ધ કપિલ શર્મા શોમાં સુનીલ ગ્રોવરનું જબરદસ્ત કમબેક, આ સ્ટારે કર્યો ખુલાસો!
આ વખતે ધ કપિલ શર્મા શોના કમબેકનું ફેન્સે દિલ ખોલીને સ્વાગત કર્યુ છે. નિર્માતા કરીકે સલમાન ખાનનું પણ કપિલના નવા શો સાથે જોડાવુ લાભકારી રહ્યુ છે. ક્રિષ્ના અભિષેક, ભારતી સિંહ, કીકુ શારદા અને ચંદન પ્રભાકરના કારણે કોઈને પણ આ વખતે શોમાં સુનીલ ગ્રોવર, ડૉ.ગુલાટી અને રિંકુ ભાભીની ખોટ નથી સાલતી. સલમાન ખાન, સલીન ખાન, અરબાઝ ખાન અને સોહેલ ખાનનું ગયા વીકેન્ડ પર આવવુ કપિલને ટીઆરપીની ભેટ જરૂર આપી ગયુ હશે. આ દરમિયાન સુનીલ ગ્રોવરના શો કાનપુરવાળા ખુરાનાઝને દર્શકો તરફથી નિરાશા મળી રહી છે.

સુનીલ હવે કપિલ સાથેની નારાજગી ભૂલી ચૂક્યા છે
સુનીલ ગ્રોવરે પોતે એ વાતનો ખુલાસો કર્યો હતો કે સલમાન ખાન ઈચ્છે છે કે તે ફરીથી ધ કપિલ શર્મા શોમાં પાછા આવે. સુનીલ હજુ પણ પોતાને થોડો સમય આપવા ઈચ્છે છે. એવુ લાગી રહ્યુ છે કે સુનીલ હવે કપિલ સાથે પોતાની નારાજગી ભૂલી ચૂક્યા છે. એકવાર ફરીથી તે શોમાં કમબેકના વિચારને મજબૂત કરી રહ્યા છે. આવો ઈશારો કપિલના શોના ખાસ સભ્ય નવજોત સિંહ સિદ્ધુએ આપ્યો છે. એક વર્તમાનપત્ર સાથે વાતચીતમાં તેમણે કહ્યુ કે સુનીલને આ વાતનો પોતાને અહેસાસ થશે. જ્યારે તેમનું કમબેક થશે ત્યારે કપિલ ખુલ્લા દિલથી તેમનુ સ્વાગત કરશે. સુનીલને આ વખતે પહેલાથી વધુ સમ્માન આપવામાં આવશે. શું તમે જાણો છો કે તમારા પસંદગીના સુપર સ્ટાર રિયાલિટી શોમાંથી કેટલા કરોડની કમાણી કરે છે...

શિલ્પા શેટ્ટી
એવુ માનવામાં આવી રહ્યુ છે કે શિલ્પા શેટ્ટીએ પર ડાંસર 2 માટે 50થી 80 લાખની ફી ચાર્જ કરી છે.

સલમાન ખાન
સલમાન ખાને બિગ બૉસની પહેલી સિઝન માટે 8થી 10 કરોડની ફી લીધી હતી. આ વખતે આ રકમ દરેક એપિસોડ દીઠ 15 કરોડ પર પહોંચી ગઈ છે.

અક્ષય કુમાર
અક્ષય કુમારે માસ્ટર શેફ અને ખતરો કે ખિલાડી માટે દર એપિસોડ દીઠ 1.5 કરોડની ફી ચાર્જ કરી હતી. લાફ્ટર ચેલેન્જ માટે તેમણે એપિસોડ દીઠ 5 કરોડની ફી લીધી હતી.

ઋતિક રોશન
ઋતિક રોશને જસ્ટ ડાંસ શો માટે 2 કરોડની ફી ચાર્જ કરી હતી.

શાહરુખ ખાન
શાહરુખ ખાને કેબીસી, પાંચવી પાસ અને જોરકા ઝટકા જેવા રિયાલિટી ટીવી શો માટે દરેક એપિસોડ દીઠ લગભગ 2.5 કરોડની ફી ચાર્જ કરી. ટેડ ટૉકના દરેક એપિસોડ માટે શાહરુખે 5 કરોડની ફી લીધી છે.

આમિર ખાન
એવુ માનવામાં આવતુ હતુ કે આમિક ખાને સત્યમેવ જયતેના દરેક એપિસોડ માટે 4 કરોડની ફી લીધી છે. જો કે તેમણે કહ્યુ હતુ કે કોઈ ફી ચાર્જ કરવામાં આવી નથી.

અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચને કેબીસીમાં પોતાની ફી વધારી દીધી છે. હવે તે દરેક એપિસોડ માટે 3 કરોડની ફી લે છે.
આ પણ વાંચોઃ આલોકનાથ મામલે સેશન્સ કોર્ટે કહ્યુ, 'પોતાના ફાયદા માટે વિંતાએ સમયે ફરિયાદ ન કરી'