
બિકિની પહેરીને જંગલમાં ન્હાતી દેખાઈ શ્વેતા તિવારી, વર્ષો જૂના Video પર ફેન્સે કહ્યુ - ફાયર
મુંબઈઃ શ્વેતા તિવારી એક વાર ફરીથી ઈન્ટરનેટ પર પોતાના વાયરલ ફોટાને કારણે ચર્ચામાં આવી છે. આ વખતે શ્વેતા તિવારીનો જૂનો બિકિની વીડિયો છવાઈ ગયો છે. જ્યાં શ્વેતા જંગલ વચ્ચે પાણીમાં ન્હાતી દેખાઈ રહી છે. ઝરણા વચ્ચે નહાતી શ્વેતા તિવારીનો આ બોલ્ડ અંદાજ તમે ક્યારેય નહિ જોયો હોય. 41 વર્ષની ઉંમરે શ્વેતા તિવારી હાલમાં પણ ઈન્ટરનેટ પર છવાયેલી રહે છે.

વર્ષો જૂનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ
શ્વેતા તિવારીનો આ વર્ષો જૂનો વીડિયો ઈન્ટરનેટ પર સૌથી વધુ જોવામાં આવી રહ્યો છે. શ્વેતા તિવારીનો આ વીડિયો આજનો નથી પરંતુ 2009ના રિયાલિટી ટીવી શો 'ઈસ જંગલ સે સેવ મી'નો છે. આ શોમાં શ્વેતા તિવારી સાથે અનેક સેલિબ્રિટી ગેસ્ટને જંગલમાં રહેવાનુ હતુ. જ્યાં તેને વિવિધ પ્રકારની કામગીરી સોંપવામાં આવી હતી. આ વીડિયોમાં શ્વેતા કેમેરાની સામે જંગલમાં ધોધ નીચે સ્નાન કરી રહી છે.

ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી શ્વેતા તિવારી
જે તેણે પોતાના ટાસ્ક અને શોમાં પોતાને જાળવી રાખવા માટે કર્યુ હતુ. શ્વેતાનો આ વર્ષો જૂનો વીડિયો પણ ઇન્ટરનેટ પર તેની હોટનેસ અને બોલ્ડનેસના કારણે વાયરલ થઈ રહ્યો છે. કોવિડ દરમિયાન શ્વેતાએ પહેલેથી જ ઘણુ વજન ઘટાડ્યુ છે અને તે તેના ઘણા ફોટોશૂટમાં એબ્સ સાથે તેનુ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

ભોજપુરી ફિલ્મોથી કરી શરુઆત
શ્વેતાએ ઈન્સ્ટાગ્રામ પર એક નહીં પરંતુ તેના ઘણા વીડિયો અને તસવીરો શેર કરી છે જે સૌથી વધુ જોવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે શ્વેતા તિવારીએ હિન્દી ટીવી શોની દુનિયામાં પ્રવેશતા પહેલા તેની કારકિર્દી ભોજપુરી ફિલ્મોથી શરૂ કરી હતી. આ પછી વર્ષ 2001માં શો કસૌટી જીંદગી કેએ તેને ટીવી ઇન્ડસ્ટ્રીની પ્રેરણા બનાવી. હાલમાં, ચાલો તમને શ્વેતા તિવારીની આ બિકીની વીડિયો બતાવીએ જે યુટ્યુબ પર કેપ્ચર થયો હતો.