‘હું સિદ્ધાર્થ શુક્લાને પ્રેમ કરુ છુ': બિગ બૉસમાંથી બહાર આવીને શહનાઝ ગિલે કર્યો ખુલાસો
બિગ બૉસની અત્યાર સુધીની સિઝનમાં બિગ બૉસ 13 સૌથી વધુ ચર્ચામાં રહ્યુ. આ રિયાલિટી શોએ ટીઆરપી મામલે ગઈ બધી સિઝનને તો પાછળ છોડી જ અને હવે શો ખતમ થયા બાદ પણ તે છવાયેલો છે. આનુ કારણ સિદ્ધાર્થ શુક્લાને વિજેતા ઘોષિત કરવાનુ છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે બિગ બૉસ 13 ફિક્સ હતુ અને અસલમાં જીતનો હકદાર આસિમ રિયાઝ હતો. આ દરમિયાન સિઝનની એક્સ કન્ટેસ્ટન્ટ શહેનાઝ ગિલ પોતાનો નવો રિયાલિટી શો લઈને આવી છે જે સિદ્ધાર્થ શુક્લાના કારણે ચર્ચામાં આવી ગયો છે.

નવા શોમાં વ્યસ્ત છે શહેનાઝ
બિગ બૉસના ઘરની અંદર તો દર્શકોએ શહનાઝ ગિલ અને સિદ્ધાર્થ વચ્ચે કેમેસ્ટ્રી દેખાઈ જ પરંતુ હવે આ કેમેસ્ટ્રી શોની બહાર પણ જોવા મળી રહી છે. બિગ બૉસ 13 ખતમ થયા બાદ જ શહેનાઝ ગિલ અને પારસ છાબડા પોતાના નવા શો ‘મુઝસે શાદી કરોગે'ના શૂટિંગમાં વ્યસ્ત થઈ ગયા છે. આ દરમિયાન શોમાં એક વાર ફરીથી સિદ્ધાર્થ શુક્લાની એન્ટ્રી થવાથી શહેનાઝ ગિલ ઉત્સાહમાં જોવા મળી. એક ઈન્ટરવ્યુમાં શહેનાઝે પોતાના અને સિદ્ધાર્થ વિશે એક મોટુ નિવેદન આપ્યુ છે.

શહેનાઝ ગિલનો પહેલો ઈન્ટરવ્યુ
બિગ બૉસના ઘરની બહાર આવ્યા બાદ શહેનાઝ ગિલનો પહેલો ઈન્ટરવ્યુ સામે આવ્યો છે. તેણે કહ્યુ, હું સિદ્ધાર્થને પ્રેમ કરુ છુ અને આ સંબંધને કેટલો આગળ વધારવો છે એ તેમના પર નિર્ભર કરે છે, હું કોઈ બીજાના દિમાગને તો વાંચી નથી શકતી પરંતુ પોતાના ઈમોશન્સને જરૂર વ્યક્ત કરી શકુ છુ.

સિદ્ધાર્થ શુક્લાને કરે છે એકતરફી પ્રેમ
પોતાના નવા શો ‘મુઝસે શાદી કરોગે' વિશે તેણે કહ્યુ કે આ શો મારા વ્યક્તિત્વને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. હું લોકોનુ ધ્યાન ખેંચુ છુ અને તેમની સાથે જલ્દી હળીમળી જઉ છુ. પિતાની નારાજગી પર શહેનાઝે કહ્યુ, મે તેમને સમજાવ્યુ છે કે આ બસ મનોરંજન માટે છે, મને આ શોનો પ્રસ્તાવ સારો લાગ્યો એટલા માટે મે હા કહ્યુ. કોઈની સાથે લગ્ન કરવા છે કે નહિ તે પરિસ્થિતિઓ પર નિર્ભર કરશે. તમને જણાવી દઈએ કે ‘મુઝસે શાદી કરોગે' શોમાં શહેનાઝ સાથે પારસ છાબડા પણ પોતાના માટે દુલ્હન શોધશે.

શહેનાઝે સિદ્ધાર્થને બધાની સામે કરી હતી કિસ
જો કે તમને જણાવી દઈએ કે ફિનાલાં સિદ્ધાર્થ વિનર બનતા જ જેવી શહેનાઝ સ્ટેજ પર આવી ત્યારે તેણે સિદ્ધાર્થને ગળે મળીને તેને કિસ કરી હતી. શો દરમિયાન શહેનાઝે ઘણી વાર કહ્યુ કે તે સિદ્ધાર્થને પ્રેમ કરવા લાગી છે, જોઈએ આ દોસ્તી માત્ર બિગ બૉસની અંદર સુધી જ હતી કે શોની બહાર પણ બંનેનો સંબંધ જળવાઈ રહે છે. હાલમાં તો શહેનાઝ ગિલના ફેન્સ તેના વાયરલ વીડિયોને જોઈને જ ખુશ થઈ રહ્યા છે અને આશા રાખી રહ્યા છે કે સિદ્ધાર્થ-શહેનાઝ રીયલ જિંદગીમાં પણ સાથે રહે.

કોણ છે શહેનાઝ ગિલ
પંજાબની કેટરીના કૈફના નામથી જાણીતી અભિનેત્રી શહેનાઝ ગિલનો જન્મ 27 જાન્યુઆરીએ ચંદીગઢમાં થયો છે. શહેનાઝે પોતાનો અભ્યાસ પંજાબના જ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાંથી પૂરો કર્યો છે. એક્ટિંગની દુનિયામાં તેની પહેલી એન્ટ્રી એક આલ્બમ દ્વારા થઈ. તેણે ઘણા પંજાબી આલ્બમમાં દેખાઈ, શહેનાઝ ખૂબ જ સુંદર છે. તે સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે.
આ પણ વાંચોઃ શાહરુખ ખાનની ફિલ્મ 'સ્વદેશ'ના કાવેરી અમ્માનુ 82 વર્ષની વયે નિધન