For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડૉ. હાથીના અંતિમ સંસ્કારમાં ફેન્સની હરકતોથી ભડકી બબીતા

કવિ કુમારના ઘરે પહોંચેલા કલાકારોને લોકોના અસંવેદનશીલ વ્યવહારનો સામનો કરવો પડ્યો. સીરિયલમાં બબીતાની ભૂમિકા નિભાવનાર મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર પોતાની ભડાસ કાઢી છે.

|
Google Oneindia Gujarati News

ટીવીના હિટ શો તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં ડૉ. હાથીની ભૂમિકા નિભાવનાર અભિનેતા કવિ કુમાર આઝાદના અચાનક મૃત્યુથી ટીવી ઉદ્યોગ શોકમાં છે. સીરિયલના તેમના સહ કલાકારો અંતિમ સંસ્કાર પહેલા તેમના ઘરે તેમને અંતિમ વિદાય આપવા માટે પહોંચ્યા જ્યાં તેમને એવી સ્થિતિનો સામનો કરવો પડ્યો જે તેમણે સપનામાં પણ વિચાર્યુ નહોતુ. કવિ કુમારના ઘરે પહોંચેલા કલાકારોને લોકોના અસંવેદનશીલ વ્યવહારનો સામનો કરવો પડ્યો. સીરિયલમાં બબીતાની ભૂમિકા નિભાવનાર મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર પોતાની ભડાસ કાઢી છે.

મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર કાઢ્યો ગુસ્સો

મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર કાઢ્યો ગુસ્સો

મુનમુન દત્તાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગુસ્સો કાઢતા લખ્યુ, "હું લોકોના વ્યવહારથી ખૂબ દુઃખી છું. જ્યારે અમે અંતિમ સંસ્કાર પહેલા હાથી ભાઈને અંતિમ વિદાય આપવા પહોંચ્યા ત્યારે લોકો ત્યાં સેલ્ફી લેવા લાગ્યા. લોકો પોતાના ફોન કાઢીને અમારા મોઢા પર રાખતા હતા. ભલે તે આન્ટી હોય કે યુવાનો હોય. આ બહુ જ શરમજનક છે." મુનમુન દત્તા આગળ લખે છે કે આ દર્શાવે છે કે તમે આવા મુશ્કેલીના સમયમાં લોકોની કેટલી ઈજ્જત કરો છો.

"એક સેલ્ફી લેવા માટે આટલુ બધુ?"

"આ બધુ એક સેલ્ફી માટે ? જેથી તમે તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શકો અને વૉટ્સએપ પર મોકલી શકો. આવા મુશ્કેલીના સમયમાં સામાન્ય જનતા ક્યારેય સમ્માન આપવા નહિ પરંતુ સેલિબ્રિટીઝને જોવા, તેમની સાથે ફોટા પડાવવા અને મોજ મસ્તી કરવા આવે છે." લોકોને જોઈને મુનમુન દત્તાને એટલો ગુસ્સો આવ્યો કે તે બે જણા પર તો ભડકી. "હું બે જણાને તો બોલી કારણકે તે એમના ફોન મારા મોઢા પર લાવતા હતા."

ગુસ્સામાં નીકળી ગઈ મુનમુન દત્તા

ગુસ્સામાં નીકળી ગઈ મુનમુન દત્તા

"બાજુની બિલ્ડીંગના લોકો અમને જોઈને હસતા હતા. મને તેમના ચહેરા પર કોઈ સમ્માન ના જોવા મળ્યુ અને ત્યાં કોઈ તમાશો થઈ જાય તે પહેલા હું તે જગ્યા છોડીને જતી રહી." કવિ કુમાર આઝાદે 9 જુલાઈને આ દુનિયાને અલવિદા કહી દીધી. તે છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં ભરતી હતા અને સોમવારે સવારે હ્રદય રોગનો હુમલો થવાના કારણે તેમનું નિધન થઈ ગયુ.

English summary
Munmun Dutta Lashes Out At Fans Insensitive Behaviour At Kavi Kumar Azad's Cremation Ceremony.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X