેસન તથા ડેડિકેશન જોવા મળે છે.

 

ઝી ટીવીની કુબૂલ હૈ સીરિયલ લવ-સ્ટોરીની બાબતમાં ટોચે છે. અસદ અને ઝોયા આજે ઘર-ઘરમાં જાણીતા બની ગયાં છે. બંનેની કેમેસ્ટ્રી લોકોને ગમી રહી છે, તો સ્ટાર પ્લસની દીયા ઔર બાતી હમના સૂરજ અને સંધ્યા પણ લોકોમાં બહુ લોકપ્રિય છે. તેવી જ રીતે ઝી ટીવીના જોધા અકબર પણ લોકોની પસંદગીની જોડીઓમાંની એક છે.

આવો તસવીરો સાથે જોઇએ મોસ્ટ લવ્ડ લવ-સ્ટોરીઝ ઑફ ટેલીવિઝન :

અસદ-ઝોયા
  

અસદ-ઝોયા

કુબૂલ હૈના અસદ અને ઝોયાનું પાત્ર ભજવી રહ્યાં છે કરણ સિંહ ગ્રોવર તથા સુરભિ. આ જોડી મોસ્ટ લવ્ડ લવ-સ્ટોરીઝમાં ટોચે છે. જોકે હવે કરણ સિંહ આ સીરિયલમાંથી હાંકી કઢાયાં છે અને તેમના સ્થાને રાકેશ વશિષ્ઠની એન્ટ્રી થઈ છે.

સૂરજ-સંધ્યા
  

સૂરજ-સંધ્યા

દીયા ઔર બાતી હમના સંધ્યા તથા સૂરજનો રોલ કરી રહ્યાં છે દીપિકા સિંહ તેમજ અનસ રાશિદ. આ જોડી બીજા સ્થાને છે.

આરકે-મધુ
  

આરકે-મધુ

દૃષ્ટિ ધામી તથા વિવાનના રોલ ધરાવતી મધુબાલા જુદા જ પ્રકારની લવ-સ્ટોરી રજૂ કરે છે.

જોધા-અકબર
  
 

જોધા-અકબર

જોધા તથા અકબરનો રોલ કરી રહ્યાં છે રજત તથા પરિધિ.

કુમુદ-સરસ
  

કુમુદ-સરસ

સરસ્વતી ચંદ્રની કુમુદ અને સરસની જોડી પાંચમા સ્થાને છે. કુમુદનો રોલ જેનિફર વિંગેટ કરી રહ્યાં છે, જ્યારે સરસ્વતીનો રોલ ગૌતમ કરી રહ્યાં છે.

શિવ-આનંદી
  

શિવ-આનંદી

બાલિકા વધુની શિવ-આનંદની જોડી છઠા સ્થાને છે કે જે રોલ સિદ્ધાર્થ અને તોરલ કરી રહ્યાં છે.

અરણવ-ખુશી
  

અરણવ-ખુશી

સાન્યા ઈરાની અને બરુન સોબતી અરણ અને ખુશી તરીકે ઇસ પ્યાર કો ક્યા નામ દૂં દ્વારા લોકપ્રિય છે.

પૂર્વી-અર્જુન
  

પૂર્વી-અર્જુન

પવિત્ર રિશ્તાની જોડી પૂર્વી અને અર્જુનનો રોલ આશા અને ઋત્વિક કરી રહ્યાં છે.

રામ-પ્રિયા
  

રામ-પ્રિયા

બડે અચ્છે લગને લગે... ના રામ અને પ્રિયાનો રોલ રામ કપૂર તેમજ સાક્ષી તંવર કરી રહ્યાં છે.

આદિત્ય-પંખુડી
  

આદિત્ય-પંખુડી

પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારામાં આદિત્ય અને પંખુડીની લવ-સ્ટોરી પણ લોકચાહના ધરાવે છે.

મોહન-મેઘા
  

મોહન-મેઘા

ના બોલે તુમ ન મૈંને કુછ કહાના મોહન (કુણાલ) તથા મેઘા (અકાંશા)ની જોડી પણ લોકોને ગમે છે.

મયંક-નૂપુર
  

મયંક-નૂપુર

મિલે જબ હમ તુમની જોડી નૂપુર તથા મયંક પણ લોકચાહના મેળવી રહે છે.

English summary
Here is the list of the most loved love stories of Indian Television. Qubool Hai, Diya Aur Baati Hum, Jodha Akbar and Saraswatichandra are on the top.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.