For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

OMG : કાનજીનો નવો રૂપ જોવા મળશે નાના પડદે...

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 16 ઑગસ્ટ : ઓહ માય ગૉડ. બે વરસ અગાઉ એટલે કે સપ્ટેમ્બર-2012 પહેલા અંગ્રેજીના આ ત્રણ શબ્દો માત્ર આશ્ચર્યજનક ઉદ્ગાર વ્યક્ત કરવા માટે જ વપરાતા હતાં, પરંતુ ઉમેશ શુક્લા દિગ્દર્શિત અને અક્ષય કુમાર તથા પરેશ રાવલ અભિનીત ફિલ્મ આવ્યા બાદ આ ત્રણ શબ્દો અંધવિશ્વાસ વિરુદ્ધ જાગૃતિ જગાવતી ફિલ્મના પર્યાય પણ બની ચુક્યા છે.

આપને કદાચ સ્મૃતિમાંથી નિકળી ગયુ હોય, તો યાદ અપાવી દઇએ કે ઓહ માય ગૉડ એટલે કે ઓએમજી ફિલ્મ સપ્ટેમ્બર-2012માં રિલીઝ થઈ હતી કે જેમાં પરેશ રાવલ લીડ રોલમાં હતાં અને અક્ષય કુમારે આધુનિક કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. ઓહ માય ગૉડ ફિલ્મમાં આસ્તિક કાનજી મહેતાનો રોલ પરેશ રાવલે કર્યો હતો કે આજે આપણા અમદાવાદ પૂર્વના સાંસદ પણ છે. ફિલ્મને લઈને કેટલાક સંગઠનો અને લોકોએ વિરોધ કર્યો હતો, પરંતુ એ તમામ વિરોધ થાળે પડી ગયા હતાં અને તેની પાછળનું કારણ હતું ઓહ માય ગૉડની મુખ્ય આધાર શિલા ગીતા.

આવતીકાલે જ્યારે ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ એટલે કે જન્માષ્ટમી છે, ત્યારે આ પ્રસંગે કૃષ્ણના ‘ખાસ' ઉપાસકો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. અહીં કૃષ્ણના ખાસ ઉપાસકો એટલા માટે લખાયું છે, કારણ કે કૃષ્ણના કરોડો ઉપાસકો છે, પરંતુ અમારા મુજબ કૃષ્ણની ગીતાના ઉપદેશોને અનુસરનાર ઉપાસક ખાસ ઉપાસક છે અને ઓહ માય ગૉડ ફિલ્મ તેવા ઉપાસકોને જ હજમ થઈ શકે, તેવી ફિલ્મ હતી.

આજે ઓહ માય ગૉડની સ્મૃતિ એટલા માટે સાંભરી આવી, કારણ કે મોટા પડદે કાનજી મહેતાની અંધવિશ્વાસ વિરુદ્ધની ઝુંબેશ હવે નાના પડદે એટલે કે ટેલીવિઝન સીરિયલ તરીકે સાકાર થવાની છે. ચાલો સ્લાઇડર વડે બતાવીએ વિગતવાર માહિતી :

ઓએમજી આધારિત સીરિયલ

ઓએમજી આધારિત સીરિયલ

હાસ્ય-આધ્યાત્મિક ફિલ્મ ઓહ માય ગૉડ પર આધારિત એક નવી ટેલીવિઝન સીરિયલ નાના પડદે ટુંકમાં જ શરૂ થનાર છે.

અંધવિશ્વાસ વિરુદ્ધ ઓએમજી

અંધવિશ્વાસ વિરુદ્ધ ઓએમજી

ઓહ માય ગૉડ સપ્ટેમ્બર-2012માં રિલીઝ થઈ હતે કે જેમાં અંધવિશ્વાસ વિરુદ્ધ કટાક્ષ કરવામાં આવ્યા હતાં અને લોકોને આ ફિલ્મ ખૂબ ગમી હતી.

નીલી છતરી વાલે

નીલી છતરી વાલે

ઓએમજી પર આધારિત નવી ટેલીવિઝન સીરિયલનું નામ છે નીલી છતરી વાલે કે જે ઝી ટીવી પર પ્રસારિત થશે.

યશપાલ શર્મા લીડ રોલમાં

યશપાલ શર્મા લીડ રોલમાં

નીલી છતરી વાલે સીરિયલમાં યશપાલ શર્મા લીડ રોલમાં હશે.

સાક્ષાત્કારી ભગવાન દાસ

સાક્ષાત્કારી ભગવાન દાસ

નીલી છતરી વાલે સીરિયલમાં યશપાલ શર્મા ભગવાન દાસ નામનું ચરિત્ર ભજવશે કે જેને ભગવાનના દર્શન (સાક્ષાત્કાર) થાય છે.

અશ્વિની ધીર નિર્માતા

અશ્વિની ધીર નિર્માતા

નીલી છતરી વાલેનું નિર્માણ અશ્વિની ધીર કરી રહ્યા છે. ધીર સન ઑફ સરદાર તથા અતિથિ તુમ કબ જાઓગે જેવી ફિલ્મોનું દિગ્દર્શન કરી ચુક્યા છે.

અંતરાત્માનો પોકાર

અંતરાત્માનો પોકાર

નીલી છતરી વાલે સીરિયલની વાર્તા ભગવાન દાસ (યશપાલ શર્મા)ની આજુબાજુ ફરે છે કે જે ભગવાનના દર્શન અને સાક્ષાત્કાર બાદ પોતાના અંતરાત્માનો પોકાર સાંભળે છે.

ઓએમજીને મળતી વાર્તા

ઓએમજીને મળતી વાર્તા

નીલી છતરી વાલેની વાર્તા ઓએમજીને મળતી આવે છે કે જેમાં પરેશ રાવલ અને અક્ષય કુમાર લીડ રોલમાં હતાં.

વ્યાવસાયિક-અંગત જીવન વચ્ચે ઝોલા

વ્યાવસાયિક-અંગત જીવન વચ્ચે ઝોલા

હિન્દી ફિલ્મોમાં ગંભીર ભૂમિકાઓ ભજવનાર યશપાલ શર્માએ નીલી છતરી વાલેમાં એક આધેડ વયના સામાન્ય પુરુષની ભૂમિકા ભજવી છે. ભગવાન દાસ કાનપુરમાં રહે છે. તે વ્યાવસાયિક અને અંગત જીવન વચ્ચે સામંજસ્ય બેસાડવા માટે ઝજૂમતો હોય છે.

બુદ્ધ બનશે શિવ

બુદ્ધ બનશે શિવ

મળતી માહિતી મુજબ હાલમાં ઝી ટીવી પર ચાલતી સીરિયલ બુદ્ધમાં ભગવાન બુદ્ધની ભૂમિકા ભજવતાં હિમાંશુ સોની નીલી છતરી વાલેમાં શિવની ભૂમિકા ભજવી શકે છે.

English summary
"OMG - Oh My God", a comedy loved by Bollywood audiences for its satirical take on people's blind belief in god, seems to have inspired a new and upcoming TV show titled "Neeli Chhatri Wale". In the weekend fiction show, actor Yashpal Sharma will be seen as Bhagwan Das, who 'meets' and 'befriends' god.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X