કોમેડિયન સિદ્ધાર્થની મંગેતરે શેર કરી તસવીરો, કહ્યું- ખુબ મારતો
કોમેડિયન સિદ્ધાર્થ સાગર અને તેની મંગેતરે હાલમાં જ ખુલાસો કર્યો કે તેમણે સગાઈ તોડી નાખી છે. સાથે જ બંનેએ એકબીજા પર મારપીટના આરોપો પણ લગાવ્યા છે. સિદ્ધાર્થે એક વેબસાઈટ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે શુભીએ તેના પર હાથ ઉઠાવ્યો છે. સિદ્ધાર્થના આ નિવેદન બાદ શુભીએ એવી તસવીરો શેર કરી છે જેનાથી સ્પષ્ટ થાય છે કે સિદ્ધાર્થે શુભી સાથે મારપીટ કરી છે. એક વેબસાઈટ સાથેની વાતચીત દરમિયાન શુભીએ કેટલાક ગંભીર ખુલાસા કર્યા છે. સાથે જ તસવીરો પણ શેર કરી છે, જેને જોયા બાદ તમે ચોંકી જશો.

શુભીનો દાવો
શુભીનું કહેવું છે કે માર્ચમાં સિદ્ધાર્થે મને ખરાબ રીતે મારી. જ્યારે હું પોલીસ પાસે જવા લાગી તો તેણે કહ્યું કે મારાથી ભૂલ થઈ ગઈ માફ કરી દે. હું બીજીવાર એવું નહિ કરું. તેને રડતો જોઈ મેં પોલીસને કહ્યું કે સિદ્ધાર્થને જવા દો. હવે મને અહેસાસ થઈ રહ્યો છે કે મેં મોટી ભૂલ કરી દીધી. તેણે જેલમાં જ હોવું જોઈએ.

પૈસાનો હિસાબ ન રાખ્યો
શુભીએ એક વેબસાઈટ સાથેની વાતચીતમાં કેટલાય ખુલાસા કરતા કહ્યું કે હું તેના પૈસાથી ગોવા ગઈ હતી. એ ભૂલી ગયો હતો કે સંબંધમાં પૈસાનો હિસાબ ન રાખવાનો હોય. જો તેણે રૂપિયા ખર્ચ્યા હોય તો મેં પણ ખર્ચ્યા છે.

તે એક વર્ષથી મારા ઘરમાં છે
શુભીએ આગળ કહ્યું કે પાછલા એક વર્ષથી મારા ઘરમાં રહે છે. જ્યારે તમે એકબીજા સાથે રહો છો તો ખર્ચ પણ તમારે એકબીજાનો સંભાળવો જ પડે છે.

એક્ટિંગ છોડવા કહ્યું
ચોંકાવનારો ખુલાસો કરતા શુભીએ કહ્યું કે સિદ્ધાર્થે મને એક્ટિંગ છોડી મૂકવાનું કહ્યું હતું. તેનું કહેવું હતું કે હું તેની લોકપ્રિયતા પર કમાઈ રહી છું. આખરે તેની કઈ લોકપ્રિયતા છે?

બિગ બૉસ અને નચ બલિયે માટે ઈનકાર
પોતાના ગુસ્સેઈલ સ્વભાવના કારણે તે બિગ બૉસ પણ ન કરી શક્યો. જ્યાં સુધી નચ બાલિયે માટે પણ અમને સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ સિદ્ધાર્થે ના પાડી દીધી.

આકરી કાનૂની કાર્યવાહી
શુભીએ આગળ જણાવ્યુ્ં કે જ્યારે તેનો પરિવાર પણ નહોતો એ સમયે મેં સિદ્ધાર્થનો સાથ આપ્યો. તેના દરેક ખરાબ સમયે હું તેની સાથે ઉભી રહી. આજે પણ તેની વિરુદ્ધ આવું બધું હું બોલવા નથી માંગતી પરંતુ તેણે મને મજબૂર કરી દીધી છે. તેની વિરુદ્ધ હું આકરી કાનૂની કાર્યવાહી કરવા વિચાર કરી રહી છું.

શુભી સાથે મારપીટની તસવીર
શુભીએ વેબસાઈટ સાથે આ તસવીરો શેર કરી છે. જ્યાં તમે ઈજાના નિશાન જોઈ શકો છો.
ગંદી બાત 2 સિરીઝની સૌથી બોલ્ડ સ્ટાર, હોટ ફોટો વાયરલ

પૈસાની કમીને કારણે
સિદ્ધાર્થનું કહેવું છે કે પૈસાની કમીને કારણે બંનેના સંબંધ ખતમ થઈ ગયા. શુભીએ તેના પર હાથ ઉઠાવ્યો. શુભીએ પહેલા સોશિયલ મીડિયા પર તેને બ્લોક કરી દીધો. બાદમાં આ પગલું ઉઠાવ્યું.