India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિગ બૉસ ઓટીટીના ઘરમાં એન્ટ્રી લેવા જઈ રહી છે મેચમેકિંગ ક્વીન, ઘરમાં બનાવશે જોડીઓ

By Desk
|
Google Oneindia Gujarati News

8 ઓગસ્ટની રાતે 8 વાગ્યે બિગ બૉસ ઓટીટીનો ગ્રાન્ડ પ્રીમિયર છે જે પહેલાં ઘરમાં આવતા મહેમાનો પર સતત અંદાજા લગાવવામાં આવ્યા છે. હવે ઘરમાં એન્ટ્રી થઈ રહી છે સીમા ટાપરિયાની. જેમને ખબર નથી, સીમા ટાપરિયા પાછલા વર્ષે નેટફ્લિક્સના શો ઈન્ડિયન મેચમેકિંગમાં અમીર છોકરી અને છોકરીઓની અરેન્જ મેરેજ કરાવતી જોવા મળી હતી.

આ શો માટે સીમાને ઘણી ટિકાનો સામનો કરવો પડ્યો હતો પરંતુ સીમાનું કહેવું હતું કે તેને પ્રેમ કરો કાં તેને નફરત કરો પરંતુ તમે તેને ઈગ્નોર ના કરી શકો. સીમાને જોડીઓ બનાવવી બહુ પસંદ છે અને હવે તે બિગ બૉસ ઓટીટીના ઘરમાં એન્ટ્રી લેવા જઈ રહી છે.

ઘરમાં લેશે એન્ટ્રી

ઘરમાં લેશે એન્ટ્રી

બિગ બોસનું ઘર પ્રેમ કહાનીઓનો અડ્ડો રહ્યું છે. જ્યાં આ ઘરેથી નિકળી પ્રિંસ નરુલા અને યુવિકા ચૌધરી જેવા કપલ્સે લગ્ન કરી લીધાં જ્યારે આ ઘરેથી નિકળ્યા બાદ ગૌહર ખાન અને કુશાલ ટંડન જેવા કપલ્સનું બ્રેકઅપ પણ થયું છે. ઉપરાંત આ ઘરે બખ્તિયાંર- તનાજ ઈરાનીથી લઈ રૂબિના દિલૈક- અભિનવ શુક્લા જેવા કપલ્સના મજબૂત લગ્ન પણ જોયાં છે. હવે જોવાનું છે કે સીમા ટાપરિયાના ઘરમાં એન્ટ્રી લીધા બાદ આ ઘરમાં પ્રેમ અને મોહબ્બતની વાતો કેટલી થાય છે અને જોડિઓ ઉપર વાળાની જગ્યાએ સીમા ટાપરિયા બનાવે છે કે નહી.

કરણ જૌહરનું કભી ખુશી કભી ગમ

કરણ જૌહરનું કભી ખુશી કભી ગમ

દર્શકોને ઘરથી રૂબરૂ કરાવતાં કરણ જૌહર જણાવી ચૂક્યા છે કે આ ઘરમાં તેમના વર્ઝનનું કભી ખુશી કભી ગમ ચાલશે. કરણ જૌહર સ્પષ્ટ કરી ચૂક્યા છે કે આ શોમાં 24 કલાકનો તડકો રહેશે જ્યાં તમેગમે ત્યારે વૂટ પર જઈને જોઈ શકો છો અને પછી દરેક રાતે કરણ જોહર તમારી સાથે મુલાકાત કરશે.

બિગ બોસના પ્રતિભાગી

બિગ બોસના પ્રતિભાગી

જ્યાં સિંગર નેહા ભસીન, બિગ બોસની પહેલી કન્ફર્મ પ્રતિભાગી બની ચૂકી છે ત્યાં જ અભિનેતા રાકેશ બાપટ પણ ઘરનો ભાગ હશે. રાકેશે અનુભવ શિન્હાની ફિલ્મ તુમ બિનથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને ટીવી પર તેમણે ડેબ્યૂ કર્યું તું. જી ટીવીના સીરિયલ સાત ફેરેમાં એક નેગેટિવ બૂમિકા પણ નિભાવી હતી. રાકેશને પેન્ટિંગમાં નેશનલ અવોર્ડ મળી ચૂક્યો છે અને રંગોની દુનિયામાં તેનો ઊંડો નાતો છે.

બિગ બોસની હોટ હસીનાઓ

બિગ બોસની હોટ હસીનાઓ

રાકેશ બાપટ ઉપરાંત બિગ બોસ ઓટીટીના ઘરમાં એન્ટ્રી લેશે બાલિકા વધૂથી સફળતા મેળવી ચૂકેલી એક્ટ્રેસ નેહા મારદા. નેહાએ શોમાં દેગનાનો રોલ નિભાવ્યો હતો. જ્યારે હમારી બહૂ રજનીકાંતમાં રોબોટ વહૂ બની ફેન્સનું દિલ જીતી ચૂકેલી રિદ્ધિમા પંડિત પણ શોનો ભાગ બનશે. આ ઉપરાંત સ્પ્લિટ્જવિલા ફેમ એસ ઓફ સ્પેસની વિનર દિવ્યા અગ્રવાલ પણ શોનો ભાગ છે. દિવ્યા અગ્રવાલ બિગ બોસ પ્રતિભાગી પ્રિયંકા શર્માની ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે અને આજકાલ ખતરોં કે ખિલાડીના પ્રતિભાગી વરુણ સૂદને ડેટ કરી રહી છે.

દિવ્યાનો ભાઈ પ્રતીક

દિવ્યાનો ભાઈ પ્રતીક

દિવ્યા સાથે જ આ શો પર એન્ટ્રી લેશે તેનો સ્ટેપ બ્રધર પ્રતીક સહજપાલ. પ્રતીક અને દિવ્યા એકસાથે એસ ઓફ સ્પેસમાં ટક્કર લઈ ચૂક્યા છે અને હવે બંને બિગ બોસ ઓટીટીના ઘરમાં સાથે રહેશે. પ્રતીક સહજપાલ ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે ફેન્સને માલૂમ પડ્યું કે તે પવિત્ર પૂનિયાના બોયફ્રેન્ડ રહી ચૂક્યા છે. બિગ બોસ 14ના ઘરમાં પ્રતીક પણ એન્ટ્રી લેનાર હતા.

કન્ટ્રોવર્સી શરૂ થઈ ચૂકી છે

કન્ટ્રોવર્સી શરૂ થઈ ચૂકી છે

બિગ બોસ ઓટીટીના ઘરમાં આવતા પહેલાં જ ચર્ચા અને કન્ટ્રોવર્સી શરૂ થઈ ચૂકી છે. ઘરમાં એન્ટ્રી લઈ રહેલ અનુષા ડાંડેકર જે હાલમાં જ કરણ કુંદ્રાથી બ્રેકઅપ બાદ ઘણી ચર્ચામાં હતી. હવે ઘરમાં એન્ટ્રી પહેલાં તેના બોયફ્રેન્ડ જેસન શાહે પણ અનુષા સાથેની બધી તસવીરો ડિલીટ કરી દીધી છે અને પૂછવા પર કહ્યું કે આનો જવાબ અનુષા પાસેથી મેળવો. જેસન પણ બિગ બોસ સીઝન 10નો ભાગ રહી ચૂક્યો છે.

ઘરની પહેલી ઝલક

ઘરની પહેલી ઝલક

આ રહી બિગ બોસના ઘરની પહેલી ઝલક. 6 અઠવાડિયા માટે આ ઘરમાં 12-13 પ્રતિભાગી બંધ થનાર છે અને તેમના પર 24 કલાક Live કેમેરાની નજર રહેશે કે જેને તમે 24 કલાક લાઈવ જોઈ શકો છો. આ શો કલર્સના વૂટ એપ પર આવશે. જે બાદ ઓક્ટોબરમાં અસલી બિગબોસનું પ્રીમિયર થશે જેને સલમાન ખાન હંમેશાની જેમ હોસ્ટ કરશે.

English summary
Sima tapari going to enter in karan johar's big boss ott
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X