આ છે ટીવીના સૌથી મોંઘા જજ, કરે છે કરોડોની કમાણી
ટીવીની દુનિયામાં વર્ષોથી રિયાલિટી શોનો કબ્જો છે. પહેલા આ શોમાં જજ કરવા માટે એક્સપર્ટ બનાવવામાં આવતું હતું, પરંતુ સમયની સાથે બોલીવુડ સેલેબ્સ પણ જજની ખુરશી પર બેસીને મોટા પૈસા ભેગા કરવા લાગ્યા છે.

રેમો ડિસોઝા :
બોલીવુડના પ્રખ્યાત કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ડાન્સની દુનિયાને એક નવો આયામ આપ્યો છે. ઉલ્લેખીય છે કે, જ્યારે રેમો 'ડાન્સઈન્ડિયા ડાન્સ'ને જજ કરી રહ્યો હતો, ત્યારે એવું કહેવામાં આવી રહ્યું હતું કે, તેમણે એક એપિસોડ માટે 2.5 લાખ રૂપિયા ચાર્જ કર્યા હતા.

હિમેશ રેશમિયા :
સિંગર અને મ્યુઝિક કમ્પોઝર હિમેશ રેશમિયા સિંગિંગ રિયાલિટી શો 'ઈન્ડિયન આઈડલ'ના જજમાંથી એક છે. હિમેશ રેશમિયા એક એપિસોડમાટે લગભગ 4 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

નેહા કક્કર :
નેહા કક્કર સિંગિંગ રિયાલિટી શોની લાઈફ બની ગઈ છે. તે દરરોજ 'ઈન્ડિયન આઈડલ' શોને જજ કરતો જોવા મળી શકે છે. નેહા એકએપિસોડ માટે 5 લાખ રૂપિયા લે છે.

નેહા ધૂપિયા :
બોલીવુડ એક્ટ્રેસ નેહા ધૂપિયાએ ફિલ્મોની દુનિયામાં કદાચ વધારે નામ નહીં કમાવ્યું હોય, પરંતુ તેણે 'રોડીઝ'માં જજ બનીને ઘણી ખ્યાતિમેળવી છે. નેહા ધૂપિયા એક એપિસોડ માટે 8 લાખ રૂપિયા લે છે.

રોહિત શેટ્ટી :
બોલીવુડના તેજસ્વી દિગ્દર્શક રોહિત શેટ્ટી 5 વર્ષથી 'ખતરો કે ખિલાડી' હોસ્ટ કરી રહ્યા છે. કહેવાય છે કે, તે એપિસોડ માટે 9 લાખ રૂપિયાચાર્જ કરે છે.

મલાઈકા અરોરા :
મલાઈકા અરોરા ઘણા ટીવી પ્રોજેક્ટ્સમાં જોવા મળે છે. તે 'ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ'માં જજ તરીકે દેખાય છે. તે આખી સિઝન માટે 1 કરોડરૂપિયા લે છે.

શિલ્પા શેટ્ટી :
બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી ઘણા રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળે છે. રિપોર્ટ્સ અનુસાર શિલ્પા શેટ્ટીએ 'સુપર ડાન્સર' માટે 14 કરોડરૂપિયા ચાર્જ કર્યા છે.