
બિગ બૉસ ફાઈનલિસ્ટ રશ્મિ દેસાઈના લેટેસ્ટ હૉટ અને બોલ્ડ વીડિયો, જુઓ અહીં
ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી ફેમસ અભિનેત્રી અને હાલમાં સલમાન ખાનના રિયાલિટી શો બિગ બૉસ 13ના ફાઈનલમાં જગ્યા બનાવી ચૂકેલી સૌની ફેવરેટ રશ્મિ દેસાઈના નવા હૉટ વીડિયો અને બોલ્ડ ફોટોએ હાલમાં તેના લાખો ફેન્સને દીવાના બનાવી દીધા છે. વાયરલ ફોટો અને વીડિયોમાં રશ્મિ દેસાઈ ગજબની સુંદર અને સેક્સી લાગી રહી છે જેના પરથી ફેન્સની નજરો નથી હટતી.
બિગ બૉસ 13નુ ટાઈટલ જીતી શકે છે
સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ આ ફોટો અને વીડિયો રશ્મિ દેસાઈ માટે મદદગાર સાબિત થઈ રહ્યા છે અને માનવામાં આવી રહ્યુ છે કે ઉતરન અને દિલ સે દિલ તક જેવા ફેમસ ટીવી શોનો હિસ્સો રહેલી રશ્મિ દેસાઈ બિગ બૉસ 13નુ ટાઈટલ જીતી પણ શકે છે. જો કે રશ્મિ માટે બિગ બૉસ 13 જીતવુ એટલુ સરળ પણ નથી કારણકે તેની સામે સિદ્ધાર્થ શુક્લા અને અસીમ રિયાઝ પહાડ બનીને બેઠા છે.
રશ્મિના સેંકડો ફેન પેજ
ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પર રશ્મિની લોકપ્રિયતાનો અંદાજ એનાથી લગાવી શકાય છે કે હાલમાં સોશિયલ મીડિયા સાઈટ્સ પર રશ્મિના સેંકડો ફેન પેજ છે જેના પર તેના ખૂબ જ ગ્લેમરસ ફોટો અને વીડિયો શેર કરવામાં આવે છે.
મૉડલિંગથી શરુ કર્યુ કરિયર
ખૂબ જ નાની ઉંમરમાં એન્ટરટેઈનમેન્ટ ફીલ્ડમાં પગ મૂકનારી રશ્મિ દેસાઈએ વર્ષ 2004માં મૉડલિંગ શરૂ કર્યુ હતુ. રશ્મિ દેસાઈએ વર્ષ 2012માં અભિનેતા નંદિશ સંધૂ સાથે લગ્ન કર્યા પરંતુ 3 વર્ષની અંદર જ બંનેના છૂટાછેડા થઈ ગયા. રશ્મિ દેસાઈ હાલમાં અભિનેતા અરહાન ખાન સાથે રિલેશનશિપમાં છે.
ઘણી ટીવી સીરિયલોમાં કર્યુ કામ
વર્ષ 2006માં રશ્મિ દેસાઈ પહેલી વાર ટીવી સીરિયલમાં જોવા મળી જ્યારે તેણે ઝી ટીવીના કાર્યક્રમ રાવણમાં મંદોદરીની ભૂમિકા નિભાવી. ત્યારબાદ તેણે પરી હું મે, શ્શ્શ્શ કોઈ હે, ઉતરન જેવી પ્રમુખ ટીવી સીરિયલમાં કામ કર્યુ.
5 મહિનાથી બિગ બૉસના ઘરમાં
આજે પણ લોકો રશ્મિ દેસાઈને ઉતરન સીરિયલમાં તેની શાનદાર ભૂમિકા માટે યાદ કરે છે. વર્ષો જતા રશ્મિ દેસાઈ ઝલક દિખલા જા, કહાની કૉમેડી સર્કસ કી, હૉન્ટેડ નાઈટ્સ, સાવધાન ઈન્ડિયા, નચ બલિએ, ફિયર ફેક્ટર, દિલ સે દિલ તકથી થઈને ગયા વર્ષે બિગ બૉસના ઘરે પહોંચી, ગયા 5 મહિનાથી રશ્મિ સલમાન ખાનના શો બિગ બૉસના ઘરમાં છે અને શોમાં સારુ કામ કરી રહી છે.
આ પણ વાંચોઃ કામ્યા પંજાબીએ લગ્ન બાદ પતિને કરી કિસ, સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ