
રામાયણ પૂરી થવા પર 'રામ અરુણ ગોવિલ'ની જવાનીની તસવીર Leak થઈ
દૂરદર્શન પર રામાયણ ખતમ થઈ ચૂક્યું છે. લવ કુશની કહાની દેખાડવામાં આવશે. જેમાં રામાયણના જ બધા કલાકાર જોવા મળશે. રામાયણ પુરું થવાની સાથે જ સોશિયલ મીડિયા પર રામાયણના રામ એટલે કે અરુણ ગોવિલની કેટલીય તસવીરો લીક થઈ છે.
જેને ફેન્સ બહુ પસંદ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અરુણ ગોવિલે પોતાના કરિયરની શરૂઆત ફિલ્મોથી જ કરી હતી. હીરો તરીકે એ જમાનામાં છોકરીઓ તેમના પર ફિદા હતી. જો કે રામાયણના રામ તરીકે પણ તેમની લોકપ્રિયતા દરેક દર્શક વર્ગ સુધી પહોંચી.
સેટ પર અરુણને જોવા માટે લાઈનો લાગી જતી હતી. ચાલો ત્યારે ઈંતેજાર કર્યા વિના તમને દેખાડીએ કે અરુણ ગોવિલની જવાનીના દિવસોની તસવીરો જેને તમે પણ જોતા જ રહી જશો. આ તસવીરોમા રામ સાથે લક્ષ્મણ, સીતા અને કૃષ્ણ પણ છે.

અરુણ ગોવિલના પિતાએ કહ્યું કે નોકરી કરી લો, ઈનકાર કરી દીધો
અરુણ ગોવિલે ઉત્તર પ્રદેશથી પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. પિતા ઈચ્છતા હતા કે તેઓ નોકરી કરે. પરંતુ તેઓ એવું કંઈક કરવા માંગતા હતા જે યાદગાર હોય.

17 વર્ષની શરૂઆતમાં અરુણ ગોવિલે કરિયરની શરૂઆત કરી
રિપોર્ટ મુજબ તેઓ 17 વર્ષની ઉંમરમાં મુંબઈ આવી ગયા અને અહીં ખુદનો બિઝનેશ શરૂ કર્યો અને એક્ટિંગ કરવાનો પણ ફેસલો લીધો.

સેટ પર અરુણ ગોવિલને પગે લાગવા આવતા હતા
રામાયનો રોલ તેમના જીવ સાથે બંધાઈ ગયો હતો. સ્થિતિ એ થઈ ગઈ હતી કે સેટ પર જ કેટલાય લોકો અરુણ ગોવિલને ભગવાન રામ સમજી પગે લાગવા માટે આવી જતા હતા.

પહેલી ફિલ્મ અને પહેલો ટીવી શો
કૉલેજના દિવસોમાં તેમને નાટક કરવા પસંદ હતાં. તેમની પહેલી ફિલ્મ 1977માં રિલીઝ 'પહેલી' હતી. વિક્રમ વેતાળ શોથી તેમણે ટીવીની દુનિયામાં પગલું રાખ્યું.

આવી રીતે ભગવાન બની ગયા રામ
રામના કેરેક્ટર માટે અરુણ ગોવિલને કાસ્ટ કરવાના નહોતા. પરંતુ એક સ્માઈલ સાથે જ્યારે તેમનું ફોટોશૂટ થયું ત્યારે જઈ તેમનું કાસ્ટિંગ થયું.

રામ અને લક્ષ્મણ એકસાથે
રામાયણના ટેલીકાસ્ટની વચ્ચે રામ અને લક્ષ્મણની પડદા પાછળની આ તસવીર ઘણી વાયરલ થઈ હતી.

અરુણ ગોવિલની પ્રોડક્શન કંપની
અરુણ ગોવિલ હાલ ફિલ્મોથી દૂર છે. તે ખુદની પ્રોડક્શન કંપની ચલાવે છે. તેમણે ટીવી શો મસાલનું પણ નિર્માણ કર્યું હતું. તેઓ દૂરદર્શન માટે શો બનાવે છે.

અરુણ ગોવિલનો ફિલ્મી પરિવાર
અરુણના મોટા ભાઈ વિજય ગોયલના લગ્ન એક્ટ્રેસ તબસ્સુમ સાથે થયાં હતાં. તેઓ એક મશહૂર હોસ્ટ પણ છે. અરુણે અબિનેત્રી શ્રીલેખા સાથે લગ્ન કર્યાં. શ્રીલેખાએ છોટા સા ઘર અને હિમ્મતવાર જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે.
ઋતિક રોશને 4 હજાર ડેઈલી વેજ વર્કર્સ માટે આપ્યુ 25 લાખ રૂપિયાનુ દાન