
'મને વોટ આપો હું ટૉપલેસ થઈ જઈશ, કદાચ બ્રા પણ નહિ રહે', પૂનમે વારંવાર કપડા ઉતારવાનુ આપ્યુ વચન
નવી દિલ્લીઃ કંગના રનૌતનો શો લૉક અપ શરુઆતથી જ વિવાદોમાં રહ્યો છે. આ શોના કન્ટેસ્ટન્ટ પોતાની ગેમથી વધુ તો ફાલતુ હરકતોના કારણે જાણીતા છે. સાથે જ આમાં એડલ્ટ કમેન્ટની એટલી વધુ ભરમાર છે કે તમે આને પરિવાર સાથે જોઈ જ ના શકો. હાલમાં જ પૂનમ પાંડે કેમેરા સામે જ નહાવા બેસી ગઈ હતી ત્યારબાદ તેને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી. હવે તેણે ફરીથી એક એડલ્ટ વચન આપ્યુ છે.

2011થી ચાલી રહ્યો છે 'વચનનો ખેલ'
વાસ્તવમાં પૂનમ પાંડેએ 2011માં ભારતના વર્લ્ડ કપ જીતવા પર ટૉપલેસ થવાનુ વચન આપ્યુ હતુ. આનાથી તેને ખૂબ પબ્લિસિટી મળી. આ જ ફૉર્મ્યુલા હવે એ લૉક અપમાં પણ અપનાવી રહી છે. હાલમાં જ તેણે કહ્યુ હતુ કે જો જનતા તેને વોટ આપશે તો તે ટૉપલેસ થઈ જશે. ત્યારબાદ તેના ફેન્સે પૂરુ જોર લગાવી દીધુ અને તેને ઘણા વોટ મળ્યા, જેના કારણે તે સેફ થઈ ગઈ.

હવે આપ્યુ આ વચન
શોની હોસ્ટ કંગનાએ જેવુ એલાન કર્યુ કે પૂનમ સેફ છે, તેણે ટૉપ કાઢી નાખ્યુ પરંતુ તેણે બ્રા પહેરેલી હતી. હવે એક વાર ફરીથી તેનુ નામ ડેંજર લિસ્ટમાં આવી ગયુ છે અને તેના પર શોમાંથી બહાર થવાનુ જોખમ મંડરાઈ રહ્યુ છે. એવામાં પૂનમ પાંડેએ ફરીથી વચન આપ્યુ છે કે જો તે આ બચી ગઈ તો ફરીથી ટૉપલેસ થશે.

શોને બનાવી ડર્ટી ગેમ
પૂનમ ગઈ વખતે ટૉપલેસ થવાનુ વચન આપીને બચી ગઈ હતી. જેના કારણે હવે તે દર વખતે આ ટ્રીક અજમાવી રહી છે. ડેંજર ઝોનમાં જતા જ તેણે કહ્યુ કે જો તમે મને ભરી-ભરીને વોટ આપશો તો આ વખતે ટી-શર્ટ કાઢી નાખીશ, કદાચ બ્રા પણ નહિ રહે. ત્યારબાદથી લોકો સોશિયલ મીડિયા પર તેની ટીકા કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યુ કે પૂનમે શોને જીતવા માટે ડર્ટી ગેમ બનાવી દીધી છે.

શિવમ સાથે ખુલ્લામાં નહાઈ
હાલમાં જ શોના કન્ટેસ્ટન્ટ શિવમ શર્મા અને પૂનમ પાંડે ખુલ્લેઆમ કેમેરા સામે યાર્ડ ક્ષેત્રમાં નહાવા લાગ્યા. સૌથી પહેલા ખુલ્લામાં નહાવાનો વિચાર શિવમને આવ્યો. ત્યારબાદ પૂનમ પાંડેએ પણ બાથરુમની જગ્યાએ ખુલ્લામાં નહાવાનો નિર્ણય કર્યો. પૂનમના ન્હાતી વખતે શોના બાકી કન્ટેસ્ટન્ટ લૉકઅપના બેડ એરિયામાંથી બહાર નીકળ્યા નહોતા.