• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics: નિયા શર્માએ પોસ્ટ કર્યો ખૂબ જ બોલ્ડ ફોટો, ફેન્સે કહ્યુ - કંઈ પણ પહેરે, શાનદાર લાગે છે

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ નિયા શર્મા પોતાના બોલ્ડ ફોટા માટે જાણીતી છે અને તેનુ ઈન્સ્ટાગ્રામ આવા ફોટાઓથી ભરેલુ રહે છે. હવે નિયા શર્માએ વધુ એક ફોટોશૂટમાંથી અમુક ફોટા શેર કર્યા છે જ્યાં નિયા શર્મા પોતાની અપર બૉડીને માત્ર એક ખુલ્લા બ્લેઝરથી ઢાંકતી જોવા મળી રહી છે. દરેક ફોટામાં નિયા કહેર વરસાવી રહી છે. નિયા શર્માના આ ફોટાઓને જોઈને ફેન્સ તેની અઢળક પ્રશંસા કરી રહ્યા છે અને તેના ઈન્ડસ્ટ્રીના દોસ્ત પણ આ ફોટાઓ પર દિલ ખોલીને કમેન્ટ કરી રહ્યા છે.

'તુ કંઈ પણ પહેરી લે, શાનદાર લાગે છે'

'તુ કંઈ પણ પહેરી લે, શાનદાર લાગે છે'

નિયા શર્માની આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર યે રિશ્તા ક્યા કહેલાતા હે, યે રિશ્તે હે પ્યાર કે અભિનેત્રી લતા સબરવાલે કમેન્ટ કરીને લખ્યુ - તુ કંઈ પણ પહેરી લે, શાનદાર લાગે છે. વળી, નિયાના બીજા દોસ્તોએ પણ આ ફોટાઓ પર દિલવાળી ઈમોજીનો વરસાદ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે નિયા શર્મા જલ્દી સાત સમંદર પાર નામના મ્યૂઝિક વીડિયોમાં દેખાશે. નિયા આનુ શૂટિંગ પણ કરી ચૂકી છે. નિયા શર્મા પોતાના કરિયરની શરૂઆત સ્ટાર પ્લસના શો કાલીઃ એક અગ્નિપરીક્ષા સાથે કરી હતી. આ સીરિયલમાં નિયા શર્મા એક સ્કૂલ જતી છોકરીની ભૂમિકામાં હતી. તે ક્રાઈમ થ્રિલર, જાણીતી રુચિકા ગિરહોત્રા કેસ પર આધારિત હતો.

બદલી પોતાની છબી

બદલી પોતાની છબી

નિયા શર્માએ ટીવી પર ખૂબ જ બોલ્ડ ભૂમિકાઓ કરી પરંતુ તે એક ઘરેલુ છોકરીની ભૂમિકામાં દેખાઈ. પરંતુ સોશિયલ મીડિયામાં સક્રિય થતાં જ નિયા શર્માએ પોતાની બોલ્ડ થબી, દર્શકો સામે રજૂ કરી અને સૌ કોઈ તેના આ બેબાક અંદાજના ફેન બની ગયા.

રવિ દૂબે સાથે જમાઈ રાજા

રવિ દૂબે સાથે જમાઈ રાજા

રવિ દૂબે સાથે ઝી ટીવીના શો જમાઈ રાજા કર્યા બાદ નિયા શર્માની ફેન ફોલોઈંગમાં અઢળક વધારો થયો. આ સીરિયલમાં નિયા અને રવિની જોડી ફેન્સને એટલી ગમી ગઈ કે જમાઈ રાજા 2.0 સાથે આ શાનદાર જોડીએ ડિજિટલ ટીવી પર વાપસી કરી.

કૉમેડી કરવાની કોશિશ

કૉમેડી કરવાની કોશિશ

કૉમેડી નાઈટ્સ બચાઓ સાથે નિયા શર્માએ કૉમેડી કરવાની પણ કોશિશ કરી. જો કે, તેનો કૉમેડી અવતાર લોકોને એટલો ગમ્યો નહિ.

નિયા નહિ નેહા

નિયા નહિ નેહા

નિયા શર્માનુ નામ નિયા શર્મા નહિ પરંતુ નેહા શર્મા હતુ. નિયાએ માસ કમ્યુનિકેશનમાં જ અભ્યાસ કર્યા બાદ ટીવીની દુનિયામાં પગ મૂક્યો. નિયાનો જન્મ 1990માં થયો હતો અને હાલમાં જ તેણે પોતાનો 31મો જન્મદિવસ મનાવ્યો છે.

ટીવીથી રિયાલિટી શો સુધી

ટીવીથી રિયાલિટી શો સુધી

ટીવીની દુનિયામાં ડેઈલી સોપ કર્યા બાદ નિયા શર્માએ રિયાલિટી ટીવીની દુનિયામાં પગ મૂક્યો હતો ફિયર ફેક્ટર ખતરો કે ખિલાડી સાથે. રોહિત શેટ્ટીના આ શોની આઠમી સિઝનની પહેલી ફાઈલિસ્ટ હતી નિયા શર્મા.

એશિયાની સૌથી સેક્સી મહિલા

એશિયાની સૌથી સેક્સી મહિલા

નિયા શર્માનુ નામ ક્યારેય એશિયાની સૌથી સેક્સી મહિલામાં ગણવામાં આવે છે તો ક્યારેક એશિયાની સૌથી સુંદર અને બોલ્ડ મહિલાઓની લિસ્ટમાં તેનુ નામ ટૉપમાં રહે છે. નિયા શર્માએ છેલ્લા અમુક વર્ષોમાં પોતાની ઈન્ટરનેશનલ ફેન ફોલોઈંગ પણ વધારી છે.

ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટા

ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટા

ઈન્સ્ટાગ્રામ પર નિયા શર્માના લગભગ 6.3 મિલિટન ફોલોઅર્સ છે. નિયા ઘણી વાર પોતાના ફેન્સને પોતાના બોલ્ડ અવતારથી ચોંકાવી દે છે. ક્યારેક ફેન્સ તેની બોલ્ડ અદાઓ જોઈને કંઈ કહી નથી શકતા અને ક્યારેક ઘણુ બધુ કહી જાય છે.

ટીવીથી ડિજિટલ સુધી

ટીવીથી ડિજિટલ સુધી

ટીવીની દુનિયાથી નિયા શર્મા હવે ડિજિટલ દુનિયામાં પહોંચી ચૂકી છે. વેબ સીરિઝ ટ્વિસ્ટેડની બે સિઝનમાં તે નમિત ખન્ના અને રાહુલ સુધીર સાથે જોવા મળી હતી.

જીતી ચૂકી છે અઢળક અવૉર્ડ્ઝ

જીતી ચૂકી છે અઢળક અવૉર્ડ્ઝ

ટીવી પર એક સ્કૂલની છોકરીની ભૂમિકાથી શરૂઆત કર્યા બાદ એક નાગિન બનવા સુધી નિયા શર્મા અઢળક અવૉર્ડઝ પોતાના નામે કરી ચૂકી છે. તેની સૌથી યાદગાર ભૂમિકા હતી - સ્ટાર પ્લસની એક હજારોમે મેરી બહેના હેમાં માનવીની ભૂમિકા અને જમાઈ રાજામાં રોશનીની ભૂમિકા. રવિ દૂબે સાથે તેની જોડી, ફેન્સની ફેવરિટ જોડીઓમાંની એક છે.

ટાઈમ્સ મોસ્ટ ડિઝાયરેબલ વૂમન

ટાઈમ્સ મોસ્ટ ડિઝાયરેબલ વૂમન

2020માં નિયા શર્મા ટાઈમ્સની Most Desirable Womenની લિસ્ટમાં નંબર 2 પર હતી. તેના ફેન્સ હંમેશા સોશિયલ મીડિયા પર તેની સાથે મજબૂતી સાથે દેખાય છે.

English summary
Nia Sharma share bold pictures where she drop her top and wear an open blazer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X