• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Top 10 Tv Hosts : કપિલે દબંગ સલમાનને આપી પછડાટ...

|
Google Oneindia Gujarati News

વર્ષ 2015 આવવામાં 5 જ દિવસો રહી ગયાં છે. 2014 ખતમ થવા જઈ રહ્યું છે. વાતો બૉલીવુડ અને હૉલીવુડ ફીલ્ડની થતી હોય, તો ટેલીવિઝન જગત કઈ રીતે બાકી રહી જાય. આ વર્ષે ટીવી ઇંડસ્ટ્રીના કેટલાક નામો પણ ખૂબ જ ચર્ચામાં રહ્યાં.

એક બાજુ બૉલીવુડ દબંગ સલમાન ખાન બિગ બૉસ 8 હોસ્ટ કરતા નજરે પડ્યાં, તો અક્ષય કુમાર ડૅર ડાન્સ 2 લઈને આવ્યાં. શિલ્પા શેટ્ટીએ નચ બલિયેની ટીઆરપી વધારી, તો માધુરી દીક્ષિતે ઝલક દિખલા જાની, પણ વાત તો માત્ર બે જ હસ્તીઓની થઈ. સલમાન ખાન અને કપિલ શર્મા અને આપને જાણીને આશ્ચર્ય થશે કે નાના પડદે આપણા સલ્લુ મિયાને કપિલ શર્માએ પાણી પીવડાવી દીધું. હા જી, આખુંવર્ષ કોઈ ટીવી હોસ્ટ કપિલની લોકપ્રિયતાની આજુબાજુ પણ ન ફરકી શક્યો.

ચાલો તસવીરો સાથે આપને બતાવીએ Top 10 Tv Hosts :

કપિલ શર્મા નંબર 1

કપિલ શર્મા નંબર 1

ટેલીવિઝન પર લાગતી નંબર વનની રેસમાં દર અઠવાડિયે જીતનાર શો બદલાઈ જાય છે, પણ રિયલિટી શોઝની ટીઆરપીમાં ઉતાર-ચઢાવ બહુ ઓછો જોવા મળે છે. બિગ બૉસ 8 આ વર્ષે ટીઆરપી માટે તલસતો રહ્યો, તો કપિલ શર્મા પોતાના કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શોના સેટ પર આગ લાગ્યા બાદ પણ ટોચે રહ્યાં. તેમણે બિગ બૉસ હોસ્ટ સલમાન ખાનને પછાડી ટીવી હોસ્ટમાં નંબર વનનો મુકામ હાસલ કર્યો, તો સલમાન ખાનને બીજા નંબરે મૂકી શકાય છે.

સલમાન ખાન નંબર 2

સલમાન ખાન નંબર 2

આ વખતે બીજા સ્થાને રહ્યાં બિગ બૉસ 8ના હોસ્ટ સલમાન ખાન. કહે છે કે બિગ બૉસ 8ના આ વખતના સ્પર્ધકો બહુ જ નબળા રહ્યા અને તેથી શોના પરિણામો સારા ન મળ્યાં.

રણવિજય સાંઘા નંબર 3

રણવિજય સાંઘા નંબર 3

વર્ષના આરંભે એમટીવી રોડીઝ હોસ્ટ રણવિજય સાંઘાને પણ દર્શકોએ બહુ પસંદ કર્યાં. યૂથમાં એમ પણ રોડીઝનો ક્રેઝ છે અને રણવજિયજે તેના હોસ્ટ બની લોકોને સારી રીતે શો પહોંચાડ્યો.

સન્ની લિયોન નંબર 4

સન્ની લિયોન નંબર 4

સન્ની લિયોને એમટીવી સ્પ્લિટ્સવિલાને હોસ્ટ કરી બિચારા સ્પર્ધકોને લાઇમલાઇટઅપાવી. આ ઉપરાંત એમટીવીના જ શો હૉન્ટેડ વીકેન્ડ્સમાં પણ સન્નીને પસંદ કરાયાં. એમ પણ સન્નીને દર્શકો બહુ પસંદ કરે છે.

વાહી-રોડે નંબર 5

વાહી-રોડે નંબર 5

કરણ વાહી અને ગૌતમ રોડેએ બંનેએ નચ બલિયેને કેમેય કરીને ચલાવી રાખ્યો. જોકે શોમાં સારી સેલિબ્રિટીઓ હતી, પરંતુ કરણ ટીવીના ખૂબ જ ચર્ચિત ચહેરા છે અને ગૌતમ ઉપર પણ યુવતીઓ ફિદા છે.

કરણ જૌહર નંબર 6

કરણ જૌહર નંબર 6

કરણ જૌહરના કૉફી વિથ કરણે દર વખતની જેમ આ વખતે પણ દર્શકોને ચોંટાડી રાખ્યાં. ઉપરાંત કરણે આ વખતે સેલિબ્રિટીઓ પાસેથી એવા-એવા રહસ્યો ઓકાવ્યા કે જે દરેકના વશની વાત નથી હોતી. શોમાં આ વખતે ઇમરાન હાશમીથી લઈ અક્ષય કુમાર સુધીની બહુ મોટી રેંજ હતી.

આમિર ખાન નંબર 7

આમિર ખાન નંબર 7

સત્યમેવ જયતેની નવી સીઝન જોકે આ વખતે ટીઆરપી માટે તલસી ગઈ, પણ આમિરે દર્શકોને આકર્ષ્યાં. તેમણે કેટલાક સારા અને વાજબી મુદ્દાઓ પણ ઉઠાવ્યાં.

ગૌહર ખાન નંબર 8

ગૌહર ખાન નંબર 8

ઇંડિયાઝ રૉ સ્ટાર હોસ્ટ ગૌહર ખાને પોતાનું ગીત ગાઈને પણ ખૂબ તાળીઓ ભેગી કરી. થોડોક હાથ ગૌહર-કુશાલ કંટ્રોવર્સીનો પણ હતો કે જેથી દર્શકો ગૌહરને જોવા આકર્ષાયાં.

અક્ષય કુમાર નંબર 9

અક્ષય કુમાર નંબર 9

અક્ષય કુમારના ડૅર ટૂ ડાન્સે પણ દર્શકોને રોમાંચિત કર્યાં. આ શો વડે ટીવી સ્ટાર્સ પોતાના ફૅન્સની વધુ નજીક પહોંચ્યા, તો અક્ષય હંમેશ મુજબ ટીવી પર હિટ રહ્યાં.

ઋત્વિક ધનજાણી

ઋત્વિક ધનજાણી

યે હૈ આશિકી આ વર્ષે સૌથી ચર્ચિત લવ સિરીઝ રહી. એકતા કપૂરની શોધ પવિત્ર રિશ્તા ફૅમ ઋત્વિક ધનજાણીએ આ સિરીઝ હોસ્ટ કરી અને તેઓ દર્શકોને વાર્તા સાથે બાંધી રાખવામાં સફળ રહ્યાં.

English summary
Indian Tv this year saw a good number of vibrant shows in different genres and we present y o the list of top 10 tv hosts who connected with their show.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X