KBCમાં 12.50 લાખના આ સવાલ પર કરી બેઠા ભૂલ, જીતેલા રૂપિયા પણ ગુમાવ્યા
નવી દિલ્હીઃ સોની ટીવી પર પ્રસારિત થતો શો કોન બનેગા કરોડપતિ-11 દર્શકોને ભારે પસંદ આવી રહ્યો છે. આ સીઝનને અત્યાર સુધી ત્રણ કરોપડતિ મળી ચૂક્યા છે જ્યારે કેટલાય લોકોએ લાખો રૂપિયા જીત્યા છે. જ્યારે કેટલાક એવા ઉમેદવારો પણ છે જેમની કિસ્મતે ગેમ દરમિયાન સાથ નથી આપ્યો. કેબીસીમાં હૉટસીટ પર મહારાષ્ટ્રના નાગપરના ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાં આસિસ્ટેન્ટ પ્રોફેસર સુશીલ કુમાર મખીજા પહોંચ્યા હતા.

6 લાખ 40 હજાર જીતી ચૂક્યા હતા પ્રોફેસર
40 હજારના સવાલ સુધી તેમણે એકપણ લાઈફલાઈન નહોતી ગુમાવી. જે બાદ તેમણે બધી જ લાઈફલાઈનનો ઉપયોગ કરી લીધો અને 12.50 લાખના સવાલ સધી પહોંચી ગયા. પરંતુ અહીં જ તેમની કિસ્મતે તેમનો સાથ છોડી દીધો. સુશીલ કુમાર મખીજા 6.40 લાખ રૂપિયા જીતી ચૂક્યા હતા અને આગલો સવાલ તેમને 12.50 લાખનો પૂછવામાં આવનાર હતો, પરંતુ આ સવાલ પર પ્રોફેસર ભૂલ કરી બેઠા.

12.50 લાખના સવાલનો ખોટો જવાબ આપ્યો
તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, 'રાક્ષસોની એ કઈ જોડી છે જે બ્રાહ્મણોને ભોજ પર બોલાવી હત્યા કરી દેતી હતી?' આ સવાલનો મખીજાએ સવાબ આપ્યો, ખર-દૂષણ. જો કે આ સવાલનો સાચો જાબ હતો ઈલ્લવ અને વાતાપી. આ રીતે પ્રોફેસર 6.40 લાખની રકમ ગુમાવી બેઠા અને તેમને માત્ર 3.20 લાખ રૂપિયા જ ઈનામ તરીકે મળ્યા.

3.20 લાખ જીત્યા પ્રોફેસર
સુશીલ કુમાર મખીજા બાદ કેબીસીમાં હૉટસીટ પર ડૉ બીએમ ભારદ્વાજ અને તેમની પત્ની ડૉ માધુરી ભારદ્વાજ આવશે. કેબીસીના કર્મવીર સ્પેશિયલ એપિસોડમાં પહોંચેલ આ દંપત્તિ 'અપના ઘર' નામનું એક ઘર ચલાવે છે જેમાં લાચાર અને અસહાય હોય તેવા લોકોને આશરો આપવામાં આવે છે. અગાઉ કેબીસીમાં પોતાની કિસ્મત અજમાવવા દેહરાદૂનના પોલીસ કૉન્સ્ટેબલ સુમિત તડિયાલ પહોંચ્યા હતા. ઉત્તરાખંડ પોલીસમાં બોમ્બ ડિસ્ફોઝલ ટીમમાં તહેનાત સુમિતે સમગ્ર આત્મવિશ્વાસ સાથે અમિતાભ બચ્ચનના સવાલોનો જવાબ આપ્યો અને 3.20 લાખ રૂપિયા જીતી લીધા.
પૂનમ પાંડેનો હૉટ Video તમારા હોશ ઉડાવી દેશે, શર્ટ ઉતારીને આપ્યા બોલ્ડ પોઝ