For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એશિયાની સેક્સી સુપરસ્ટાર નિયા શર્મા, પહેલીવાર આવી ફોટો લીક

આજકાલ ટીવી સુપરસ્ટાર પોતાની બોલ્ડ ઇમેજને કારણે ચર્ચાનું કેન્દ્ર બની રહી છે. આજે અમે અહીં વાત કરી રહ્યા છે એશિયાની સેક્સી સુપરસ્ટાર નિયા શર્મા વિશે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

આજકાલ ટીવી સુપરસ્ટાર પોતાની બોલ્ડ ઇમેજને કારણે ચર્ચાનું કેન્દ્ર બની રહી છે. આજે અમે અહીં વાત કરી રહ્યા છે એશિયાની સેક્સી સુપરસ્ટાર નિયા શર્મા વિશે. સોશ્યિલ મીડિયાએ નિયા શર્માની સંસ્કારી ઇમેજ બદલી નાખી છે. નિયા શર્મા વિશે વાત કરવામાં આવે તો તેને પોતાના કરિયરની શરૂઆત એક હજારોં મેં મેરી બહેના ઘ્વારા કરી હતી.

નિયા પોતાના હોટ અવતાર, બોલ્ડ સ્ટેટમેન્ટ્સ અને સ્ટનિંગ રેડ કાર્પેટ લૂકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. વળી તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે, તે અવાર-નવાર પોતાના હોટ ફોટોઝ પોસ્ટ કરતી રહે છે.

યુકેના એક ન્યૂઝ પેપર ઇસ્ટર્ન આય દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં એશિયાની સેક્સિએસ્ટ વુમન તરીકે પ્રિયંકા ચોપરાનું નામ નં.1 પર હતું અને ટેલિવિઝન એક્ટ્રેસ નિયા શર્મા રનર-અપ બની હતી. આ નામ વાંચીને ઘણાને નવાઇ લાગી હશે, પરંતુ નિયા શર્માએ વિવિધ બોલિવૂડ એક્ટ્રેસિસને પાછળ છોડીને આ ટેગ મેળવ્યું હતું અને વર્ષ 2017માં પોતાના વિવિધ હોટ લૂક્સ સાથે તેણે એ વાત સાબિત પણ કરી બતાવી હતી. તમને હજુ પણ શંકા હોય તો નિયાના નીચેના ફોટોઝ તમારી શંકા ચોક્કસ દૂર કરી દેશે.

રીલ લાઇફમાં સંસ્કારી વહુ, રિયલ લાઇફમાં હોટ ચિક

રીલ લાઇફમાં સંસ્કારી વહુ, રિયલ લાઇફમાં હોટ ચિક

નિયા શર્મા ટીવી સિરિયલ 'એક હજારો મેં મેરી બેહના હે' થી જાણીતી થઇ હતી. ત્યાર બાદ તેણે 'જમાઇ રાજા' સિરિયલમાં રોશનીનું પાત્ર ભજવ્યું હતું, જેમાં તેનો રોલ ખાસો લોકપ્રિય પણ થયો હતો. નિયા ટીવી સ્ક્રિન પર જેટલી સંસ્કારી દેખાય છે, રિયલ લાઇફમાં તે એટલી જ હોટ છે. બ્લેક સ્વિમ સૂટમાં નિયાનો આ ફોટો જોઇને તમે એ વાત તો સમજી જ ગયા હશો.

વિવાદો વચ્ચે પણ બિંદાસ છે નિયા

વિવાદો વચ્ચે પણ બિંદાસ છે નિયા

નિયા શર્માના હોટ અને બોલ્ડ લૂકને કારણે તે ઘણીવાર ચર્ચામાં રહે છે. તેનો મ્યૂઝિક વીડિયો 'વાદા' લોન્ચ થયો છે, જેમાં નિયાએ તમામ હદો પાર કરી હોવાનો આરોપ તેના પર લગાવવામાં આવ્યો હતો. બિંદાસ નિયા આ તમામ ખબરોને હસવામાં ઉડાવી આગળ વધતી જાય છે.

ટેલિવિઝનની સોનમ કપૂર

ટેલિવિઝનની સોનમ કપૂર

આ કારણે જ તેને ટેલિવિઝનની સોનમ કપૂરનું ટાઇટલ મળ્યું છે. નિયા તેના બોલ્ડ અંદાજ માટે જ પોપ્યૂલર થઇ છે. આજે ભાગ્યે જ કોઇ ટેલિવિઝન એક્ટ્રેસ એવી હશે, જે ઇન્ટરનેશનલ ફેશન આટલી સ્ટાયલ અને સહજતાથી કેરી કરી શકતી હોય.

નિયા શર્મા

નિયા શર્મા

નિયાએ કેટલાક ફોટોશૂટ કરાવ્યા છે અને આ તમામ ફોટોઝ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થયા છે. તે ટેલિવિઝન એક્ટ્રેસ હોવા છતાં સ્ટાયલ સ્ટેટમેન્ટમાં ભલ-ભલી મોડેલ્સને માત આપે છે. નિયાનો આ લૂક ખૂબ બોલ્ડ અને આઉટસ્ટેન્ડિંગ છે. તેણે સિલ્કી વ્હાઇટ આઉટફિટ સાથે સનગ્લાસ અને ડાર્ક લિપસ્ટિકમાં સુંદર લાગી રહી છે.

સ્માર્ટ સ્ટ્રીટ-વેર

સ્માર્ટ સ્ટ્રીટ-વેર

આ ફોટોશૂટમાં નિયા બોલ્ડ સ્ટ્રીટ વેર સ્ટાયલના આઉટફિટમાં જોવા મળે છે. નિયાનો આ લૂક ખૂબ ઇમ્પ્રેસિવ હતો. નિયા શર્માના લૂક્સ માટે એને ક્યારેક કોમ્પ્લિમેન્ટ્સ તો ક્યારેક નિંદાનો પણ સામનો કરવો પડ્યો છે. જો કે, આવા લોકોને સોશ્યલ મીડિયા પર તેણે સણસણતો જવાબ પકડાવ્યો છે.

એશિયાની સેક્સીએસ્ટ વુમન

એશિયાની સેક્સીએસ્ટ વુમન

ઇસ્ટર્ન આય દ્વારા કન્ડક્ટ કરાયેલા એક પોલમાં નિયા શર્માને એશિયાની ત્રીજી સૌથી સેક્સી વુમનનું ટેગ આપવમાં આવ્યું હતું. આ લિસ્ટમાં નિયાએ સોનમ કપૂર, અલિયા ભટ્ટ, કેટરિના જેવી તમામ ટોપની હિરોઇન્સને પાછળ છોડી દીધી હતી.

હોટ ફોટોઝ

હોટ ફોટોઝ

ત્યાર બાદ નિયા શર્માએ પોતાના દરેક ફોટોમાં જાણે એ વાત સાબિત કરી છે કે, તેને એશિયાની સેક્સીએસ્ટ વુમનનું ટેગ શા માટે મળ્યું છે. આ ટેગ મળ્યાના થોડા સમય બાદ જ તેણે બિકિનીમાં ફોટો શૂટ કરાવતાં તે ફરી ચર્ચામાં આવી હતી.

નિયાને પડી લોકોની ફટકાર

નિયાને પડી લોકોની ફટકાર

નિયાને મોટેભાગે તેના બોલ્ડ અવતાર માટે કોમ્પલિમેન્ટ્સ જ મળે છે. પરંતુ થોડા સમય પહેલાં જ્યારે તેણે પોતાના એક હોટ ફોટો શૂટનો વીડિયો પોસ્ટ કર્યો ત્યારે તેને લોકોની ધિક્કાર ભરેલી ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો. આ વીડિયોમાં નિયાએ લોકોને પોતાના ફોટો શૂટની પ્રોસેસ બતાવવાનો પ્રયત્ન કર્યો હતો. જે પછી તેને અનેક અભદ્ર ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો.

સોશિયલ મીડિયા પર સણસણતો જવાબ

સોશિયલ મીડિયા પર સણસણતો જવાબ

આવા લોકોને નિયાએ સોશિયલ મીડિયા પર જ સણસણતો જવાબ આપ્યો હતો. તેણે પોતાના ફોટો શૂટનો અન્ય એક વીડિયો પોસ્ટ કરતાં લખ્યું હતું કે, હા, મેં મારું ફોટો શૂટ આ રીતે જ પૂરું કર્યું છે. હું ન્યૂઝ બનાવવા માટે પોસ્ટ શેર નથી કરતી. તો પણ પબ્લિસિટી માટે ધન્યવાદ!

English summary
Photo prove that nia sharma is the hottest television star
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X