પ્રત્યુષા બિગ બૉસમાંથી આઉટ, કામ્યા દુઃખી : જુઓ તસવીરો
લોનાવાલા, 16 નવેમ્બર : બિગ બૉસ 7માંથી આજે એલિમિનેશન દરમિયાન સૌથી ઓછા વોટ પામી પ્રત્યુષા બૅનર્જી આઉટ થઈ ગયાં છે. પ્રત્યુષા બૅનર્જી બાલિકા વધુ સીરિયલમાં ખૂબ જ લોકપ્રિય થયા હતાં. બાલિકા વધુએ તેમને નાના પડદે ઓળખ આપી છે અને તેમના અનેક ફૅન્સ પણ છે. આમ છતાં પ્રત્યુષાના ફૅન્સ તેમને વધુ દિવસ સુધી બિગ બૉસમાં ટકાવી ન શક્યાં. સૌથી ઓછા વોટ પામી પ્રત્યુષા બિગ બૉસના ઘરમાંથી બહાર આવી ગયાં.
પ્રત્યુષાને તાજેતરમાં જ બિગ બૉસના ઘરના કૅપ્ટન બનાવાયા હતાં. બિગ બૉસના ઘરમાં કૅપ્ટન બનવા માટે આ વખતે પ્રત્યુષા અને ઍન્ડીને નૉમિનેટ કરાયા હતાં, પણ ઍન્ડી સાથે ઝગડો થતા તેમને કોઈએ વોટ નહીં આપ્યાં અને પ્રત્યુષા ઘરના કૅપ્ટન બની ગયાં. પ્રત્યુષા કૅપ્ટન બનતા ઍન્ડી ખૂબ દુઃખી પણ થયાં. ઍન્ડીએ પણ પ્રત્યુષાને જ વોટ આપ્યો, કારણ કે તેમને ખબર હતી કે તેમને કોઈ વોટ નહીં આપે.
પ્રત્યુષા સાથે આ અઠવાડિયાએ ઘરમાંથી બહાર થવા માટે તનીષા, ગૌહર, એઝાઝ તથા કામ્યા નૉમિનેટ થયા હતાં. આ ચારેયમાંથી સૌથી ઓછા વોટ પ્રત્યુષાને મળ્યાં અને તેઓ બહાર થઈ ગયાં. પ્રત્યુષાને તાજેતરમાં જ બિગ બૉસના ઘરમાં યોજાયેલ બિગ બૉસ ઍવૉર્ડ ફંક્શન દરમિયાન સૌથી નિકમ્મો કૉન્ટૅંસ્ટનો ઍવૉર્ડ મળ્યો હતો. એટલે કે પ્રત્યુષાના ઘરમાં હોવા કે ન હોવાથી કોઈને ફરક નથી પડતો. પ્રત્યુષા બહાર જતા સૌથી વધુ દુઃખી છે કામ્યા, કારણ કે પ્રત્યુષા તેમની સૌથી નજીક હતાં. પ્રત્યુષા અને કામ્યા દરેક દુઃખમાં હંમેશા એક-બીજા સાથે ઊભા રહ્યાં.
આવો જોઇએ બિગ બૉસ 7માં પ્રત્યુષાની યાદગાર ક્ષણો :

13મા સભ્ય
પ્રત્યુષા બૅનર્જી બિગ બૉસ 7ના તેરમા સભ્ય તરીકે પ્રવેશ્યા હતાં.

ઉશ્કેરાયા પ્રત્યુષા
બિગ બૉસના પ્રારંભિક દિવસોમાં જ્યારે ઍન્ડીએ મજાક ઉડાવી, તો પ્રત્યુષા ઉશ્કેરાઈ ગયા હતાં.

અપૂર્વા-સંગ્રામ સાથે પ્રત્યુષા
અપૂર્વા અને સંગ્રામ સાથે સ્વિમિંગ પૂલમાં પ્રત્યુષા.

ગૌહર સાથે ચર્ચા
ગૌહર સાથે પોતાના ઇશ્યુ મુદ્દે ચર્ચા કરતાં પ્રત્યુષા.

ગૌહર-રતન-પ્રત્યુષા
રતન અને પ્રત્યુષા સાથે વાતચીત કરતા ગૌહર.

કામ્યા-પ્રત્યુષા
કામ્યા અને પ્રત્યુષા.

કામ્યા-પ્રત્યુષા
કામ્યા-પ્રત્યુષા.

કામ્યા-પ્રત્યુષા-અરમાન
કામ્યા અને અરમાન સાથે ચર્ચા કરતાં પ્રત્યુષા.

કુશાલ-હેઝલ-પ્રત્યુષા
કુશાલ, હેઝલ અને પ્રત્યુષા.

પ્રત્યુષા-કામ્યા
પ્રત્યુષા-કામ્યા.

પ્રત્યુષા-કામ્યા
એઝાઝને ઇગ્નોર કરતાં પ્રત્યુષા-કામ્યા.

સંગ્રામ સાથે ઝગડો
સંગ્રામ સાથે ઝગડો કરતાં પ્રત્યુષા.

દલીલબાજી
સહવાસીઓ સાથે દલીલબાજી કરતાં પ્રત્યુષા.

સંગ્રામ સાથે સંગ્રામ
એઝાઝ સામે સંગ્રામને ફટકારતા પ્રત્યુષા.

રસોઈ કરતા પ્રત્યુષા
રસોઈ કરતા પ્રત્યુષા.

પ્રત્યુષા-કામ્યા
કામ્યા સાથે વાતચીત કરતા પ્રત્યુષા.

અસંમત પ્રત્યુષા
ઍન્ડી મુદ્દે કામ્યા સાથે અસમંતિ વ્યક્ત કરતાં પ્રત્યુષા.

સ્વિમિંગ પૂલ
નર્કમાંથી સ્વર્ગમાં આવ્યા બાદ સ્વિમિંગ પૂલમાં આનંદ માણતા પ્રત્યુષા.

ઉગ્ર પ્રત્યુષા
પોતાના મુદ્દા વ્યક્ત કરતા ઉગ્ર પ્રત્યુષા.

સંગ્રામ સાથે સંગ્રામ
લક્ઝરી બજેટ ટાસ્ક દરમિયાન સંગ્રામ સાથે બાઝતા પ્રત્યુષા.

દલીલ
સંગ્રામ સાથે ઝગડા દરમિયાન દલીલબાજી કરતાં પ્રત્યુષા.

અપસેટ પ્રત્યુષા
રતન સાથે ઝગડા બાદ અપસેટ પ્રત્યુષા.

અરમાન સાથે
અરમાન સાથે ચર્ચા કરતાં પ્રત્યુષા.

સાંત્વન
ગમગીન એલીને સાંત્વન આપતાં પ્રત્યુષા.

ગુલાબી પ્રત્યુષા
ગુલાબી ડ્રેસમાં પ્રત્યુષા.

સંગ્રામ-પ્રત્યુષા
ગાર્ડન એરિયામાં મસ્તી કરતાં સંગ્રામ-પ્રત્યુષા.

સંગ્રામ સાથે સંગ્રામ
સંગ્રામ સાથે ઝગડો કરતાં પ્રત્યુષા.

શાંતિ શાંતિ
પ્રત્યુષાને શાંત કરતા સંગ્રામ.

કામ્યા દુઃખી
પ્રત્યુષા બિગ બૉસમાંથી આઉટ થતા સૌથી વધુ દુઃખી કામ્યા થયા છે.