• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'તેરે નામ' અભિનેત્રી ભૂમિકા ચાવલા લેશે સલમાન ખાનના શો બિગ બૉસ 15માં એન્ટ્રી?

|
Google Oneindia Gujarati News

સુપરસ્ટાર સલમાન ખાનના શો બિગ બૉસની દરેક સિઝન ઘણી ધમાલ મચાવે છે. આ વર્ષની બિગ બૉસ સિઝન 15 પણ તમને જોવા મળશે. જો કે તેના કન્ટેસ્ટન્ટ માટે ઘણા સમયથી સમાચાર આવી રહ્યા છે પરંતુ આ સમાચારથી તમે ચોંકી જશો. જાણવા મળ્યુ છે કે રાધે ભઈયાની પ્રેમિકા પણ આ શોનો હિસ્સો બનવા જઈ રહી છે. હા, અમે વાત કરી રહ્યા છે 'તેરે નામ' ફેમ અભિનેત્રી ભૂમિકા ચાવલાની.

'તેરે નામ' ફિલ્મથી બૉલિવુડમાં મળી ફેમ

'તેરે નામ' ફિલ્મથી બૉલિવુડમાં મળી ફેમ

સમાચારની માનીએ તો બિગ બૉસની આ સિઝનમાં ભૂમિકા ચાવલા જોવા મળી શકે છે અને બિગવાળા તેને સતત અપ્રોચ કરી રહ્યા છે. ભૂમિકા ચાવલા સાઉથની ઘણી મોટા સ્ટાર છે અને 'તેરે નામ' ફિલ્મથી તેને બૉલિવુડમાં ઘણી ફેમ મળી હતી.

લોકો જઈ રહ્યા છે રાહ

લોકો જઈ રહ્યા છે રાહ

જો ભૂમિકા આ શોનો હિસ્સો બને તો ચોક્કસ આ શો ઘણો દમદાર થવાનો છે. તે સિવાય પણ ઘણા લોકો એવા છે જેના માટે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે પરંતુ લોકો અધિકૃત નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે.. બિગ બૉસ 15માં બાલિકા વધુની અભિનેત્રી નેહા મર્દા ભાગ લઈ શકે છે. બિગ બૉસના ઘરમાં જતા પહેલા એક મિની-ટ્રાયલના શૂટિંગ વિશે વાત કરીને ઈન્ડિયા ટુડેને નેહાએ જણાવ્યુ કે જો હું બિગ બૉસમાં જઈશ તો હું જીતી શકુ છુ.

કલર્સ ચેનલ જલ્દી કરશે મોટો ધમાકો

કલર્સ ચેનલ જલ્દી કરશે મોટો ધમાકો

આ ઉપરાંત તારક મહેતા કા ઉલટા ચશ્મામાં જોવા મળતી દિશા વાકાણી પણ આ શોમાં શામેલ થઈ શકે છે. બિગ બૉસ માટે સમાચાર આવ્યા હતા કે રિયા ચક્રવર્તી આ શોનો હિસ્સો બનવાની છે પરંતુ હજુ સુધી તે કન્ફર્મ થયુ નથી. સલમાન ખાન હાલમાં પોતાની ફિલ્મોમાં ઘણો બિઝી છે પરંતુ કલર્સ ચેનલ જલ્દી મોટો ધમાકો કરશે.

English summary
'Tere Naam' fame Bhumika chawla will be the part of Salman Khan's Bigg Boss 15?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X