• search

ટોચના ટીવી શો : ટીઆરપીમાં ક્યારેય નથી આવતી ઓટ!

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  મુંબઈ, 12 જૂન : ભલે સિલ્વર સ્ક્રીને દર શુક્રવારે એક સાથે અનેક ફિલ્મો રિલીઝ થતી હોય, પણ નાના પડદે એટલે કે ટેલીવિઝન પર આવતા કાર્યક્રમોની ટીઆરપી ઉપર આ ફિલ્મોની કોઈ અસર નથી થતી. આઈપીએલ આવે કે પછી ભારત-પાકિસ્તાન વન ડે સિરીઝ હોય, પણ ઘરની મમ્મીઓ અને ભાભીઓને તો બસ આ જ ફિકર છે કે જોધા અકબરમાં અકબર અને જોધાનો સંબંધ આજે કયા તબક્કે આવશે કે મહાભારતમાં પાંડવો વિરુદ્ધ કૌરવો કોઈ નવી ચાલ ચાલશે કે પછી દીયા ઔર બાતી હમમાં સંધ્યા બીંદણી પોતાની માસાને કઈ રીતે ખુશ કરશે. તેવી જ રીતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પણ કૉમેડી શોમાં અગ્રિમ હરોળમાં આવે છે.

  સરવાળે ઘરોમાં તો ટેલીવિઝન પર આવતા રોજબરોજના કાર્યક્રમો, સીરિયલો તથા શો જ રૉક કરે છે. વર્કિંગ વુમન પણ આ બાબતમાં પાછળ નથી. દિવસ ભરના થાક બાદ રાત્રે 11 વાગ્યા સુધી મહિલાઓ ટેલીવિઝન સામે બેસી પોતાના મનપસંદ કાર્યક્રમો જુએ છે અને એટલે જ કેટલાક એવા ટોચના શો છે કે જેની ટીઆરપીમાં ક્યારેય ઓટ આવતી નથી.

  ચાલો ટીઆરપી સતત જાળવી રાખનાર કાર્યક્રમોની તસવીરી ઝલક :

  મહાભારત

  મહાભારત

  પૌરાણિક કથા મહાભારત પર આધારિત સીરિયલ પુન એક વાર નાના પડદે લોકોને યુગો પહેલા થયેલ કૌરવો અને પાંડવો વચ્ચેના યુદ્ધથી માહિતગાર કરી રહી છે. આ શોની ટીઆરપી ધીમે-ધીમે ઘણી ઉંચી થતી જાય છે. હાલ આ શોમાં મહાભારત યુદ્ધની શરુઆત થઈ ચુકી છે.

  જોધા અકબર

  જોધા અકબર

  ઇતિહાસમાં અકબર તથા જોધાના પ્રેમની ગાથા બહુ જાણીતી થઈ હતી. કઈ રીતે જોધા એક મુસ્લિમ સાથે પરણાવી દેવાય છે અને ધીમે-ધીમે અકબર જોધાને પોતાની સૌથી પ્રિય રાણી બનાવી લે છે. આ સફર લોકોને બહુ રોચક અનુભવાઈ રહી છે અને લોકો તેને જોવામાં બહુ ઉત્સુકતા દાખવી રહ્યાં છે.

  દીયા ઔર બાતી

  દીયા ઔર બાતી

  એક સાધારણ ઘરની છોકરી સંધ્યા કઈ રીતે લગ્ન બાદ એક મોટા પરિવારમાં આવી તે પરિવારને અપનાવી લે છે અને સાથે જ પોતાના પતિના સહકારથી આઈપીએ ઑફિસર બની જાય છે. તેના પર આધારિત છે દીયા ઔર બાતી. આ શો યુવાવર્ગમાં બહુ લોકપ્રિય થઈ રહ્યો છે.

  બાલિકા વધુ

  બાલિકા વધુ

  વર્ષોથી ચાલી આવતા આપણા દેશમાં બાળલગ્ન પર આધારિત શો બાલિકા વધુ છેલ્લા ઘણા વર્ષોથી સ્ટાર પ્લસ પર ચાલી રહ્યો છે અને આજે પણ ઘરોમાં મહિલાઓ આ શોની પ્રશંસકો છે. જોકે અનેક પાત્રો શોને છોડીને જઈ ચુક્યાં છે.

  કૉમેડી નાઇટ્સ વિથ કપિલ

  કૉમેડી નાઇટ્સ વિથ કપિલ

  કપિલ શર્માનો શો કૉમેડી નાઇટ્સ વિથ કપિલ તો આજે પણ ટોચે છે. આ શોની ટીઆરપીએ અમિતાભ બચ્ચનના શો કેબીસીને પણ માત આપી દીધી હતી. હાલ કપિલ શર્મા સૌથી મોંઘા ટીવી સ્ટાર બની ચુક્યાં છે.

  યે હૈ મોહબ્બતેં

  યે હૈ મોહબ્બતેં

  એકતા કપૂરનો મંજૂ કપૂરની નવલકથા પર આધારિત શો યે હૈ મોહબ્બતેં તાજતેરમાં જ શરૂ થયો છે. શોની વાર્તા બે પરિવારો વચ્ચેના પ્રેમભર્યા સંબંધો પર આધારિત છે. લોકોને આ શો બહુ ગમી રહ્યો છે. શોની ટીઆરપી પણ બહુ સારી છે.

  સીઆઈડી

  સીઆઈડી

  દયા અને એસીબી પ્રદ્યુમ્ન, આ બે પાત્રો એવા છે કે જેમને આજે નાનું બાળક પણ જાણે છે. સીઆઈડીએ આ બંને પાત્રોનું જીવન જ બદલી નાંખ્યું છે. આજે પણ આ શો વર્ષો બાદ પણ લોકોનો મનપસંદ શો બની રહ્યો છે.

  યે રિશ્તા ક્યા કહલાતા હૈ

  યે રિશ્તા ક્યા કહલાતા હૈ

  અક્ષરા તથા નૈતિકના લગ્ન તથા તે પછી તેમના પરિવારો વચ્ચેના સંબંધો પર આધારિત યે રિશ્તા ક્યા કહલાતા હૈ શોએ વર્ષોથી લોકોને જકડી રાખ્યો છે. આજે પણ રાતના સાડા નવ વાગતા જ લોકો આ શો સામે બેસી જાય છે.

  ક્રાઇમ પેટ્રોલ

  ક્રાઇમ પેટ્રોલ

  ક્રાઇમ પેટ્રોલ આજે પણ દર્શકોને જકડી રાખનાર શો બની રહ્યો છે.

  ઝલક દિખલા જા 7

  ઝલક દિખલા જા 7

  પુનઃ એક વાર ઝલક દિખલા જા શો ટીવી પર શરૂ થઈ રહ્યો છે. 11મી જૂને આ શોને પ્રથમ એપિસોડ પ્રસારિત થયો. ઝલક દિખલા જાની આ 7મી સીઝન છે અને આ શો લોકોનો મનપસંદ શો બની રહ્યો છે.

  મિશન સપને

  મિશન સપને

  સલમાન ખાન જે શોમાં હજામ બની લોકોના વાળ કાપતા દેખાય, કરણ જૌહર ફોટોગ્રાફર તરીકે, રણબીર કપૂર વડાપાવ વેચતા અને રામ કપૂર ટૅક્સી ચલાવતા દેખાય, તેવા શોને ભલા કોઈ પસંદ નહીં કરે?

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

  સબ ટીવી પર આવતો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તો સદાબહાર કૉમેડી શો છે. ઘણા વર્ષોથી આ શોએ તેની લોકપ્રિયતા જાળવી રાખી છે. દયા ભાભી, જેઠાલાલ અને તેમાં બબીતાજીનો ટ્વિસ્ટ લોકોને આ શો જોવા મજબૂર કરે છે, તો ભિડે અને સોઢી પણ લોકોને આકર્ષે છે.

  English summary
  Mahabharat, Jodha Akbar, Comedy Nights with Kapil, CID are the shows who are still very popular among tv viewers. People are liking some new shows also like Yeh Hia Mohabbatein.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more