• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાખી સાવંતને બચાવવા પહેલીવાર સામે આવ્યા પતિ રિતેશ, કહ્યું- મારી પત્ની પર ખોટો આરોપ

By Staff
|

બિગ બૉસ 14માં રાખી સાવંતે પોતાની એન્ટ્રી સાથે આવતા જ મસાલેદાર તડકો લાગવો શરૂ થઈ ગયો છે. જેવી ઉમ્મીદ કરવામાં આવી રહી હતી કે રાખી સાવંત આવશે અને એન્ટરટેઈનમેન્ટનો ડોઝ સાથે આવશે. શોમાં કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. પરંતુ આ દરમ્યાન નિક્કી તંબોલી અને મનુ પંજાબી સાથે રાખી સાવંતની એવી લડાઈ થઈ જેમાં ખોટી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો.

જેને લઈ વીકેંડ કા વાર પર સલમાન ખાને પણ રાખઈ સાવંતને ફટકાર લગાવતા તેમને પોતાની ભાષા પર કંટ્રોલ રાખવા માટે કહ્યું છે. આ દરમ્યાન રાખી સાવંતના પતિ રિતેશ પહલી વાર સામે આવ્યા છે. પત્ની રાખીના સપોર્ટમાં તેમણે નિક્કી તંબોલી અને મનુ પંજાબીને આકરી ફટકાર લગાવી છે.

રાખી સાવંતનો પતિ સામે આવ્યો

રાખી સાવંતનો પતિ સામે આવ્યો

રાખી સાવંત બિગ બૉસમાં આવ્યા બાદ પણ એમ કહી ચૂકી છે કે તેમણે હકીકતમાં લગ્ન કર્યાં છે. તેમના પતિ મીડિયા સામે આવવા નથી માંગતા. જણાવી દઈએ કે રાખીના પતિ ઘરની બહાર તેમનો સાથ આપવા માટે દુનિયા સામે આવવા માટે પૂરી રીતે તૈયાર છે. આ કારણે તેમણે નિક્કી તંબોલી અને મનુ પંજાબીનો પોતાના પહેલા ઈન્ટર્વ્યૂમાં જ ક્લાસ લઈ લીધો.

રાખીના પતિએ નિક્કી તંબોલી પર સવાલ ઉઠાવ્યા

રાખીના પતિએ નિક્કી તંબોલી પર સવાલ ઉઠાવ્યા

સ્પૉટ બૉય સાથે વાત કરતાં રાખી સાવંતના પતિ રિતેશે કહ્યું કે હું નિક્કી તંબોલીની માને મળીને વાત પૂછવા માંગું છું કે તેમને મારી પત્ની કયા એન્ગલથી વલ્ગર અને ચીપ લાગે છે.

મારી પત્નીની એકેય વાત ઘટિયા ના લાગી

મારી પત્નીની એકેય વાત ઘટિયા ના લાગી

રાખીના પતિએ આગળ કહ્યું કે દર્શક હોવાના નાતે હું પણ આ શો જોઉં છું. મને રાખી શસાવંતની કોઈપણ વાત ઘટિયા નથી લાગી.

મારી પત્નીના બોલવા પર હંગામો કેમ થઈ રહ્યો છે

મારી પત્નીના બોલવા પર હંગામો કેમ થઈ રહ્યો છે

તે આગળ જણાવે છે કે બિગ બૉસ 14ના એક એપિસોડમાં રાખી સાવંતે નિક્કી તંબોલીને કહ્યું હતું કે તે દર્દોને ખુણામાં જઈ જણાવે છે. ચુગલખોર. જ્યારે નિક્કી તંબોલીનું આવું બોલવા પર ખોટું ના લાગ્યું તો મારીપત્નીના બોલવા પર આટલો હંગામો કેમ થઈ રહ્યો છે.

રાખી સાવંત બધાની માફી માંગી ચૂકી છે

રાખી સાવંત બધાની માફી માંગી ચૂકી છે

રિતેશે આગળ કહ્યું કે આ વાત આખી દુનિયા જાણે છે કે રાખી સાવંતને છોકરાઓ સાથે વાત કરવાની આદત છે. તે બધા સાથે વાત કરી પોતાનું ગ્રુપ બનાવે છે. રાખી પોતાની કોમેન્ટ બદલ બધાના પગ પકડી માફી માંગી ચૂકી છે.

રાખીએ માફી માંગી પણ નિક્કીએ માફ ના કરી

રાખીએ માફી માંગી પણ નિક્કીએ માફ ના કરી

રિતેશે કહ્યું કે રાખી તો ટાસ્કમાં પોતાની આગલી ગેમ રમી રહી હતી. નિક્કી તંબોલીએ આવી તેની સાથે ઝઘડો કર્યો.રાખીએ પાછળ ફરી માત્ર ગાળી આપી. છતાં પણ નિક્કીએ રાખીને માફ ના કરી.

મનુ પંજાબી આ ઝઘડામાં કેમ કૂદ્યો

મનુ પંજાબી આ ઝઘડામાં કેમ કૂદ્યો

આ દરમ્યાન બધી ભૂલ નિક્કી તંબોલીની છે મારી પત્ની રાખી સાવંતની નહિ. નિક્કી તંબોલીને રાખીના કરિયર પર કોમેન્ટ કરવાનો કોઈ હક નથી. મનુ પંજાબી પણ રાખીને તેની ઔકાત પૂછી ચૂક્યો છે. તે આ ઝઘડામાં કેમ કૂદ્યો? તે નિક્કીનો વકીલ નથી.

Flashback 2020: બૉલિવુડ 'ક્વીન' બની રિયલ 'પંગા' ગર્લ, 2020 આટલા માટે પણ રહેશે યાદ

English summary
Rakhi Sawant's husband came forward to save her
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X