લૉકડાઉનઃ DD પર ફરીથી પ્રસારિત થશે 'રામાયણ'નુ પ્રસારણ, જાણો શોનો ટાઈમ
કોરોના વાયરસના કારણે આખા દેશમાં 21 દિવસ સુધી લૉકડાઉન લાગેલુ છે. આ પરિસ્થિતમાં લોકો પોતાના ઘરોમાં કેદ છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે મોટુ એલાન કરીને જણાવ્યુ કે એક વાર ફરીથી દૂરદર્શન પર રામાનંદ સાગરની રામાયણનુ પ્રસારણ કરવામાં આવશે. પ્રકાશ જાવડેકરે ટ્વિટ કરીને લોકોને આ ખુશખબરી આપી છે. તેમણે જનતાને માંગ કરીને કાલે શનિવારે 28 માર્ચથી રામાયણનુ સીધુ પ્રસારણ પુનઃદૂરદર્શનની નેશનલ ચેનલ પર કરવામાં આવશે. પહેલો એપિસોડ સવારે 9.00 વાગે અને બીજો એપિસોડ રાતે 9.00 વાગે પ્રસારિત થશે.

કાલે સવારે 9 વાગે જુઓ ‘રામાયણ'
ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ એક યુઝરના સવાલ પર પ્રસારભારતીના સીઈઓ શશિ શેખરે પણ ટ્વિટર પર કહ્યુ હતુ કે દૂરદર્શન એક સમયની ખૂબ જ લોકોપ્રિય ટીવી શો ‘રામાયણ' અને ‘મહાભારત'નુ રિપીટ ટેલીકાસ્ટ કરવા જઈ રહ્યુ છે. જો કે તેમણે સમય વિશે કહ્યુ હતુ કે સમય હજુ નક્કી નથી.

રામાયણના પ્રસારણ સમયે રસ્તાઓ પર છવાઈ જતો હતો સન્નાટો
ઉલ્લેખનીય છે કે રામાયણનુ પ્રસારણ જાન્યુઆરી 1987થી જુલાઈ 1988 સુધી થયુ હતુ. એ વખતે આ સીરિયલ સુપરહિટ રહી હતી. સીરિયલનુ પ્રસારણ રવિવારની સવારે થતુ હતુ. જ્યારે આ સીરિયલ પ્રસારિત થતી હતી ત્યારે બધા સીરિયલ જોવામાં એટલા વ્યસ્ત થઈ જતા હતા કે રસ્તા પર સન્નાટો પ્રસરી જતો હતો.

બીઆર ચોપડાની મહાન કૃતિમાંની એક મહાભારત
વળી, મહાભારત શો, બીઆર ચોપડાની મહાન કૃતિમાંની એક છે, આ વિશ્વના સર્વાધિક જોવાયેલ સીરિયલોમાંની એક હતી. 94 એપિસોડની આ સીરિયલનુ પ્રથમ પ્રસારણ 1988થઈ 1990 સુધી દૂરદર્શનના રાષ્ટ્રીય ચેનલ પર થયુ હતુ, બ્રિટનમાં આ સીરિયલનુ પ્રથમ પ્રસારણ બીબીસી દ્વારા કરવામાં આવ્યુ હતુ જ્યાં તેના દર્શકોની સંખ્યા 50 લાખ સુધી પહોંચી ગઈ હતી જે બપોરના સમયે પ્રસારિત કરાતી કોઈ પણ સીરિયલ માટે બહુ મોટી વાત હતી.

33 વર્ષ બાદ એક મંચ પર દેખાયા હતા રામ-સીતા અને લક્ષ્મણ
તમને જણાવી દઈએ કે હાલમાં જ રામાયણની સ્ટાર કાસ્ટ ધ કપિલ શર્મા શો પર આવી હતી જેમાં રામ લક્ષ્મણ અને સીતા પૂરા 33 વર્ષ બાદ કોઈ મંચ પર સાથે દેખાયા હતા. આ દરમિયાન તેમણે આ ઐતિહાસિક શો વિશે ઘણી બધી ન સાંભળેલી વાતો જણાવી.
આ પણ વાંચોઃ બધાને નહિ મળે EMIમાં રાહત, જાણો RBI ગવર્નરના નિર્દેશોમાં શું છે લોચો