પોતાના જ વિશે એવુ શું બોલી ગઇ ભારતીસિંહ...જાણીને ચોંકી જશો !

Subscribe to Oneindia News

કૉમેડિયન ભારતીસિંહની કૉમેડીના તો ઘણા ફેંસ છે. તેનુ હસવુ, તેનુ હસાવવુ લોકોને ઘણુ સારુ લાગે છે. ભારતીની ખાસ વાત એ છે કે જ્યારે પણ તે કૉમેડી કરે છે ત્યારે પોતાની મજાક ઉડાવવામાં પણ પીછેહટ નથી કરતી. આ જ કારણથી તે બધાથી અલગ પડે છે.

bharti 1

આ જ કારણે તે ઘર ઘરમાં લોકપ્રિય બની અને પોતાના આ અંદાજથી લોકોનુ દિલ જીતવામાં સફળ રહી છે. પોતાના પર હસવાની વાતને લઇને ભારતીએ હાલમાં જ કહ્યું કે આપણે પોતાના પર હસવુ જોઇએ અને મજાક પર ખોટુ ના લગાડવુ જોઇએ.

bharti 2

ભારતીએ કહ્યું કે જ્યારે મે કૉમેડી શો ની પ્રતિયોગિતામાં પ્રવેશ કર્યો ત્યારે મે અનુભવ્યુ કે લોકો મારી ઉપસ્થિતિની મજાક ઉડાવી રહ્યા છે, તો એ લોકો પહેલા કંઇ કરે તે પહેલા મે જ મારી મજાક ઉડાવવાનુ શરુ કરી દીધુ.

bharti 3

ભારતીએ કહ્યું કે આપણે પોતાના પર હસવુ જોઇએ અને એ યાદ રાખવુ જોઇએ કે મજાક-મજાક છે અને તેને દિલ પર ન લેવી જોઇએ.

bharti 4

તેણે કહ્યું કે જો તમે પોતાની મજાક ન ઉડાવી શકો તો તમારે બીજાની પણ મજાક ન ઉડાવવી જોઇએ. મને ઘણી વાર લોકો હાથી બોલે છે. તો શું હાથી બની જઇશ ? હું માણસ જ છુ. આમા શું થઇ ગયુ.

bharti 5

તમને જણાવી દઇએ કે ભારતીની હંમેશા તેના વજનને કારણે મજાક ઉડાવવામાં આવતી હોય છે. હાલ તો, ભારતી એક બ્યૂટી પ્રોડક્ટના પ્રચાર માટે ઉત્સાહિત છે.

bharti 6
English summary
This is what Bharti Singh Says about herself.
Please Wait while comments are loading...