ટેલિવિઝનની આ હોટ એક્ટ્રેસ બોલિવૂડ ડેબ્યૂ માટે છે તૈયાર!

Written By:
Subscribe to Oneindia News

ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની દિવા કહેવાતી મૌની રોય પોતાના બોલિવૂડ ડેબ્યૂને લઇને આજકાલ ખૂબ ચર્ચામાં છે. અક્ષય કુમારની આગામી ફિલ્મ 'ગોલ્ડ'માં મૌની રોય જોવા મળનાર છે. જી હા, આ વાત એકદમ સાચી છે અને તે ઓગસ્ટથી આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરનાર છે. આ માટે તેણે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. બોડીને ટોન કરવા માટે તે નિયમિત યોગા કરી રહી છે.

મૌનીનો ડિફરન્ટ અવતાર

મૌનીનો ડિફરન્ટ અવતાર

મુંબઇ મિરરના અહેવાલો અનુસાર, એક સૂત્રએ મૌનીના ડેબ્યૂ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, 'આ ફિલ્મમાં મૌની ફિલ્મની એરાને અનુરૂપ એકદમ જુદા અવતારમાં જોવા મળશે. તે ઓગસ્ટમાં આ ફિલ્મનું શરૂ કરશે, જે 20થી 25 દિવસ ચાલશે. મૌની અક્ષય કુમાર સાથે શૂટિંગ કરનાર છે.'

મહત્વપૂર્ણ રોલ

મહત્વપૂર્ણ રોલ

આ ખબરો અને મૌની રોયની તૈયારીઓ અને ઉસ્તાહ પરથી લાગી રહ્યું છે કે, ફિલ્મ 'ગોલ્ડ'માં તેનો નાનો પરંતુ મહત્વપૂર્ણ રોલ હશે. જો કે, ફિલ્મની કાસ્ટ અંગેનું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ હજુ થયું નથી.

મૌનીને કઇ રીતે મળ્યો આ રોલ?

મૌનીને કઇ રીતે મળ્યો આ રોલ?

સૌને ખબર છે કે, મૌના રોયે બોલિવૂડના દબંગ સલમાન ખાન સાથે ખૂબ સારો રેપો કેળવ્યો છે. 'નાગિન'ના પ્રમોશન માટે તે 'બિગ બોસ'ના સેટ પર પણ ગઇ હતી. કહેવાય છે કે, સલમાનના આ એક્ટ્રેસ પર ચાર હાથ છે. સલમાન મૌની રોયથી ખૂબ ઇમ્પ્રેસ થયા છે અને આ કારણે જ તેને અક્ષયની ફિલ્મ મળી હોવાનું કહેવાય છે.

સુપરનાઇટ વિથ ટ્યૂબલાઇટ

સુપરનાઇટ વિથ ટ્યૂબલાઇટ

સલમાન ખાને 'ટ્યૂબલાઇટ'ના પ્રમોશન માટે સ્પેશિયલ એપિસોડ 'સુપરનાઇટ વિથ ટ્યૂબલાઇટ'નું આયોજન કર્યું હતું. આ એપિસોડમાં પણ મૌની રોયનું એક પર્ફોમન્સ રાખવામાં આવ્યું હતું. તેણે સલમાનના સુપરહિટ સોંગ્સની મેલડી પર પર્ફોમ કર્યું હતું.

સલમાનની ફિલ્મમાં મૌની

સલમાનની ફિલ્મમાં મૌની

ત્યારે કહેવાઇ રહ્યું હતું કે, સલમાન જલ્દી જ પોતાની હોમ પ્રોડક્શનની કોઇ ફિલ્મમાં મૌનીને લોન્ચ કરશે. પરંતુ એમાં વાત ન બનતાં, સલમાને પોતાના મિત્ર અક્ષય કુમારને મૌનીનું નામ સજેસ્ટ કર્યું હોવાનું કહેવાય છે.

સુંદર ડાન્સર છે મૌની

સુંદર ડાન્સર છે મૌની

મૌની રોય ખૂબ સુંદર ડાન્સ કરે છે. તેણે ફિલ્મ 'તુમ બિન 2' થકી જ ખરેખર તો બોલિવૂડમાં પદાર્પણ કરી દીધું છે. આ ફિલ્મમાં મૌનીનો સ્પેશિયલ એપિરિયન્સ હતો, તેણે સ્પેશિયલ સોંગ 'નાચના આઓંદા નહીં' પર ડાન્સ કર્યો હતો.

હોકી પર આધારિત ફિલ્મ 'ગોલ્ડ'

હોકી પર આધારિત ફિલ્મ 'ગોલ્ડ'

'ગોલ્ડ' ફિલ્મ આપણી રાષ્ટ્રીય રમત હોકી પર આધારિત છે. સૂત્રના જણાવ્યા અનુસાર, હોકી એ પ્લોટનો મહત્વપૂર્ણ ભાગ ચોક્કસ છે, પરંતુ સાથે જ તે હ્યુમન ડ્રામા પણ છે. 'ગોલ્ડ' ફિલ્મનો પ્લોટ ઇન્ડિયાની 12 વર્ષની હોકીની હિસ્ટ્રી પર આધારિત છે, પરંતુ અહીં તથ્યોને કાલ્પનિક વળાંક આપવામાં આવ્યો છે. વર્ષ 1948માં ભારતે સ્વતંત્ર દેશ તરીકે હોકી માટે પહેલું ઓલમ્પિક મેડલ મેળવ્યું હતું, એની પર આ ફિલ્મ આધારિત છે.

English summary
Naagin actress Mouni Roy is all set for Akshay Kumar's Gold!
Please Wait while comments are loading...