For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિગ બૉસ 7 : સંગ્રામને મળી ફર્સ્ટ ફાઇનલિસ્ટની ટિકિટ

|
Google Oneindia Gujarati News

લોનાવાલા, 24 ડિસેમ્બર : બિગ બૉસ 7ના છેલ્લા સપ્તાહે બચેલા પાંચ સ્પર્ધકોમાંથી એક એટલે કે સંગ્રામ સિંહને પ્રથમ ડાયરેક્ટ ફાઇનલિસ્ટની ટિકિટ મળી ગઈ છે. હવે બાકીના ચાર સ્પર્ધકોમાંથી કોઈ એક સ્પર્ધકને આગામી દિવસોમાં બિગ બૉસમાંથી બહાર કરી દેવાશે. સંગ્રામ સિંહ બાદ વીજે ઍન્ડી, એઝાઝ અહેમદ, તનીષા મુખર્જી તથા ગૌહર ખાન બચ્યાં છે. આમાંથી હજી એક સ્પર્ધક બહાર નિકળ્યા બાદ ફાઇનલિસ્ટનો જંગ શરૂ થશે.

sangramsingh
બિગ બૉસ 7ના ઘરમાં આજકાલ શાંતિનો માહોલ છે. અરમાન કોહલી તેમજ કુશાલ ટંડન એક જ સપ્તાહમાં બહાર થઈ જતાં આ શાંતિનો માહોલ બન્યો છે. વીકેન્ડ એપિસોડમાં જ્યારે સલમાન ખાન કુશાલ ટંડન તથા અરમાન કોહલીને લઈને આવ્યાં, તો તનીષા અને ગૌહર બંને કુશાલ-અરમાનને મળી બહુ દુઃખી થઈ ગયાં. તનીષા અને ગૌહર બંને આ શો જીતવા માંગે છે. બિગ બૉસે આ પાંચ સ્પર્ધકોને ચકાસવા માટે સોમવારે ઘરમાં એક બૉક્સ મોકલ્યું કે જે સાંકળથી બંધાયેલુ હતું. આ બૉક્સની અંદર બિગ બૉસનો એક આદેશ હતો.

બિગ બૉસે જણાવ્યું કે ઘરના તમામ સભ્યો મળી કોઈ એકને આ બૉક્સનો હકદાર બનાવે અને સૌએ મળી સંગ્રામને હકદાર બનાવ્યાં. એઝાઝે પણ પુરતા પ્રયત્નો કર્યાં કે તેઓ આ બૉક્સ લઈ લે, પણ ઍન્ડી તેમજ ગૌહર બંનેએ સંગ્રામને વોટ કર્યો તથા સંગ્રામ સિંહને અંતે હકદાર બનાવાયાં. બૉક્સ ખોલતા જ સંગ્રામ સિંહ ખુશ થઈ ગયાં અને તેમણે સૌને ફર્સ્ટ ફાઇનલિસ્ટની ટિકિટ બતાવી. આ ટિકિટ જોઈ બાકીના સભ્યો ખુશ તો થયાં, પણ બધાના મનમાં એક વાત હતી કે તેઓ પણ આ ટિકિટના હકદાર બની શકતા હતાં. હવે જોઇએ કે બાકીના ચાર સ્પર્ધકોમાંથી આ સપ્તાહે કોણ બહાર જાય છે.

English summary
Bigg Boss 7 has reached its final week. Sangram Singh has become the first finalist of the week and now among Tanisha, Gauhar, Ajaj and Andy one person will get eliminated in few days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X