• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ટીના દત્તાએ શેર કર્યો ખૂબ જ બોલ્ડ ટૉપલેસ ફોટો, ટ્રોલરે ગાળો દીધી પછી બોલ્યો સૉરી દીદી

By Desk
|

ઘણી વાર એવુ થાય છે જ્યારે અભિનેત્રીઓને પોતાના ફોટાના કારણે ખરાબ રીતે ટ્રોલ થવુ પડ્યુ છે. હાલમાં જ ટીવી શો ઉતરન ફેમ અભિનેત્રી ટીના દત્તા સાથે પણ આવુ જ થયુ. જ્યારે તેણે પોતાની બોલ્ડ ફોટા શેર કર્યા. તમને જણાવી દઈએ કે ટીના દત્તાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ટૉપલેસ ફોટો શેર કર્યા. જેના પર તેને ખરાબ રીતે ટ્રોલ થવુ પડ્યુ. પરંતુ આ સમગ્ર મામલે ટીનાએ એવી કડક એક્શન લીધી કે ટ્રોલ કરનાર યુઝરે ટીના દત્તાની માફી માંગવી પડી. ટીનાએ જે પોતાનો ફોટો શેર કર્યો છે, તે ટૉપલેસ છે. ટીનાએ માત્ર ઘણા રંગોવાળુ શૉર્ટસ પહેર્યુ છે.

ફેન્સે રિએક્શન આપ્યા

ફેન્સે રિએક્શન આપ્યા

ટીનાના આ ફોટા પર તેને ઘણા ફેન્સે રિએક્શન આપ્યા છે. જ્યારે ઘણા લોકો એવા પણ છે જે ગંદી ગાળો પણ આપતા દેખાયા. ત્યારબાદ અભિનેત્રીએ આવા ટ્રોલર્સને ઝાટકી દીધા. ટીનાએ સાઈબર સેલને પણ ટેગ કરીને એક્શન લેવાની વાત કહી છે. ત્યારબાદ ટીના દત્તાની એ યુઝરે માફી માંગી લીધી. ચાલો, જોઈએ સમગ્ર મામલો.

ટીનાએ ફોટો પોસ્ટ કરીને લખ્યુ

ટીનાએ ફોટો પોસ્ટ કરીને લખ્યુ

ટીના દત્તાએ પોતાના ફોટાને પોસ્ટ કરીને લખ્યુ હતુ કે જો હું થોડુ તાપમાન વધારુ તો શું તમે માઈન્ડ કરશો? મને લાગે છે કે નવા મહિનામાં ફેરફાર થવો જોઈએ.

એ વાતની પરવા કર્યા વિના કે બીજા શું વિચારે છે

એ વાતની પરવા કર્યા વિના કે બીજા શું વિચારે છે

ટીનાએ આગળ લખ્યુ કે આ ફોટો એડિટ કરવામાં આવ્યો છે. મને લાગે છે કે તમે પોતાની સ્કિનમાં સહજ અનુભવો તો પછી ઠીક છે. યાદ રાખો, એ જ કરો જેમાં તમે સહજ હોય. એ વાતની પરવા કર્યા વિના કે બીજા શું વિચારે છે.

ટીના દત્તાએ સાઈબર સેલને કર્યુ ટેગ

ટીના દત્તાએ સાઈબર સેલને કર્યુ ટેગ

ટીનાની આ ટૉપલેસ ફોટા પર એક યુઝરે અશ્લીલ ટિપ્પણી કરી છે. ટીનાએ સ્ક્રીન શૉર્ટસ વિશે યુઝર અને સાઈબર સેલને ટેગ કરી દીધા. ટીનાએ આની સાથે લખ્યુ કે આ રીતે આ નહિ અટકેસ. લાગે છે તુ બધી મહિલાઓ સાથે આ જ રીતે વાત કરે છે.

યુઝરે માંગી માફી

યુઝરે માંગી માફી

ટીનાએ ફરીથી વધુ એક સ્ક્રીન શૉટ શેર કર્યો જે ચેટ બૉક્સનો છે. તેમાં યુઝરે લખ્યુ છે કે દીદી.. મને આના માટે માફ કરી દો.

ટીનાએ આપ્યો જોરદાર જવાબ

ટીનાએ આપ્યો જોરદાર જવાબ

ટીનાએ પછી લખ્યુ છે કે અચાનકથી હું દીદી કેવી રીતે બની ગઈ. ત્યારબાદ ટીનાએ પોતાના ફોટા પર કમેન્ટ્સનો વિકલ્પ જ બંધ કરી દીધો છે.

English summary
Tina Dutta share abusive screen short after troll on topless pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X