ટીવી જગતમાંંથી એક ખરાબ સમાચાર, કલાકાર સમીર શર્માએ કરી આત્મહત્યા, પંખાથી લટકેલી મળી લાશ
સિને જગતથી વધુ એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. ટીવી કલાકાર સમીર શર્માનુ શંકાસ્પદ સ્થિતિમાં મોત થઈ ગયુ છે. તેમનુ શબ મુંબઈના મલાડ સ્થિત તેમના ઘરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યુ છે. ઘરમાંથી દૂર્ગંઝ આવ્યા બાદ લોકોએ પોલિસને સૂચના આપી ત્યારબાદ દરવાજો તોડીને શબને પંખા પરથી ઉતારવામાં આવ્યુ. પોલિસે શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધુ છે. પ્રથમ દ્રષ્ટિએ કેસ આત્મહત્યાનો બતાવવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે સમીર 'યે રિશ્તે હે પ્યાર કે', 'સાસ ભી કભી બહુ થી', 'કહાની ઘર ઘરકી' જેવી સીરિયલોમાં કામ કરી ચૂક્યા છે.

સમીરે ભાડા પર લીધુ હતુ અપાર્ટમેન્ટ
મલાડ પોલિસના જણાવ્યા મુજબ સમીરે આ વર્ષે ફેબ્રુઆરીમાં અપાર્ટમેન્ટ ભાડે લીધુ હતુ. રાતે ફરજ દરમિયાન સોસાયટીના ચોકીદારે શબને જોયુ ત્યારબાદ તેણે ઘટના વિશે સોસાયટીના બીજા લોકોને જણાવ્યુ. શબની સ્થિતિને જોતા પોલિસને શંકા છે કે કલાકારે એક દિવસ પહેલા આત્મહત્યા કરી લીધી હતી. પોલિસને રૂમમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. મલાડ પોલિસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક જ્યોર્જ ફર્નાન્ડિસે કેસની માહિતી આપીને કહ્યુ કે એક્સીડેન્ટલ ડેથનો કેસ નોંધવામાં આવ્યો છે. શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યુ છે.

ફાઈનાન્સિયલ એંગલને પણ શોધી રહી છે પોલિસ
પોલિસ સમીરની આત્મહત્યા માટે ફાઈનાન્સિયલ એંગલને વિશે પણ શોધી રહી છે. સમીર શર્માએ ટીવીના ઘણા શોમાં કામ કર્યુ હતુ. તે ક્યોંકિ સાસ ભી કભી બહુ થી ઉપરાંત કહાની ઘર ઘરકી, યે રિશ્તે હે પ્યાર કે, લેફ્ટ રાઈટ લેફ્ટ, જ્યોતિ, ગીત હુઈ સબસે પરાઈ, 2612, દિલ ક્યા ચાહતા હે, વીરાનગલી, વે રહેનેવાલી મહેલો કી, આયુષ્માન ભવ, ઈસ પ્યાર કો ક્યા નામ દુ? એક બાર ફિર, ભૂતુમાં જોવા મળ્યા હતા. હાલમાં તે સીરિયલ યે રિશ્તે હે પ્યાર કેમાં શૌર્ય મહેશ્વરીનો રોલ પ્લે કરી રહ્યા હતા.

આ હતી સમીરની ડેબ્યુ ફિલ્મ
સમીરની ડેબ્યુ ફિલ્મ હંસી તો ફંસી હતી. તે ફિલ્મ ઈત્તેફાકમાં પણ જોવા મળ્યા હતા. સમીરે ઘણી એડ્ઝ અને મૉડલિંગ અસાઈનમેન્ટમાં કામ કર્યુ હતુ. તે દિલ્લીના હતા. અભ્યાસ પૂરો કર્યા બાદ તે બેંગલોર શિફ્ટ થઈ ગયા હતા. તેમણે ત્યાં એડ એજન્સીમાં કામ કર્યુ હતુ. બાદમાં તે મુંબઈમાં એક્ટિંગનુ સપનુ લઈને આવ્યા અને તે સપનુ પૂરુ પણ થયુ હતુ.
RBIએ રેપો રેટમાં નથી કર્યો ફેરફાર, 4 ટકા પર યથાવત