શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાંથી બબીતાજીને કાઢી દેવામાં આવી છે? જાણો મુનમુન દત્તાએ શું કહ્યુ
મુંબઈઃ ટીવીની સૌથી લોકપ્રિય સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી મુનમુન દત્તાને લઈને છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર અફવાઓ ચાલી રહી છે. મુનમુન દત્તા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાના સૌથી ફેમસ રોલમાંથી એક છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ દાવો કર્યો છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી મુનમુન દત્તા એટલે કે બબીતાજીને કાઢી દેવામાં આવી છે. વાસ્તવમાં આ અંગેની ચર્ચા ત્યારે થઈ જ્યારે અમુક હાલના એપિસોડના શૂટિંગ માટે સેટ પર મુનમુન આવી નહોતી. ત્યારબાદ અફવાઓ આવા કે એક વીડિયોમાં તેની કથિત જાતિવાદી ટિપ્પણી પર વિવાદ બાદ તેને તારક મહેતા છોડવા માટે કહેવામાં આવ્યુ છે. હવે મુનમુન દત્તાએ ખુદ આ અફવાઓ પર મૌન તોડ્યુ છે અને સત્ય જણાવ્યુ છે.

મુનમુનદત્તાએ જણાવ્યુ સત્ય
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત કુમાર મોદીએ પહેલા જ આ અફવાઓનો ફગાવી દઈને કહ્યુ હતુકે મુનમુનના શો છોડવાનો કે કાઢવાની વાત માત્ર અફવા છે. હવે અભિનેત્રી મુનમુનદત્તાએ ખુદ આ અફવાઓનુ ખંડન કર્યુ છે. 13 વર્ષથી શોનો હિસ્સો રહેલી મુનમુને કહ્યુ કે, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની વર્તમાન ટ્રેકને મારી હાજરીની જરૂર નહોતી એટલા માટે હું શૂટિંગ પર નહોતી ગઈ.'

મુનમુન દત્તાએ કહ્યુ - 'છેલ્લા 2-3 દિવસોમાં...'
મુનમુન દત્તાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર લખ્યુ, 'છેલ્લા 2થી 3 દિવસોમાં અમુક વસ્તુઓ ખોટી બતાવવામાં આવી, જેની મારા જીવન પર નેગેટીવ અસર થઈ રહી છે. લોકો કહી રહ્યા છે કે મે શોના સેટ પર રિપોર્ટ ન કર્યુ પરંતુ આ સંપૂર્ણપણે ખોટુ છે. સચ્ચાઈ એ છે કે જો પણ કહાની લખવામાં આવી હતી તેમાં મારી ઉપસ્થિતિની જરૂર નહોતી માટે મને પ્રોડક્શન તરફથી શૂટ કરવામાં માટે બોલાવવામાં આવી નહોતી.'

'તારક મહેતા શોની કહાની હું નક્કી નથી કરતી...'
મુનમુન દત્તાએ આગળ લખ્યુ, 'હું તારક મહેતા શોના સીન કે કહાની નક્કી નથી કરતી. પ્રોડક્શન કરે છે. હું માત્ર શોમાં કરનારી એક વ્યક્તિ છુ જે કામ પર જાય છે, પોતાનુ કામ કરે છે અને પાછી આવે છે. માટે જો મારા સીનની જરૂર ન હોય તો ચોક્કસપણે હું શૂટિંગમાં નથી જતી. વળી જો હું શો છોડવાનુ વિચારીશ તો હું ખુદ એ જણાવીશ કારણકે મારુ માનવુ છે કે શોના ફેન્સ જે ભાવનાત્મક રીતે મારા ચરિત્ર સાથે જોડાયેલા છે અને તે માત્ર અટકળોની તુલનામાં સચ્ચાઈ જાણવાને લાયક છે. આભાર.'

ટ્વિટર પર ટ્રેન્ડ થયુ હતુ #ArrestMunmunDutta
આ વર્ષે મેમાં મુનમુન દત્તા ચર્ચાનુ કેન્દ્ર એ વખતે બની ગઈ હતી જ્યારે તેની યુટ્યુબ ચેનલની એક વીડિયો ક્લીપ વાયરલ થઈ ગઈ હતી જેમાં તેણે જાતિ વિષયક ટિપ્પણી કરી હતી અને એક જાતિ વિશેષ માટે અપમાનજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ હેશટેગ #ArrestMunmunDutta સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યુ હતુ. ત્યારબાદ 10મેએ મુનમુન દત્તાએ માફીનામુ જાહેર કર્યુ હતુ. માફીનામામાં મુનમુન દત્તાએ પોતાની ભાષા માટે માફી માંગી હતી. અમુક શહેરોમાં આ વીડિયો માટે કેસ પણ નોંધવામાં આવ્યા હતા.