Video: ઈન્ડિયન આઈડલના સ્ટેજ પર Oops મોમેન્ટનો શિકાર બની નેહા કક્કડ
સિંગર નેહા કક્કડના અવાજના ઘણા લોકો દીવાના છે અન તેના સિતારા અત્યારે બુલંદીઓ પર છે. હાલમાં તે સોની ટીવીના ફેમસ શો ઈન્ડિયન આઈડલને જજ કરી રહી છે. આ શોમાં તેમની સાથે દદલાની અને અનુ મલિક પણ જજ છે. શો દરમિયાન નેહા કક્કડ કંઈક એવુ બન્યુ કે જેના કારણે તેને ઉપ્સ મોમેન્ટનો સામનો કરવો પડ્યો. તમને જણાવી દઈએ કે આ પહેલા આ શોમાં નેહાને એક કન્ટેસ્ટન્ટે કિસ કરી લીધી હતી જેના કારણે તે સમાચારોમા છવાઈ ગઈ હતી.

સોનીએ શેર કર્યો વીડિયો
એન્ટરટેઈનમેન્ટ ચેનલ સોની ટીવી પર પ્રસારિત થતા સિંગિંગ શો ઈન્ડિયન આઈડલની સિઝન 11 ચાલી રહી છે. આ શો દર્શકો દ્વારા ઘણો પસંદ કરવામાં આવે છે. આ શોમાં એક એવો મોકો પણ આવ્યો જ્યારે તે ચર્ચાનો વિષય બની ગયો. વાસ્તવમાં સોની ટીવીએ પોતાના અધિકૃત અકાઉન્ટથી એક વીડિયો શેર કર્યો છે જે ઘણો વાયરલ થઈ ગયો છે. શોની જજ નેહા કક્કડે શોના જ હોસ્ટ આદિત્ય નારાયણને ડાંસ માટે ચેલેન્જ કર્યુ ત્યારબાદ તેની સાથે ઉપ્સ મોમેન્ટ થઈ ગઈ.

આદિત્ય નારાયણને કર્યુ ચેલેન્જ
વીડિયોમાં આદિત્યને ડાંસ માટે ચેલેન્જ કર્યા બાદ નેહા સ્ટેજ પર આવે છે અને ઉદિત સાથે ઉભી રહી જાય છે. સ્ટેજ પર નેહા દિલબરના ગીત પર ડાંસ કરવા લાગે છે. આ દરમિયાન આદિત્ય નારાયણે પણ તેમની સાથે ઠુમકા લગાવ્યા. ડાંસ કરતી વખતે અચાનક નેહાનુ બેલેન્સ બગડે છે અને તે લડખડાવા લાગે છે. પાસે ઉભેલા આદિત્ય તેમને સંભાળવાની કોશિશ કરે છે પરંતુ તે નીચે પડી જાય છે. ત્યારબાદ આદિત્ય તેમની માફી માંગવા લાગે છે. તમને જણાવી દઈએ કે નેહા પોતાના જ ગીત પર ડાંસ કરી રહી હતી.
આ પણ વાંચોઃ અયોધ્યા ચુકાદા પર આવ્યુ સલમાનના પિતાનુ નિવેદન, મુસ્લિમોને આપી સલાહ, પીએમ માટે કહી આ વાત
|
કન્ટેસ્ટન્ટે કરી હતી કિસ
નેહા કક્કડ હંમેશા કોઈને કોઈ કારણે સમાચારોમાં રહે છે. થોડા દિવસો પહેલા નેહા કક્કડને એક કન્ટેસ્ટન્ટે પ્રપોઝ કર્યુ હતુ. તેણે નેહાના નામનુ ટેટૂ પણ હાથમાં બનાવ્યુ હતુ. ત્યારબાદ જ્યારે નેહાએ તેને ગળે લગાવ્યો તો તેણે નેહાને પકડીને કિસ કરી લીધી. ત્યારબાદ તે અસહજ અનુભવવા લાગી અને કન્ટેસ્ટન્ટને અંતર જાળવી લીધુ. ફેનની દીવાનગી નેહા કક્કડને ઘણી મોંઘી પડી ત્યારબાદ એ વ્યક્તિની સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઈ હતી.