• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શમિતા શેટ્ટી, નિશાંત ભટ્ટ, આસિમનો ભાઈ, ડોનલ બિષ્ટ સહિત આ સેલિબ્રિટી દેખાશે બિગ બૉસ 15માં દેખાશે, જુઓ લિસ્ટ

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બિગ બૉસ 15ની શરૂઆત 2 ઓક્ટોબરથી થવાની છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બિગ બૉસને અભિનેતા સલમાન ખાન હોસ્ટ કરશે. ગુરુવાર(23 સપ્ટેમ્બર) સાંજે બિગ બૉસ 15 માટે એક ખાસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં બિગ બૉસ 15ના અમુક કન્ટેસ્ટન્ટના નામોની ઘોષણા કરવામાં આવી. બિગ બૉસ 15માં બિગ બૉસ ઓટીટીના રનરઅપ શમિતા શેટ્ટી અને નિશાંત ભટ્ટ આવશે. ગયા સપ્તાહે બિગ બૉસ ઓટીટી ફિનાલેમાં પ્રતીક સહજપાલનુ બિગ બૉસ 15માં આવવાનુ નક્કી થઈ ગયુ હતુ. પ્રતીક સહજપાલ બિગ બૉસ 15માં આવનારા કન્ફર્મ કન્ટેસ્ટન્ટ છે. બિગ બૉસ ઈવેન્ટ દરમિયાન નિર્માતાઓએ ખુલાસો કર્યો કે બિગ બૉસ ઓટીટીના સેકન્ડ રનર અપ અભિનેત્રી શમિતા શેટ્ટી અને ફર્સ્ટ રનર અપ કોરિયોગ્રાફર નિશાંત ભટ્ટ પ્રતીક સાથે બિગ બૉસ 15માં દેખાશે.

આસિમનો ભાઈ ઉમર રિયાઝ પણ બિગ બૉસ-15માં થશે શામેલ

આસિમનો ભાઈ ઉમર રિયાઝ પણ બિગ બૉસ-15માં થશે શામેલ

બિગ બૉસ 15ના કન્ટેસ્ટન્ટ અસીમ રિયાઝના ભાઈ ઉમર રિયાઝ પણ બિગ બૉસ 15માં કન્ટેન્સન્ટ તરીકે જોવા મળશે. ઉમર રિયાઝ વ્યવસાયે ડૉક્ટર છે. ઉમર રિયાઝ હાલમાં સંગીત વીડિયોમાં દલજીત કૌર અને સબા ખાન સાથે દેખાયા હતા. એક પ્રી-રેકૉર્ડેડ વીડિયોમાં ઉમર રિયાઝે કહ્યુ છે કે તે શોમાં આવવા માટે એક્સાઈટેડ છે.

ટીવી અભિનેત્રી ડોનલ બિષ્ટ પણ બિગ બૉસ 15માં લેશે ભાગ

ટીવી અભિનેત્રી ડોનલ બિષ્ટ પણ બિગ બૉસ 15માં લેશે ભાગ

ટીવી અભિનેત્રી ડોનલ બિષ્ટ પણ બિગ બૉસ 15માં ભાગ લેશે. ડોનલ બિષ્ટે એક વીડિયો મેસેજમાં કહ્યુ છે કે હું કેવો વ્યવહાર કરુ છુ, હું શું છુ, બધુ જે તમે મારા વિશે જાણવા માંગતા હતા... આ જ સમય છે. આને જરૂર જોજો.

સલમાન ખાને જણાવ્યુ કેવુ હશે આ વખતનુ બિગ બૉસ

સલમાન ખાને જણાવ્યુ કેવુ હશે આ વખતનુ બિગ બૉસ

બિગ બૉસના પૂર્વ કન્ટેસ્ટન્ટ દેવોલીના ભટ્ટાચાર્જી અને આરતી સિંહ પણ બિગ બૉસ 15ના ખાસ કાર્યક્રમમાં હાજર હતા. આ કાર્યક્રમમાં સલમાન ખાને એક વીડિયો સંદેશ દ્વારા પોતાની ઉપસ્થિતિ નોંધાવી. બિગ બૉસ 15માં કન્ટેસ્ટન્ટ જંગલમાં રહીને બિગ બૉસ 15ના ઘરમાં પ્રવેશ કરવાથી પહેલા પાયાની સુવિધાઓ માટે લડતા દેખાશે. સલમાન ખાને કહ્યુ, 'આ વખતે કન્ટેસ્ટન્ટન જે સુવિધાઓ મળશે, તે પહેલાની સરખામણીમાં ઓછી હશે. તેને માત્ર એક નાની લીવિંગ કિટ મળશે, તેને દંડિત કરવામાં આવશે અને લક્ઝરી બજેટમાં ઘટાડો કરવામાં આવશે.'

English summary
Shamita Shetty, Nishant Bhat, Umar Riaz, Donal Bisht to join Pratik Sehajpal in Bigg Boss 15
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X