રૂબીના દિલેકનો આટલો બોલ્ડ અંદાજ પહેલા નહિ જોયો હોય, બિકિની લુક થયો વાયરલ, જુઓ Photo-Video
મુંબઈઃ રુબીના દિલેક ટીવી જગતની જાણીતી અભિનેત્રી છે. રૂબીના પોતાની એક્ટિંગ સાથે પોતાના સ્ટાઈલિશ અને ફેશનેબલ લુક માટે જાણીતી છે. રૂબીના ઈન્ડિયન આઉટફિટથી લઈને વેસ્ટર્ન આઉટફિટને કૉન્ફિડન્સ સાથે કેરી કરે છે. રૂબીનાના ફેન્સ તેની ફેશન સ્ટેટમેન્ટ અને ડ્રેસિંગ સેન્સને ખૂબ પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે રૂબીના દિલેક પોતાના પતિ અભિનવ શુક્લા સાથે ગોવામાં વેકેશન સેલિબ્રેટ કરી રહી છે. રૂબીનાએ પોતાના ગોવા વેકેશનથી બિકિની લુક શેર કર્યો છે. ચાલો, જોઈએ તેનો બોલ્ડ બિકિની અંદાજ.

બ્લેક બિકિનીમાં રુબીના દિલેક
રૂબીના દિલેક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. રૂબીનાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો સ્ટનિંગ બિકિની લુક શેર કર્યો છે. રૂબીના બ્લેક બિકિનીમાં કમાલની સુંદર લાગી રહી છે. રૂબીના બીચ પર બ્લેક બિકિની પહેરીને પોતાનુ ફિગર ફ્લૉન્ટ કરતી જોવા મળી રહી છે.

જાળીદાર લૉન્ગ ટૉપમાં હૉટ અંદાજ
રૂબીનાએ બ્લેક બિકિની પર જાળીદાર લૉન્ગ ટૉપ કેરી કર્યુ છે. રૂબીનાએ બ્લેક બિકિની સાથે પિંક કલરના એયરીંગ્ઝ પહેર્યા છે. સિમ્પલ બન હેરસ્ટાઈલમાં અભિનેત્રી લાખો ફેન્સને પોતાના દીવાના બનાવી રહી છે. તમે પણ બીચ પર વેકેશન સેલિબ્રેટ કરવાનુ પ્લાન કરતા હોય તો રૂબીનાના બિકિની લુકથી આઈડિયા લઈ શકો છો.
રુબીનાનો બિકિની વીડિયો
રુબીના દિલેકે ઈન્સ્ટાગ્રામ પર માત્ર બિકિની ફોટો શેર કર્યો છે એટલુ નહિ તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં રૂબીના બ્લેક બિકિની પહેરીને પૂલમાં જઈ રહી છે. સોશિયલ મીડિયા પર રૂબીનાનો આ બિકિની લુક ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

સ્ટાઈલિશ અને ફેશનેબલ રૂબીના
તમને જણાવી દઈએ કે ટીવી જગતની સૌથી સ્ટાઈલિશ અને ફેશનેબલ અભિનેત્રીની લિસ્ટમાં રુબીના દિલેક આવે છે. રૂબીનાના ફિમેલ ફેન્સ તેની ડ્રેસિંગ સેન્સને ખૂબ પસંદ કરે છે.