તગડી Rumor: બિગ બોસ 9માં, સલમાન,બીગ બી અને જઝબા પ્રમોશન!

Posted By:
Subscribe to Oneindia News

ગપશપની ગલીઓથી તમારા માટે હું એક જોરદાર ખબર લાવી છું. અને આ ખબર ટેલિવિઝનની સૌથી મોટી ખબરોમાંથી એક છે. ખબરોનું માનીએ તો અમિતાભ બચ્ચન અને સલમાન ખાન એક સાથે જોવા મળવાના છે કલર્સના ટેલિવિઝન શો બિગ બોસ 9માં. એટલું જ નહીં આ બન્ને સુપર સ્ટાર મળીને કરશે આ શોને હોસ્ટ. એટલું જ નહીં આ માટે ખુદ સલમાન ખાને બીગ બીને આવવાનું આમંત્રણ આપ્યું.

સુત્રોનું માનીએ તો બિગ બોસ 9ની ટીમ તેમના પહેલા એપિસોડના દિવસે અભિતાભ બચ્ચનને બોલાવવા માંગે છે. વળી 11 ઓક્ટોબરે, જે દિવસે આ શોનું પ્રમિયર છે તે જ દિવસે અમિતાભ બચ્ચનનો બર્થ ડે પણ છે. ત્યારે બિગ બોસની ટીમ અમિતાભ સાથે કેક કાપીને આ શોની શરૂઆત કરવા માંગે છે.

 

જો કે અમિતાભ બચ્ચનના પણ આ શોને લઇને કંઇ ખાસ પ્લાનિંગ છે. આ શોમાં હાજરી આપીને અમિતાભ બચ્ચન પોતાની વહૂ ઐશ્વર્યા રાય બચ્ચનની આવનારી ફિલ્મ જઝબાનું પ્રમોશન કરવા માંગે છે. ત્યારે બિગ બોસ 9 ની પડદા પાછળની આવી જ વધુ ગપશપ ખબરો જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

બિગ બી છે હોસ્ટ?
  

બિગ બી છે હોસ્ટ?

બિગ બી અને સલમાન ખાન બિલ બોલ 9ને હોસ્ટ કરી શકે છે. બીગ બી ડબલ ટ્રબલ થીમ હેઠળ આ શોમાં આવવાના છે. અને તે આ શો સલમાન સાથે હોસ્ટ કરશે. માનવામાં ના આવતું હોય તો આ ફોટો જોઇ લો.

ટીઆરપી ઓછી થઇ છે
  

ટીઆરપી ઓછી થઇ છે

સલમાન ખાનનું કહેવું છે કે આ શોની ટીઆરપી તેમના લીધે નથી ઓછી થઇ. આ શો પર દેખાડવામાં આવતા વધુ પડતા લડાઇ ઝગડાના કારણે આવું થયું છે. સલમાને તો એ પણ કહ્યું કે તે વારંવાર ચેનલને ઓછા ઝગડા કરાવાનું કહે છે.

બેગણી સેલરી
  
 

બેગણી સેલરી

સલમાન ખાન સ્વીકાર્યું કે આ વખતે તે બિગ બોસ 9ના દરેક એપિસોડ માટે 5-7 કરોડ રૂપિયા લેવાના છે.

શું છે નવું આ બિગ બોસ 9માં
  

શું છે નવું આ બિગ બોસ 9માં

સલમાન ખાને જણાવ્યું કે આ વખતે તમામ પ્રતિસ્પર્ધીઓને ગામમાં લઇ જવામાં આવશે. ત્યારે ગામમાં આ પ્રતિસ્પર્ધીઓ શું શું નાટક કરવાના છે તે તો હવે જોવું જ રહ્યું.

જાણો કોનો પ્રેમ છે સલમાન?
  

જાણો કોનો પ્રેમ છે સલમાન?

સલમાને જણાવ્યું કે દર વખતે તે આ શોના પ્રતિસ્પર્ધીઓથી પ્રેમ કરી બેશે છે. અને તેમનાથી જોડાઇ જાય છે.

સલમાનનું જુઠ્ઠાણું
  

સલમાનનું જુઠ્ઠાણું

સલમાન કહ્યું કે તેમને દર વખતે આ શો છોડવાનું મન થાય છે પણ થોડા જ દિવસમાં તે આ શોની ટીમને મિસ કરવા લાગે છે.

બિગ બોસ 9
  

બિગ બોસ 9

સલમાને જણાવ્યું કે આ વખતની બિગ બોસ 9ની થીમ છે ખાસ. અને આ જ કારણ છે કે આ વખતે આ શોમાં એક પછી એક પ્રતિસ્પર્ધીઓ આવવાના છે.

કેમ ઝગડો કરે છે સલમાન ખાન
  

કેમ ઝગડો કરે છે સલમાન ખાન

સલમાન ખાનનું માનવું છે કે તે સૌથી સિનિયર છે. અને આ જ કારણે જ્યારે કોઇ ભૂલ કરે છે તે તેને લડે છે અને તેમાં જ ઝગડો થઇ જાય છે.

રિયલ સલમાન
  

રિયલ સલમાન

સલમાનનું કહેવું છે કે તે બિગ બોસના દરેક એપિસોડ દેખે છે. અને જેને દેખીને જ તે રિએક્ટર કરે છે. સલમાનનું કહેવું છે કે તે સ્કિપ્ટ પ્રમાણે નથી ચાલતા. ના જ એક્ટિંગ કરે છે.

ફિલ્મનું પ્રમોશન
  

ફિલ્મનું પ્રમોશન

સલમાન કહેવું છે કે તેમને બિગ બોસના ઘરની અંદર રહેવાના કોઇ અભરખા નથી.

English summary
Salman Khan and Amitabh Bachchan will be seen together on Bigg Boss 9.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.