
મેકઅપ વિના આવી દેખાય છે સપના ચૌધરી, સામે આવી તસવીર
પોતાના ડાંસ દ્વારા પશ્ચિમ યૂપી સહિત દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનમાં લાખોના દિલ પર રાજ કરનાર મશહૂર ડાંસર અને બિગ બૉસની પૂર્વ કંટેસ્ટન્ટ સપના ચૌધરી ફરી એકવાર સમાચારમાં છવાઈ છે. જણાવી દઈએ કે સપના ચોધરીએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની એક તસવીર શેર કરી છે, જેમાં તે મેકઅપ વિના જોવા મળી રહી છે. અગાઉ સપના ચૌધરી અલગ-અલગ પ્રકારની સ્ટાઈલિશ તસવીરો શેર કરતી રહી છે. આવું કદાચ પહેલી વખત જ બન્યું છે જ્યારે સપનાએ મેકઅપ વિના પોતાની તસવીર શેર કરી હોય. જો કે ફેન્સને સપનાનો આ અંદાજ પણ પસંદ આવી રહ્યો છે.

ઈન્ટરનેટ પર છવાઈ સપના
અગાઉ સપના ચૌધરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની કેટલીય સ્ટાઈલિશ તસવીરો શેર કરી હતી, જેણે સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી હતી. સપના ચૌધરીએ બ્લેક ડ્રેસમાં હૉટ અંદાજમાં પોતાની કેટલીક તસવીરો શેર કરી હતી. આ તસવીરોને શેર કરતા સપનાએ લખ્યું હતું કે, 'મારો એ લુક, જે પહેલા ક્યારેય જોવા મળ્યો નથી. ઉમ્મીદ છે તમને પસંદ આવશે.' આ તસવીરોમાં સપના ભારે સ્ટાઈલિશ નજર આવી રહી હતી. હવે તેની મેકઅપ વિનાની તસવીરો ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે.

સપનાને લઈને રાજકીય અટકળો
જણાવી દઈએ કે રિયાલિટી શો બિગ બૉસમાં ધમાલ મચાવનાર સપના ચૌધરીના પાછલા દિવસોમાં રાજકીય જોડાણના સમાચાર પણ આવ્યા હતા. સપના ચૌધરીએ દિલ્હીમાં યૂપીએના ચેરપર્સન સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી, જે બાદ એમને લઈને રાજકીય અટકળો લગાવવામાં આવી રહી છે. દરમિયાન સપના ચૌધરીએ કહ્યું કે આ માત્ર એક શિષ્ટાચાર ભેટ હતી. જો કે સપના ચૌધરીએ એમપણ કહ્યું કે તે આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે પ્રચાર કરશે.

ભાજપના સાંસદને સપનાએ આપ્યો જવાબ
સપના ચૌધરીના કોંગ્રેસનો પ્રચાર કરવાના અહેવાલ પર કરનાલથી ભાજપના સાંસદ અશ્વિની કુમાર ચોપડાએ સપના ચૌધરીને ઠુમકા લગાવનારી કહી હતી. સપના ચૌધરી સંબંધી પૂછાયેલા એક સવાલ પર એમણે કહ્યું કે, 'કોંગ્રેસમાં ઠુમકાં લગાવનારા જે છે, તે જ ઠુમકં લગાવશે, એમણે જોવાનું રહેશે કે ઠુમકાં લગાવવામાં છે કે ચૂંટણી જીતવી છે.' જેના પર જવાબ આપતાં સપના ચૌધરીએ કહ્યું કે આ નિવેદન નેતાની માનસિકતા દર્શાવે છે. સપનાએ કહ્યું કે તે એક કલાકાર છે અને એનું કામ મનોરંજન કરવું છે.
કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામુ આપનાર અજય માકન ગાંધી પરિવારની નજીક