18 વર્ષની ઉંમરમાં આ સ્ટાર કિડ ધમાલ મચાવી રહી છે, ફોટો વાયરલ
હાલમાં બોલિવૂડ સ્ટાર કરતા પણ વધારે સ્ટારકિડ ચર્ચામાં છે. જાહન્વી કપૂર અને સારા અલી ખાન સાથે જો હાલમાં કોઈ સ્ટારકિડ સમાચારોમાં છવાયેલી છે, તો તે પલક તિવારી છે.
શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી આ વર્ષે બોલિવૂડ ડેબ્યુ કરવા જઈ રહી હતી, પરંતુ હાલમાં તેને પોતાનો ડેબ્યુ રોકી નાખ્યો છે. તે અભ્યાસ પૂરો કર્યા પછી જ બોલિવૂડમાં આવશે.
પરંતુ આ બધાની વચ્ચે ફરી પલક તિવારીની સુંદર તસવીરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. પલકે ઇન્સ્ટાગ્રામ પર પિન્ક ડ્રેસમાં એક ફોટો શેર કરી છે, જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે.
2019 માં બોલિવુડમાં 10 સ્ટારકિડ્ઝની એન્ટ્રી, કોણ બનશે સુપરસ્ટાર
શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી હવે સોશ્યિલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ચુકી છે. કોઈ પણ ફિલ્મ ડેબ્યુ વિના પલક તિવારીની ગણના હવે સ્ટાર કિડ્સમાં થવા લાગી છે.
બોલિવૂડ ડેબ્યુ પહેલા જ પલક તિવારીની તસવીરો સોશ્યિલ મીડિયા પર તહેલકો મચાવી રહી છે.
સુપર ગ્લેમરસ છે આ 15 સ્ટાર કિડ્સ, પણ ફિલ્મોમાં છે NO ENTRY

શ્વેતા તિવારી અને રાજા ચૌધરી ની દીકરી
શ્વેતા તિવારી અને રાજા ચૌધરીની દીકરી છે પલક તિવારી. રાજા ચૌધરીથી અલગ થયા પછી શ્વેતા તિવારીને દીકરીની કસ્ટડી મળી હતી.

શ્વેતા તિવારી ની હમશકલ
પલક તેની માતા શ્વેતા તિવારીની હમશકલ છે. એક નજર તેના ફોટો પર પણ કરી જુઓ.

રાજા ચૌધરી અને પલક
બિગબોસ સીઝન દરમિયાન રાજા ચૌધરીએ તેની દીકરી પલકના નામ પર ઘણા આસું કાઢ્યા હતા.

દોસ્તી
શ્વેતા તિવારીના પતિ અભિનવ કોહલી અને દીકરી પલક વચ્ચે ખુબ જ સારી દોસ્તી છે.

ઘણા ફોટો પોસ્ટ
પલક તિવારી તેના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર ઘણી તસવીરો શેર કરતી રહે છે.

પોતાની માતા જેવી
પલકે ખુબ જ પહેલા પોતાની માતા શ્વેતા તિવારીની જેમ જ મનોરંજન જગતમાં આવવાની ઈચ્છા જાહેર કરી દીધી હતી.