• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ પ્રિયા આહૂજાએ બિકિનીમાં શેર કર્યા ફોટા, સ્ટ્રેચ માર્કસ પર લખી મોટી વાત

By Desk
|

મુંબઈઃ અભિનેત્રી પ્રિયા આહૂજાએ બિકિનીમાં પોતાના અમુક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે જેના માટે તે ચર્ચામાં છે. ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની રીટા રિપોર્ટરની ભૂમિકાથી જાણીતી પ્રિયાએ પોતાના બિકિની ફોટા સાથે એક મેસેજ લખ્યો છે જેમાં પોતાના પેટના સ્ટ્રેચ માર્કસ અને સ્કિન વિશે તેણે જે વાતો કહી છે તેણે સૌનુ ધ્યાન ખેંચ્યુ છે.

બીચ પરથી શેર કર્યા ફોટા

બીચ પરથી શેર કર્યા ફોટા

પ્રિયા આહૂજાએ પોતાના જે બિકિની ફોટા શેર કર્યા છે તેમાં તે બીચના કિનારે એન્જૉય કરતી જોવા મળી રહી છે. પતિ અને દોઢ વર્ષનો દીકરો પણ તેની સાથે દેખાઈ રહ્યો છે. સાથે તેણે એક પોસ્ટ લખી છે. જેમાં પ્રેગ્નેન્સી બાદ શરીરમાં આવેલા ફેરફાર અને તેના માટે થતા બૉડી શેમિંગ પર પોતાનુ મંતવ્ય વ્યક્ત કર્યુ છે. તેણે લખ્યુ છે કે બાળકના જન્મ બાદ તેનુ શરીર પહેલા જેવુ નથી પરંતુ તે ખુશ છે.

શું લખ્યુ છે પ્રિયા આહૂજાએ

શું લખ્યુ છે પ્રિયા આહૂજાએ

પ્રિયા આહૂજાએ પોતાની પોસ્ટમાં લખ્યુ છે - હું હસી રહી છુ. હા, હવે મારી પાસે પહેલા જેવુ પરફેક્ટ બૉડી નથી. મારા શરીર પર ઘણા સ્ટ્રેચ માર્કસ છે, મારી સ્કિન પણ થોડી ઢીલી થઈ ગઈ છે અને થોડી જાડી પણ થઈ ગઈ છુ. આ બધુ છે પરંતુ હું ખુશ છુ. આ ખુશી બનાવટી નથી પરંતુ હકીકત એ છે કે મને મારા શરીર પર ગર્વ છે કે મે એક જિંદગીને જન્મ આપ્યો છે. નવ મહિના સુધી તેના માટે મારુ પેટ જ જિંદગી અને ઘર હતુ. મારા શરીરે તેનુ ધ્યાન રાખ્યુ. જેના માટે મને ગર્વ છે. સામાન્ય છે કે પ્રેગ્નેન્સીના કારણે હજુ સુધી મારુ શરીર સંપૂર્ણપણે રિકવર નથી થઈ શક્યુ પરંતુ હું હજુ પણ સુંદર છુ. પ્રિયાએ બધા માતાઓની પ્રશંસા કરી છે કારણકે તેમણે પોતાની જિંદગીથી ઉપર બીજી જિંદગીના રાખી.

2019માં આપ્યો હતો દીકરાને જન્મ

2019માં આપ્યો હતો દીકરાને જન્મ

પ્રિયા આહૂજાને દોઢ વર્ષનો દીકરો અરદાસ છે. અરદાસ પણ તેની સાથે ફોટામાં છે. પ્રિયા આહૂજાએ નવેમ્બર, 2019માં દીકરા અરદાસને જન્મ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે માલવ રાજદા સાથે પ્રિયાએ લગ્ન કર્યા છે. માલવ રાજદા ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડાયરેક્ટર છે જેમાં પ્રિયા પણ કામ કરે છે.

અનન્યા પાંડે પણ થઈ હતી બૉડી શેમિંગનો શિકાર, કહ્યુ - છોકરા સાથે કરવામાં આવી મારા શરીરની તુલનાઅનન્યા પાંડે પણ થઈ હતી બૉડી શેમિંગનો શિકાર, કહ્યુ - છોકરા સાથે કરવામાં આવી મારા શરીરની તુલના

English summary
Taarak Mehta Ka Ooltah Chashmah fame Priya Ahuja share bikini pics with inspiring Message.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X